SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. અચિંત્ત તેજસ્કાય ઃ અગ્નિ દ્વારા બનાવેલું ભોજન, શાકભાજીઓ, પેય પદાર્થ તથા અગ્નિ દ્વારા તપાવીને તૈયાર કરેલી સોય, કાતર વગેરે ગૃહસામગ્રી તથા રાખ, કોલસા વગે૨ે અચિત્ત તેજસ્કાય છે. એમાં વીજળીને અચિત્ત નથી માન્યો. (૪) ‘સૂત્રકૃતાંગ સૂત્ર’ના દ્વિતીય શ્રુત સ્કંધના તૃતીય અધ્યયનમાં - ત્રસ અને સ્થાવર પ્રાણીઓનાં સચિત્ત તથા અચિત્ત શરીરોમાં પૃથ્વી, અપ્, તેઉકાય વગેરે રૂપોમાં પ્રાણી પૂર્વકૃત કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે, એવો ઉલ્લેખ છે. એનાથી એ સિદ્ધ થાય છે કે બૅટરી, દીવાસળી, તાંબાના તારોમાં સચિત્ત તેઉકાય ઉત્પન્ન થાય છે. (૫) ‘ભગવતી સૂત્ર’ના પાંચમા શતકના બીજા ઉદ્દેશકમાં માત્ર સચિત્ત અગ્નિના મૃત શરીરને અચિત્ત અગ્નિ કહ્યો છે. (બનાવટી) કૃત્રિમ વિદ્યુત વગેરેની અગ્નિને નહિ. (૬) ‘ભગવતી સૂત્ર’ના સાતમા શતકના વીસમા ઉદ્દેશકમાં અચિત્ત પ્રકાશક તાપક પુદ્ગલમાં માત્ર ક્રોધાયમાન સાધુની તેજોલેશ્યાને ગૃહીત કર્યું છે, પરંતુ વીજળીને નહિ. તેજસ્કાયની સજીવતા ઃ અગ્નિ જ જેનું શરીર હોય, એને તેજસ્કાય કહે છે. રાતમાં આગિયાનું શરીર ચમકે છે, પ્રકાશ આપે છે, તે પ્રકાશ જીવની શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. આમ, અગ્નિમાં પણ અલગ-અલગ પ્રકારની પ્રકાશ શક્તિઓ જોવા મળે છે. એનાથી પણ વિભિન્ન પ્રકારનો પ્રકાશ નીકળે છે. તે પ્રકાશ જીવનમાં સંયોગ વગર નથી નીકળી શકતો. આ અનુમાનથી અગ્નિમાં જીવત્વ પ્રમાણિત થાય છે. તાવ આવવાથી જીવિત શરીર અંગારાની જેમ ગરમ થઈ જાય છે. આ ઉષ્ણતા (ગરમી) જીવના સંયોગ વગર નથી થઈ શકતી, કારણ કે મૃત શરીરમાં આ ઉષ્ણતા ઉપલબ્ધ નથી થતી (હોતી). મનુષ્યનું શરીર આહાર વગેરેની સંપ્રાપ્તિથી વૃદ્ધિ પામે છે, અને એની અપ્રાપ્તિથી કૃશ થવા લાગે છે. એ જ રીતે અગ્નિ (તેજસ્કાય) પણ ઇંધણની સંપ્રાપ્તિથી બળે છે અને ઇંધણભાવમાં શનૈઃ શનૈઃ શાંત થવા લાગે છે. વૈજ્ઞાનિક વિવેચન ઃ જેમ મનુષ્ય ઑક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. હવાના અભાવમાં જીવ (શ્વાસ) ઘૂંટાય છે ત્યાં સુધી કે જીવન દીપ નિર્વાણ(બુઝાઈ)ને પણ પ્રાપ્ત થઈ જાય છે. આમ, વૈજ્ઞાનિક દૃષ્ટિએ અગ્નિ પણ શ્વાસ લેવામાં ઑક્સિજન ગ્રહણ કરે છે અને છોડવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. જ્યારે આગમિક દૃષ્ટિએ શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે અને એમને શ્વાસોચ્છ્વાસ રૂપમાં પરિણત કરીને છોડે છે. અર્થાત્ અગ્નિ (તેજસ્કાય) હવામાં જ જીવિત રહે છે - સળગે છે. કોઈ વાસણમાં ઢાંકી દેવા કે હવા મળવાના સાધનના અભાવમાં આગ તત્કાળ બુઝાઈ જાય છે. પ્રાચીન બંધ કૂવામાં અથવા ભૂમિગૃહમાં જે કેટલાંય વર્ષોથી બંધ હોય, એમાં સળગતો દીવો રાખી દેવામાં આવે તો તરત બુઝાઈ જાય છે. આનું કારણ જીવિત રહેવા માટે આવશ્યક પ્રાણવાયુનો અભાવ છે. પણ આનું એ તાત્પર્ય નથી કે તેજસ્કાયના અંતર્ગત તેજસ્કાયના ૮૩૧ અહિંસા મહાવ્રત
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy