SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાના દોષો અને ગુણોને જાણીને દોષપૂર્ણ ભાષાને સદા છોડનાર, છકાય જીવોના પ્રતિ સંયત, શ્રામણ્યમાં સદા સાવધાન રહેનારા પ્રબુદ્ધ ભિક્ષુ હિત અને અનુલોમિક અનુકૂળ વચન બોલવા. ગુણ-દોષને પારખીને બોલનારા, સુસમાહિત ઇન્દ્રિયવાળા ચાર કષાયોથી રહિત, અનિશ્રિત (તટસ્થ) ભિક્ષુ પૂર્વકૃત પાપ મળને નષ્ટ કરી વર્તમાન તથા ભાવિ લોકની આરાધના કરે છે. આચારાંગ સૂત્ર'ની ભાવૈષણાને ઉપસંહાર કરતા સૂત્રકારે કહ્યું છે - "से भिक्खू वा वंता कोहं च माणं च मायं च लोभं च अणुवीइ निट्ठाभासी, निसम्मभासी, अतुरियभासी, विवेगभासी समिवाए संजए भासं भासिज्जा ।" “ક્રોધ, માન, માયા અને લોભનો પરિત્યાગ કરતા મુનિએ ભાષાનો પ્રયોગ કરવો જોઈએ. તેણે ખૂબ શીઘ્રતાથી બોલવું ન જોઈએ, કારણ કે સમજ્યા-વિચાર્યા વગર બોલવાથી અનિષ્ટ અને પાપની સંભાવના રહે છે. તેણે વિચાર કરીને એકાંત નિરવદ્ય વચન બોલવા જોઈએ. તેણે સમજી-વિચારીને વિવેકપૂર્વક બોલવું જોઈએ. આ પ્રકારે વિવેક્યુક્ત બોલવું જોઈએ. આ પ્રકારે વિવેકયુક્ત બોલનાર શ્રમણ ભાષા સમિતિથી યુક્ત સંયત ભાષાનો વ્યવહાર કરે. આ સાધુ-સાધ્વીનો સમગ્ર આધાર છે. ઉક્ત આગમિક ઉદ્ધરણોના પ્રકાશમાં ભાષા સમિતિનું સ્વરૂપ સ્પષ્ટ તથા ઉદ્ભાસિત થઈ જાય છે. જે શ્રમણ અથવા શ્રમણી વર્ગ ભાષા સમિતિનો પૂર્ણ ઉપયોગ રાખતા વચન પ્રયોગ કરે છે તે ભગવાનની આજ્ઞાના પાલક છે. તેથી તે વચન ગુપ્તિથી પણ ગુપ્ત છે. આ પ્રકાર ભાષા સમિતિ અને વચન ગુપ્તિના આરાધક મુનિ નિર્દોષ ચારિત્રનું પાલન કરે છે. K૯૩) ( એષણા સમિતિ ઘર-બાર, કુટુંબ, પરિવાર છોડીને અણગાર બનેલા અહિંસક અને અકિંચન શ્રમણ નિગ્રંથની સામે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે પોતાની પ્રતિજ્ઞાઓને પાળતા જીવનનિર્વાહની અપરિહાર્ય અન્નપાનાદિની ઉપલબ્ધિ (પ્રાપ્ત) કેવી રીતે કરે ? જ્યાં સુધી મુનિની સાથે શરીર છે ત્યાં સુધી તેને આહારાદિ સામગ્રી આપવી અપરિહાર્ય છે, કારણ કે આહારાદિના અભાવથી શરીરની સ્થિતિ બનતી નથી અને શરીરની સ્થિતિના અભાવમાં જ્ઞાન, ધ્યાન વગેરે મોક્ષાંગોની આરાધના સંભવ નથી. તેથી તીર્થકર દેવોએ આ સમસ્યાનું નિદાન અને સમાધાન ખૂબ જ સૂક્ષ્મતાની સાથે વિસ્તારપૂર્વક કર્યું છે. જીવનનિર્વાહ માટે જો સાધુ કોઈ વ્યવસાય કરે છે તો તેને રૂપિયાની લેવડદેવડ કરવી આવશ્યક થઈ જશે, જે તેના અપરિગ્રહ અને અહિંસા વ્રત માટે બાધા રૂપ છે. આવી સ્થિતિમાં તેની સામે એક જ વિકલ્પ રહી જાય છે કે તે ભિક્ષા દ્વારા આહારાદિ આવશ્યક સામગ્રીનું ઉપાર્જન કરે. તેથી આગમમાં કહ્યું છે - (૮૯) 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો ]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy