SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) સૌમ્ય દૃષ્ટિ : જેની આંખોથી નિર્મળ સ્નેહ ટપકતો હોય. જેનું હૃદય શુદ્ધ અને ગુણગ્રાહી હોય છે, એની આંખોમાં સ્નેહ ભરેલો હોય છે. દુષ્ટ પ્રકૃતિના લોકોનાં નેત્રોથી, ચહેરાથી ક્રૂરતા ટપકે છે. ક્રૂર દૃષ્ટિવાળી વ્યક્તિ ધર્મને અડી પણ નથી શકતી. (૧૩) ગુણાનુરાગી : ગુણ અને ગુણવાનો પ્રત્યે આદર અને પ્રમોદભાવ રાખનાર હોય. (૧૪) સત્યકથક : ધર્મ અને સદાચારની વાતો કરનાર હોય, અથવા ધર્મ કથા સાંભળવામાં રુચિ રાખનાર હોય અથવા સુપક્ષયુક્ત હોય, સત્યનો પક્ષ લેનાર હોય અથવા, જેનો પરિવાર ધર્મમાં બાધક ન હોય, એવી વ્યક્તિ ઉન્માર્ગમાં ગમન ન કરતાં સન્માર્ગમાં જ પ્રાયઃ પ્રવૃત્ત થાય છે. કોઈ-કોઈ સત્યકથક અને સુપક્ષયુક્તને અલગ-અલગ ગુણ માને છે. એમના મતાનુસાર મધ્યસ્થ અને સૌમ્ય દૃષ્ટિમાંથી કોઈ એક ગુણ માનવામાં આવે છે. (૧૫) સુદીર્ઘદર્શી : વિચારપૂર્વક કાર્ય કરનાર. પ્રત્યેક કાર્યને દીર્ઘદૃષ્ટિથી વિચાર કરનાર, અચાનક કોઈ કામ ન કરનાર હોય. અચાનક કામ કરવાથી બહુ જ અનિષ્ટ થઈ જવાની સંભાવના રહે છે. જે વિચારપૂર્વક કામ કરતો હોય તે ધર્મનો યોગ્ય અધિકારી છે. (૧૬) વિશેષજ્ઞ : હિતાહિતમાં વિવેક કરનાર હોય. ગુણ-દોષના અંતરને સમજનાર હોય. સારું-ખોટું જાણનાર હોય. (૧૭) વૃદ્ધાનુગ : જ્ઞાનવૃદ્ધ અને અનુભવવૃદ્ધ પુરુષોનું અનુસરણ કરનાર હોય. એવી વ્યક્તિ પ્રાયઃ વિપત્તિનો ભાગી નથી હોતો. (૧૮) વિનીત : ગુરુજનો અને પૂજ્ય પુરુષોનો વિનય કરનાર હોય. (૧૯) કૃતજ્ઞ : ઉપકારીના ઉપકારને માનનારો હોય. (૨૦) પરહિતકારી : બીજાનું હિત કરવામાં તત્પર હોય, સુદાક્ષિણ્યથી કહેવાથી કે પ્રાર્થના કરવાથી પરહિત કરનાર અર્થ અભિપ્રેત છે, જ્યારે એમાં સ્વયમેવ પરહિતમાં પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અંતર્નિહિત છે. એ જ બંનેમાં અંતર સમજવું જોઈએ. (૨૧) લબ્ધ લક્ષ્ય : જે ધર્મ-ક્રિયાઓનો સારો અભ્યાસી હોય અર્થાત્ ધર્મના પૂર્વ સંસ્કારોના કારણે જે ધર્માનુષ્ઠાનોને તરત જ સમજી અપનાવી લેતો હોય. માર્ગાનુસારીના ૩૫ ગુણ અને શ્રાવકના ૨૧ ગુણમાં ખૂબ જ સામાન્ય - સમાન વાતો છે. આ ગુણોને અપનાવ્યા પછી જ દેશ વિરતિ કે સર્વ વિરતિની યોગ્યતા આવે છે. કહ્યું છે - जह चिन्तामणि रयणं, सुलहं न होइ तुच्छ विहवाणं । गुण विहव वज्जियाणं जियाण तह धम्मरयपि ॥ જે રીતે દરિદ્ર વ્યક્તિને ચિંતામણિ રત્નની પ્રાપ્તિ નથી થઈ શકતી, એ જ રીતે જે વ્યક્તિ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણ કે શ્રાવકના એકવીસ ગુણરૂપી વૈભવથી રહિત હોય છે એને ૬૧૨ જિણધમ્મો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy