SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વની પ્રાપ્તિ કરીને જે આત્મા બીજા જીવોને સમ્યકત્વ પ્રાપ્ત કરવામાં સહાયક હોય છે, એમના મહિમાનો ઉલ્લેખ કરતા શ્રી હરિભદ્ર સૂરિએ કહ્યું છે - सयलं वि जीवलोए, तेण इह घोसिओ अमाघाओ । इक्कं पि जो दुहत्तं सन्तं बोहेइ जिणवयणे ॥ सम्मत्त दायगाणं, दुप्पडियारं भवेसु बहुएसु । सव्वगुण मिलियाहिं वि, उवयारसहस्स कोडिहिं । જે ભવ્યાત્મા કોઈ એક પણ દુઃખા જીવને શ્રી જિન-પ્રવચનમાં પ્રતિબોધિત કરે, તો એ જીવે સમસ્ત સંસારમાં અમારિ-ઘોષણા કરાવવાનું કાર્ય કર્યું છે એવું માનવું જોઈએ. કારણ કે તે પ્રતિબોધિત જીવ અહિંસક બનીને જીવો અભયદાન આપનાર હોય છે. ઘણા ભવોમાં, કરોડો પ્રકારના ઉપકાર કરવા છતાંય સમ્યકત્વ પ્રાપ્ત કરાવનાર પરમોપકારીના એ પરમોપકારનો પ્રત્યુપકાર હોવું અત્યંત દુષ્કર છે. સમ્યકત્વનું દાન સમસ્ત ઉપકારોમાં મહાન ઉપકાર છે. અવિરત સમ્યગુ દષ્ટિ જીવ ભલે સ્વયં વિરતિ સ્વીકાર નથી કરી શકતો, પરંતુ તે વિરતિને ઉપાદેય માને છે અને અન્ય લોકોને વિરતા હોવાની પ્રેરણા કરે છે. અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયથી વિરતિ ન ધારણા કરી શકવા છતાંય તે એવી આકાંક્ષા રાખે છે કે તે દિવસ ધન્ય હશે, જ્યારે હું વિરતિના પથ પર ચાલી શકીશ. આ પ્રકારની ભાવના અને સમ્યકત્વની દઢતાના કારણે એવી સ્થિતિ એક દિવસ આવી જાય છે કે અપ્રત્યાખ્યાનાવરણનો ઉદય રોકાઈ જાય છે કે ક્ષયોપશમ થઈ જાય છે, જેનાથી જીવ દેશ વિરતિ અને સર્વ વિરતિની તરફ આગળ વધે છે અને એમને અંગીકાર કરી લે છે. દેશ વિરતિ : સમ્યકત્વની પ્રાપ્તિ પછી આધ્યાત્મિક વિકાસ કર્મ અનુસાર દેશ વિરતિ અને સર્વ વિરતિનો આરંભ થાય છે. ભલે દેશ વિરતિ હોય કે સર્વ વિરતિ હોય, સમ્યકત્વનું હોવું તો અનિવાર્ય છે. સમ્યકત્વના હોવાથી જ વ્રત સાર્થક થાય છે, અન્યથા નિરર્થક. સમ્યકત્વ અને એના અતિચારોના વિષયમાં વિસ્તારપૂર્વક સમ્યગુ દર્શનના પ્રકરણમાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે, તેથી એને અહીં નથી દોહરાવતા, પરંતુ આ અવશ્ય જ ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે સમ્યકત્વપૂર્વક કરેલું વ્રતારાધન જ ચારિત્રની પરિધિમાં આવે છે. સમ્યકત્વ રહિત વ્રતાચરણ કાયક્લેશ માત્ર છે, ગૃહસ્થનાં વ્રતોનો ઉલ્લેખ કરતાં “યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે - सम्यक्त्वमूलानि पंचाणव्रतानि गणान्त्रयः । शिक्षा पदानि चत्वारि व्रतानि गृह मेधिनाम् ॥ - યોગશાસ્ત્ર પ્રકાર-૨ (૧૬) છે. 2000 2000 જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy