SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિ(તેજ)નો સમારંભ ન કરવો જોઈએ. આમ, જે અગ્નિના વેપારને જાણે છે તે અગ્નિ(તેજસ્કાય)નો ખેદજ્ઞ' હોય છે. તે દીર્ઘલોક શસ્ત્રનો ખેદજ્ઞ “અશસ્ત્ર' અર્થાત્ સત્તર પ્રકારના સંયમનો ખેદજ્ઞ હોય છે. સંયમ કોઈ જીવનું વ્યાપાદન નથી કરતું, તેથી અશસ્ત્ર છે. આમ સંયમ દ્વારા બધાં પ્રાણીઓને અભય પ્રાપ્ત થાય છે. એનું અનુષ્ઠાન કરનારાઓ સંયમીની નિપુણ મતિ હોય છે. એ મતિથી પૃથ્વી વગેરેના સમારંભ સ્વરૂપ અગ્નિના વેપારને પરિહાર કરે છે. તેથી નિપુણ મતિવાળો હોવાથી એણે પરમાર્થને જાણી લીધો તે અગ્નિ(તેજસ્કાય)ના સમારંભથી વ્યાવૃત્ત થઈને સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. જે અશસ્ત્ર સ્વરૂપ સંયમમાં નિપુણ છે તે નિશ્ચય જ દીર્ઘલોક શસ્ત્ર - અગ્નિકાય શસ્ત્ર(તેજસ્કાય)નો ક્ષેત્રજ્ઞ છે. આ અહિંસા અને સંયમ પરસ્પર અવિનાભાવ સંબંધવાળા છે. અસંયમી ક્યારેય અહિંસક નથી હોઈ શકતા અને હિંસક ક્યારેય સંયમી નથી હોઈ શકતા. અગ્નિ' શબ્દ તેજસ્કાયના અંતર્ગત અનેક ભેદોમાંથી એક ભેદ છે. તેજસ્કાયના સમસ્ત ભેદ શસ્ત્ર રૂપમાં છે. આનું દ્યોતના દીર્ઘલોક શસ્ત્રના શબ્દથી સૂત્રકારે કર્યું છે. શાસ્ત્રકારોએ તેજસ્કાયની ભયંકરતા સંબંધમાં વિવેચન પ્રસ્તુત કર્યું છે. તેજસ્કાય અને દીર્ઘલોક શસ્ત્રના અંતર્ગત સમગ્ર ભેદ-વિભેદ સન્નિહિત થઈ જાય છે . જેમાં મુખ્યત્વે વિદ્યુત’ને તેજસ્કાય સ્વીકૃત કરવામાં આવે છે. વિધુતની સચિત્તતા આગમના પરિપ્રેક્ષ્યમાં ઃ (૧) “શ્રી પન્નાવણા સૂત્રના પ્રથમ પદમાં તેઉકાયના વર્ણનમાં બાદર તેઉકાય અનેક પ્રકારની બતાવવામાં આવી છે. જેમાં વીજળી વિધુત’ તથા (સંઘરિસ સમુદ્ધિએ) સંઘર્ષથી સમુત્પન્ન થયેલી અગ્નિને પણ બાદર તેઉકાયમાં ગ્રહણ કરી છે. યાવા તદMIT'ના પાઠથી બીજી પણ અનેક પ્રકારની એવી અગ્નિઓ ગ્રહણ કરવામાં આવી છે. વિજળી સંઘર્ષથી ઉત્પન્ન થાય છે. (૨) ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનમાં “વિષ્ણુ” શબ્દથી વિદ્યુતને અગ્નિમાં લીધી છે. (બાદર તેઉકાયના રૂપમાં લીધી છે.) (૩) “શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ'માં પૃ-૨૩૪૭ પર “તેઉકાય' શબ્દની વ્યાખ્યામાં પિંડ નિયુક્તિ, ઓઘ નિયુક્તિ, આવશ્યક મલયગિરિ, કલ્પ-સુબોધિકા, બૃહકલ્પ વૃત્તિથી ઉદ્ધરણ છે. જેનાથી અગ્નિકાય ત્રણ પ્રકારની - (૧) સચિત્ત, (૨) અચિત્ત, (૩) મિશ્ર બતાવી છે. સચિત્ત બે પ્રકારની ૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. ૧. નિશ્ચય સચિત્ત અગ્નિ ઃ ઈંટો પકવવાની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી વગેરે ભઠ્ઠીઓની વચ્ચેનો અગ્નિ વગેરે નિશ્ચય અગ્નિકાય હોય છે. ૨. વ્યવહાર સચિત્ત અગ્નિ ? અંગાર (જ્વાળા રહિત અગ્નિ) વગેરે. ૩. મિશ્ર તેજસ્કાય ? મુર્ખર (તણખાઓ) વગેરે. (૩૦ આ જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy