________________
(૫) આ વ્રતનો પાંચમો અતિચાર છે સ્મૃતિનું લુપ્ત થઈ જવું. કેટલીક વાર વ્રતધારી પ્રત્યેક દિશામાં નિયત કરેલી પોતાની ક્ષેત્ર મર્યાદાને ભૂલીને મર્યાદિત ક્ષેત્રથી આગળ ચાલ્યો જાય છે, અથવા કદાચ હું મર્યાદિત ક્ષેત્ર સુધી તો આવી ગયો છું, આ પ્રકારની સંદિગ્ધ અવસ્થામાં પણ આગળ વધતા જવું, સ્મૃતિ-અંતર્ધ્યાન નામનો અતિચાર છે.
પ્રત્યેક દિશા પરિમાણ વ્રતધારી શ્રાવકને ઉક્ત પાંચ અતિચારોથી સાવધાનીપૂર્વક બચવું જોઈએ. એને નિરતિચાર રૂપથી આ વ્રતની આરાધના કરવી જોઈએ. નિરતિચાર રૂપથી આ વ્રતની આરાધના કરનાર સદ્ગૃહસ્થ શ્રાવક પોતાનાં મૂળ અણુવ્રતોમાં વિશેષતા લાવી શકે છે.
૪
ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત
શ્રાવકનું બીજું ગુણવ્રત ઉપભોગ-પરિભોગ, પરિમાણ વ્રત છે. આ વ્રતમાં રોજ-રોજ ઉપયોગમાં આવતી વસ્તુઓની મર્યાદા કરવામાં આવી છે. વિવેકવાન સદ્ગૃહસ્થ શ્રાવક રોજબરોજના ઉપયોગમાં આવતી પદાર્થોની એક મર્યાદા નિશ્ચિત કરી લે છે અને એના સિવાય બધા ઉપભોગ-પરિભોગ યોગ્ય પદાર્થોનો ત્યાગ કરી દે છે. આમ, સ્વેચ્છાથી ઉપભોગ્ય તથા પરિભોગ્ય પદાર્થોની મર્યાદા કરી લેવી ઉપભોગ-પરિભોગ-પરિમાણ વ્રત કહેવાય છે.
મનુષ્યનું જીવન ભોગોપભોગ માટે નથી. સાચા અર્થોમાં આ માનવજીવન મોક્ષની સાધના માટે પ્રયત્ન કરવા હેતુ છે. તેથી વિવેકી શ્રાવક ભોગોની પાછળ આંધળો થઈને નથી દોડતો, પણ પોતાની પરિસ્થિતિ, શક્તિ, રુચિ, હેસિયત અને આર્થિક ક્ષમતાનો વિવેક કરીને ભોગોની મર્યાદા કરે છે. તેથી એને માટે ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત આવશ્યક બતાવવામાં આવ્યા છે.
શ્રાવક જે-જે પદાર્થોનો ઉપભોગ-પરિભોગ કરે છે, એની પાછળ એની દૃષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થઈને એમને પોષતાં રહેવાની ન હોવી જોઈએ. સામાન્ય રીતે સાંસારિક પદાર્થોના ઉપભોગ બે કારણોથી થાય છે - એક તો શરીર૨ક્ષા માટે અને બીજું ભોગવિલાસોની પ્રાપ્તિ માટે. આ બંને કારણોમાંથી શ્રાવકે બીજા કારણથી ઉપભોગ-પરિભોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અનિવાર્ય શરીરરક્ષા માટે કરવામાં આવતા ઉપભોગપરિભોગ વિશે પણ આ મર્યાદા રાખવી જોઈએ કે હું અમુક-અમુક પદાર્થોનો જ ઉપભોગપરિભોગ કરીશ, બાકીનો નહિ.
આ વ્રતનો ઉદ્દેશ્ય શ્રાવકને જીવન જીવવાની એવી કળા શીખવાડે છે, જેનાથી તે અનિવાર્ય કારણવશ સેવન કરનાર પદાર્થોનો પણ વિવેકપૂર્વક મર્યાદાપૂર્વક ઉપભોગ કરતાં-કરતાં પોતાનું જીવન સુખ-શાંતિપૂર્વક વિતાવી શકે.
સંસારમાં મુખ્યત્વે લોકો બે રીતનું જીવન જીવે છે : એક તો ઇન્દ્રિયજન્ય વિષયોની પૂર્તિ માટે અંધાધુંધ, અવિવેકપૂર્વક પદાર્થોનો ઉપભોગ કરીને અને બીજું વિવેકપૂર્વક ઉપભોગ - પરિભોગ પરિમાણ વ્રત
૩૧