SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ આક્ષેપણી કથા દ્વારા સમ્યકત્વ પુષ્ટ થવાથી જ વિક્ષેપણી કથા કહેવી જોઈએ, અન્યથા વિપરીત પ્રભાવ પડવાની સંભાવના રહે છે. (૩) સંવેગની કથા : જે કથા દ્વારા સંસારની નીરસતા બતાવીને મોક્ષ કે ધર્મની પ્રત્યે રુચિ જાગૃત કરવામાં આવે, તે સંવેગની કથા છે. એના ચાર ભેદો છે : ઇહલોક સંવેગની : મનુષ્યભવ કદલીતંભ સમાન અસાર અને અસ્થિર છે, એવું પ્રતિપાદન કરી મોક્ષ પ્રત્યે રુચિ જગાવવી. પરલોક સંવેગની : દેવ પણ ઈર્ષા, વિષાદ, ભય, વિયોગ વગેરેથી દુઃખી છે, એવું બતાવીને મોક્ષ પ્રત્યે રુચિ જગાવવી. સ્વશરીર સંવેગની આ પોતાનું શરીર અશુચિઓ અને રોગોનું ઘર છે એવું બતાવીને મોક્ષના પ્રત્યે રુચિ જગાવવી. પરશરીર સંવેગની : કોઈ મૃત શરીરના વર્ણન દ્વારા મોક્ષની રુચિને જગાવવી. (૪) નિર્વેદની કથા : ઈહલોક અને પરલોકમાં પાપ-પુણ્યના શુભાશુભ ફળને બતાવીને સંસારથી ઉદાસીનતા પેદા કરનારી કથા નિર્વેદની કથા છે. એના ચાર ભેદો છે: (૧) ઇહલોકમાં કરેલાં અશુભ કર્મો આ જ ભવમાં દુઃખરૂપ ફળ આપનાર હોય છે. જેમ કે - ચોરી, પરસ્ત્રીગમન કરનારાઓ રાજદંડ અને લોકદંડથી દંડિત થાય છે. આ જ રીતે આ ભવમાં કરેલા શુભ કર્મનું ફળ આ જ લોકમાં મળી જાય છે. જેમ કે - તીર્થકરને દાન આપનાર પુરુષના ત્યાં સ્વર્ણ-વૃષ્ટિ વગેરે પાંચ દિવ્ય પ્રગટ થાય છે. આ પ્રથમ નિર્વેદની કથા છે. (૨) આ લોકમાં કરેલાં દુષ્કર્મ પરલોકમાં અશુભ ફળ આપે છે. જેમ મહારંભ, મહાપરિગ્રહથી નરકમાં દુઃખ ભોગવવું પડે છે. આ લોકમાં કરેલાં શુભ કર્મોનું ફળ આગામી જન્મમાં સુખરૂપ ફળ આપનાર હોય છે. જેમ સુસાધુ આ લોકમાં પાળેલા નિરતિચાર સંયમનું સુખરૂપ ફળ પરલોકમાં મેળવે છે. આ બીજી નિર્વેદની કથા છે. (૩) પરલોકમાં કરેલા શુભાશુભ કર્મ આ ભવમાં શુભાશુભ ફળ આપે છે. જેમ પરલોકમાં કરેલાં અશુભ કર્મના કારણે જીવ આ ભવમાં હીન કુલમાં ઉત્પન્ન થઈને રોગપીડિત અને દારિજ્યપીડિત જોવા મળે છે. અને પૂર્વભવમાં શુભ કર્મ કરનાર જીવ આ ભવમાં સમૃદ્ધિ વગેરે ભોગવતાં જોવા મળે છે. આ ત્રીજી નિર્વેદની કથા છે. (૪) પરલોકમાં કરેલાં શુભાશુભ કર્મો આગામી ભવમાં (પરલોકમાં) શુભાશુભ ફળ આપે છે. જેમ પૂર્વભવમાં અશુભ કર્મ કરીને જીવ કાગડો, ગીધ વગેરેના રૂપમાં ઉત્પન્ન થાય છે અને અહીં બીજા અશુભ કર્મ કરીને તે નરકમાં જાય છે. આ જ રીતે પૂર્વમાં આચરિત શુભ કર્મોનું ફળ દેવલોકમાં ભોગવ્યા પછી મનુષ્ય વગેરે ભવમાં પણ સુખરૂપ ફળ પ્રાપ્ત કરે છે. તે ચોથી નિર્વેદની કથા છે. આમ, ધર્મકથાના નિરૂપણ દ્વારા પણ સ્વાધ્યાય તપનું આરાધન થઈ શકે છે, તેથી આને તપના ભેદોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. [ આત્યંતર તપ છે છે છે (૯૦૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy