SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ (ધ્યાન) 'उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम्' - તત્ત્વાર્થ સૂત્ર અ.-૯, સૂત્ર-૨૭ ધ્યાન : ઉત્તમ સંતાનનવાળી વ્યક્તિ દ્વારા કોઈ એક વિષયમાં અંતઃકરણની વિચારધારાને સ્થાપિત કરવી ધ્યાનનું લક્ષણ છે. સામાન્યતઃ મનની વિચારધારા ક્ષણ ક્ષણમાં બદલાતી રહે છે. તે પ્રતિક્ષણ અન્ય-અન્ય દિશાઓમાં વહેતી હવામાં સ્થિત દીપશિખાની જેમ અસ્થિર થાય છે. એવી ચિંતનધારાને પ્રયત્નપૂર્વક અન્ય વિષયોથી હટાવીને એક જ વિષયમાં સ્થિર રાખવી ધ્યાન છે. ધ્યાનનું આ સ્વરૂપ છઘસ્થમાં જ સંભવ છે, તેથી એવું ધ્યાન બારમાં ગુણસ્થાન સુધી હોય છે. છદ્મસ્થના ધ્યાનનું કાળ-પરિમાણ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી છે. એનાથી વધુ કાળ સુધી છદ્મસ્થનું ધ્યાન એક વિષય પર ટકી શકતું નથી. અલબત્ત એક વિષયથી બીજા વિષય પર, બીજાથી ત્રીજા વિષય પર ચિંતનનો પ્રવાહ ચાલુ રહેવાથી ધ્યાનનો પ્રવાહ વધુ સમય સુધી પણ ચાલી શકે છે. જેમ કે - યોગશાસ્ત્રમાં કહ્યું છે - मुहूर्तात्परतः चिन्ता यद्वा ध्यानान्तरं भवेत् । बह्वर्थं संक्रमे तु स्याद्दीर्घाऽपि ध्यानसंततिः ॥ - યોગશાસ્ત્ર પ્રકાર-૪, શ્લોક-૧૧૬ અર્થાત્ અંતર્મુહૂર્તથી આગળ આલંબન ભેદથી ધ્યાનાંતર થઈ શકે છે, પરંતુ એક વિષયક ધ્યાન અંતમુહૂર્તથી વધુ કાળ સુધી નથી થઈ શકતું. ધ્યાનનો એવો જ સ્વભાવ છે. અન્ય વસ્તુ પર ચિંતન ધારાનું સંક્રમણ હોવાથી ધ્યાનની ધારા અંતર્મુહૂર્તથી વધુ પણ ચાલી શકે છે. આ જ અભિપ્રાયથી એવું કહેવામાં આવે છે કે એક દિવસ કે એક અહોરાત્ર સુધી કે વધુ કાળ (સમય) સુધી ધ્યાન કરવું.' સર્વજ્ઞ દશામાં ચિત્તવ્યાપાર ન હોવાથી ચિત્ત નિરોધરૂપ એકાગ્ર ધ્યાન ઘટિત નથી થતું, ત્યારે પ્રશ્ન થાય છે કે - “સર્વજ્ઞદશામાં શું કોઈ ધ્યાન થાય છે? જો હોત તો એનું સ્વરૂપ શું છે?' આ પ્રશ્નનો જવાબ બે રીતથી આપવામાં આવ્યો છે - એક તો વિહરમણ સર્વશની દશામાં દેશોનકોટિપૂર્વ પર્યત એમાં કોઈ ધ્યાન સ્વીકાર કરવામાં આવ્યું નથી. બીજો જવાબ છે કે - “સર્વજ્ઞદશામાં મન, વચન અને શરીરના વ્યાપાર સંબંધિત સુદઢ પ્રયત્નને જ ધ્યાનના રૂપમાં માનવામાં આવે છે.” એવું ધ્યાન અંતર્મુહૂર્તથી વધુ કાળ સુધી પણ થાય છે. તેરમા ગુણસ્થાનના અંતમાં જ્યારે માનસિક, વાચિક અને કાયિક વ્યાપારના નિરોધના ક્રમનો પ્રારંભ થાય છે, ત્યારે સ્થૂલ કાયિક નિરોધ પછી સૂક્ષ્મ કાયિક યોગના અસ્તિત્વમાં સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ નામનું ત્રીજું શુક્લધ્યાન માનવામાં આવ્યું છે. અને ચૌદમા ગુણસ્થાનની અયોગી દશામાં શૈલેશીકરણના સમયમાં સમુચ્છિન્ન-ક્રિયાનિવૃત્તિ નામનું ચોથું શુક્લધ્યાન (૯૪) છેઆ છે , DOOK જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy