SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સંશય : સામાયિકના ફળના વિષયમાં સંદેહ કરવો. જેમ કે - એ વિચારવું કે હું સામાયિક કરું છે, પરંતુ એનું ફળ મને મળશે કે નહિ વગેરે. (૮) રોષ : સામાયિકમાં ક્રોધ વગેરે કરવો કે લડી-ઝઘડીને કે રીસાઈને સામાયિક કરવું. (૯) અવિનય : સામાયિકના પ્રત્યે અનાદર કે દેવ-ગુરુ ધર્મનો અવિનય કરવો. (૧૦) અબહુમાન ઃ બેગાર સમજીને સામાયિક કરવું, હાર્દિક ભક્તિથી પ્રેરિત ન થઈને સામાયિક કરવું. ઉક્ત ૧૦ દોષ મનથી સંબંધિત છે. વચનના ૧૦ દોષો આ પ્રમાણે છે : कुवयण सहसाकारे, सच्छंद संखेव कलहं य । विगहा विहासोऽसुद्धं निरवेक्खो मुणमुणा दोसा दस ॥ (૧) કુવચન : સામાયિકમાં કુત્સિત, ગંદા, અપશબ્દ બોલવા, મર્મસ્પર્શી કટાક્ષ કરવો. (૨) સહસાકાર : વગર વિચાર્યે અચાનક અસત્ય વચન બોલવા. (૩) સ્વચ્છંદ : સામાયિકમાં કામોત્તેજક, ઉચ્છંખલ, અશ્લીલ ગીત ગાવું કે ગંદી વાતો કરવી. (૪) સંક્ષેપ : સામાયિકના પાઠને સંક્ષિપ્ત કરીને બોલવો. (૫) ક્લેશ : સામાયિકમાં ક્લેશકારી-ક્લહકારી વચન બોલવાં. (૬) વિકથા : કોઈપણ સુદુદ્દેશ્ય વગર સ્ત્રીકથા, ભત્તકથા (ભોજન સંબંધિત ચર્ચા), રાજકથા અને દેશકથા કરવી. (૭) હાસ્ય : સામાયિકમાં હસી-મજાક કરવી. (૮) અશુદ્ધ : સામાયિકનો પાઠ અશુદ્ધ બોલવો. (૯) નિરપેક્ષ : સિદ્ધાંત વિરુદ્ધ એકાંત કે નિશ્ચયકારી વચન બોલવાં અથવા સાવધાની રાખ્યા વગર બોલવું. (૧૦) મુમ્મન : સામાયિકના પાઠ વગેરેનું સ્પષ્ટ ઉચ્ચારણ ન કરીને અસ્પષ્ટ ગણગણાટ કરતું ઉચ્ચારણ કરવું. ઉપરના ૧૦ દોષ વચનથી સંબંધિત છે. શરીરથી સંબંધિત ૧૨ દોષો આ પ્રમાણે છે : कुआसणं चलासणं चल टिट्ठी, सावज्जकिरियालंबणाकुंचण-पसारणं । સાતમ-મોકળ-મન-વિમાસળ, નિદ્રા-વેયાવત્તિ વારસ જાયોસા ॥ (૧) કુઆસન : સામાયિકમાં પગ પર પગ ચડાવીને કે અવિનયપૂર્વક કે અન્ય કુઆસનથી બેસવું. (૨) ચલાસન : સ્થિર આસનથી ન બેસતાં વારંવાર આસન બદલતાં રહેવું. (૩) ચલ દિદ્ઘિ : સામાયિકમાં દૃષ્ટિને સ્થિર ન રાખતાં વારંવાર અહીં-તહીં જોવું. જિણઘો lox
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy