SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ "सव्वं से जाइयं होइ, णत्थि किंचि अजाइयं" - ઉ., અ.-૨, ગા.-૨૮ અર્થાત્ સાધુને માટે જે કોઈ સામગ્રી ઉપયોગી હોય છે તે બધી યાચિત જ હોય છે, અયાચિત કોઈ વસ્તુ તેની પાસે હોતી નથી. આ દૃષ્ટિકોણથી તેને પર દત્ત ભોઈ પણ કહેવાય છે. ભિક્ષા ત્રણ પ્રકારની બતાવી ગઈ છે - દાન વૃત્તિ, પૌરુષદની અને સર્વ સમ્પત્કરી. અનાથ અને અપંગ વ્યક્તિ માંગીને ખાય છે, તે દીનવૃત્તિ ભિક્ષા છે. શ્રમ કરવામાં સમર્થ વ્યક્તિ માંગીને ખાય છે, તે પૌરુષદની ભિક્ષા છે. સંયમી માધુકરી વૃત્તિ દ્વારા સહજ સિદ્ધ આહાર લે છે, તે સર્વસમ્પત્કરી ભિક્ષા છે. દીન વૃત્તિનો હેતુ અસમર્થતા પૌરુષનીનો હેતુ નિષ્કર્મણ્યતા અને સર્વસમ્પત્કરીનો હેતુ અહિંસા છે. નિગ્રંથ અણગાર અહિંસા અને અપરિગ્રહ મહાવ્રતના પાલન માટે સર્વસમ્પત્કરી ભિક્ષાનું અવલંબન લે છે. એમની ભિક્ષામાં ન દીન વૃત્તિ છે અને ન પૌરુષહીનતા છે. તે નિતાના અહિંસાની આરાધના હેતુ છે. મુનિ ભોજન માટે જીવ વધ ન કરે, ન કરાવે અને ન કરનારનું અનુમોદન કરે, મોલ ન લે, ન લેવડાવે, અને ન લેનારનું અનુમોદન કરે તથા ન પકવે, ન પકવાએ અને ન પકવનારનું અનુમોદન કરે - આ નવ કોટિઓથી વિશુદ્ધ અને ભૈક્ષ અન્નાદિ જ મુનિ માટે વિધિ-વિધાન અનુસાર ગ્રાહ્ય હોય છે. તીર્થંકર દવે સાધુના નિર્વાહ હેત અસાવદ્ય નિર્દોષ મધુકરી વૃત્તિનો નિર્દેશ કર્યો છે. સાધનાકાળમાં શરીર, વાણી અને મન ત્રણે હોય છે. શરીર આહાર વગર ટકતું નથી. આહાર હિંસા વગર નિષ્પન્ન થતો નથી. આ જટિલ સ્થિતિ છે. હવે કોઈ કેવી રીતે પૂરા અહિંસક બને? સાધનાનું આ પહેલું ચરણ મૂંઝવણથી ભરેલું છે. આના સમાધાન સ્વરૂપ મધુકરી વૃત્તિનું પ્રતિપાદન થયું છે. દશવૈકાલિક સૂત્ર'ના દુમ પુષ્પિકા' નામના પ્રથમ અધ્યયનમાં મધુકરી વૃત્તિનું સુંદર પ્રતિપાદન કર્યું છે - जहा दुमस्स पुप्फेसु भमरो आवियइ रसं । ण य पुप्फ किलामेइ, सो य पीणेइ अप्पयं ॥ एमेए समणा मुत्ता जे लोए संति साहूणो । विहंगमा व पुप्फेसु, दाण भत्तेसणे रया ॥ वयं च वित्तिं लब्भामो, ण य कोई उवहम्मई । अहागडेसु रीयंते, पुप्फेसु भमरो जहा ॥ - દશવૈકા. અ-૧, ગા.- ૨/૩/૪ * સર્વ પર રોક્યા, પૌરુષની તથાપરા वृत्ति भिक्षा च तत्वज्ञैरिति भिक्षा त्रिधोरिता ॥ - હરિભકીય અષ્ટક પ્રકરણ ( એષણા સમિતિ 20000000000000૮૯૦)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy