SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વમિત્રનો ક્ષણભંગવાદ : વીર નિર્વાણના ૨૨૦ વર્ષ પછી મિથિલાપુરીમાં સમુચ્છેદ દૃષ્ટિ ઉત્પન્ન થઈ. તેના પ્રવર્તક અશ્વમિત્ર હતા. તે આર્ય મહાગિરિના શિષ્ય કોદિત્યના શિષ્ય હતા. નૈપુણિક નામની વસ્તુનું અધ્યયન કરતા તેને શંકા ઉત્પન્ન થઈ કે - જો વર્તમાન સમયવર્તી નારક સર્વ વ્યચ્છિન્ન થઈ જશે તો સુકૃત-દુષ્કૃત કર્મની વેદન કેવી હશે ? કારણ કે ઉત્પત્તિના અનંતર જ બધા જીવોનો નાશ થઈ જાય છે. ગુરુએ યુક્તિઓથી તેને સમજાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પોતાનો આગ્રહ ન છોડ્યો. ત્યારે સંઘે તેને બહાર કરી દીધો. એકવાર વિચરતા અશ્વમિત્ર રાજગૃહી નગરમાં આવ્યા. ત્યાં ખંડરક્ષ નામનો શ્રાવક હતો. તે સરકારી અધિકારી પણ હતો. નિન્દ્વવોને આવેલ જાણીને તેઓ તેને મારવા લાગ્યા. તેમણે કહ્યું - “તમે શ્રાવક થઈને સાધુઓને કેમ મારો છો ?” ત્યારે ખંડરક્ષ શ્રાવકે કહ્યું - જે સાધુ હતા તે નષ્ટ થઈ ગયા, હવે તો તમે અન્ય છો, આ તમારો જ સિદ્ધાંત છે.’’ ત્યારે એ નિન્હેવોએ ડરીને પોતાનો આગ્રહ છોડી દીધો. તેઓ સમ્બુદ્ધ થયા અને ‘મિચ્છામિ દુક્કડં’ આપીને ગુરુની સેવામાં ઉપસ્થિત થઈ ગયા. ક્ષણભંગવાદની સમીક્ષા : પૂર્વ પક્ષ : પ્રત્યેક વસ્તુ ઉત્પત્તિના અનન્તર જ નષ્ટ થનારી હોય છે. કારણ કે આગમમાં કહ્યું છે - “પ્રત્યુત્પન્ન સમય નારક બધા નષ્ટ થનાર છે. એવું યાવત્ વૈમાનિક આ રીતે દ્વિતીયાદિ સમયમાં પણ કહેવું જોઈએ. ઉત્તર પક્ષ ઃ ઉક્ત દૃષ્ટિ એકપક્ષીય હોવાથી મિથ્યા છે. ‘વસ્તુ પ્રતિ સમય વિનાશી છે.’ આ કથન માત્ર ઋજુસૂત્ર નયનું છે, સર્વનય, સંમત નહિ. તેથી મિથ્યા છે. વસ્તુ અનંત સ્વ-પર પર્યાયાત્મક છે. તેનો સર્વથા નાશ થઈ શકતો નથી. કાળ-પર્યાયના નષ્ટ થવા માત્રથી વસ્તુનો સર્વથા વિનાશ સંભવ નથી. જે સમય તે નારક પ્રથમ સમય નારક રૂપથી નષ્ટ થયા, તે જ સમયે તે દ્વિતીય સમય નારકના રૂપમાં ઉત્પન્ન પણ થયા અને જીવ દ્રવ્યના રૂપમાં સ્થિર રહ્યા. તેથી કાળ પર્યાયના ઉચ્છિન્ન થવા માત્રથી કોઈ વસ્તુનો સર્વથા વિનાશ થતો નથી. ‘આગમ’માં કહ્યું છે - ખૈરયિક દ્રવ્યની અપેક્ષા શાશ્વત છે અને પર્યાયની અપેક્ષા અશાશ્વત છે.” પૂર્વ નિર્દિષ્ટ પાઠમાં ‘પ્રથમ સમય' વિશેષણ આપવામાં આવ્યું છે. તેનાથી પણ સર્વથા નષ્ટ થતું નથી ધ્વનિત થાય છે. જો નારકનો પ્રથમ સમયમાં સર્વથા નાશ થઈ ગયો હોય તો ‘દ્વિતીય સમય નારક' આવો પ્રયોગ કેવી રીતે થઈ શકે છે ? બધા સમયોમાં અવસ્થિત રહેવાથી જ આ પ્રકારનો પ્રયોગ સંભવ છે. શંકા : પદાર્થ પ્રતિ સમય ઉપર ઉપર સમાન ક્ષણોને ઉત્પન્ન કરતા રહે છે. તે સમયે સંતતિ(સંતાન)ની અપેક્ષાથી પ્રથમ, દ્વિતીય વગેરે નારકોનો ઉપદેશ થઈ શકે છે. જિણધમ્મો ૫૪૨
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy