SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અંગવાળો અર્થ પણ અપેક્ષિત છે. આ અર્થની દૃષ્ટિથી હરિકેશી પરિપૂર્ણ અંગવાળા તો હતા જ. સુંદર રૂપનું હોવું પણ અપેક્ષિત વાત છે. તેથી સામાન્ય રૂપથી રૂપવાનનો અર્થ એટલો જ છે કે તે બીભત્સ અને ધૃણા ઉત્પન્ન કરનાર ન હોય. જે વ્યક્તિ આકૃતિ સંપન્ન હોય છે, તે કદાચ વિરતિ ધર્મનો અંગીકાર કરે છે, તો તે વિશેષ પ્રભાવ જનમાનસ પર છોડે છે, તે અનુભવ સિદ્ધ વાત છે. (૩) સૌમ્ય પ્રકૃતિવાળો : જે શાંત સ્વભાવવાળો હોય, જેની વૃત્તિમાં સૌમ્ય ભાવ હોય છે, એની ઝલક આકૃતિ પર આવી જ જાય છે. સૌમ્ય મુખાકૃતિવાળા અને સૌમ્ય સ્વભાવવાળા અચાનક પાપ-વેપારમાં નિઃશંક પ્રવૃત્તિ નથી કરતો. એના આચરણમાં ઉગ્રતા નથી હોતી. ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ પ્રાયઃ જલદી પાપ-વેપારમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેથી ધર્માભિલાષી માટે પ્રકૃતિની સૌમ્યતા હોવી જરૂરી છે. (૪) લોકપ્રિય પોતાના સગુણોના કારણે જે વ્યક્તિ જનતાની પ્રિય અને વિશ્વસનીય હોય છે, તે ધર્મના (માટે) પાત્ર માનવામાં આવે છે. જે વ્યક્તિ પરલોકથી અવિરુદ્ધ તથા લૌકિક પરમાર્થનું કાર્ય કરે છે, તે બધાની પ્રીતિપાત્ર બની જાય છે. એવી લોકપ્રિય વ્યક્તિનું ધર્માચરણ સામાન્ય જનમાનસ ઉપર સારો પ્રભાવ પાડે છે. (૫) અક્રૂર ક્લિષ્ટ અધ્યવસાયવાળી વ્યક્તિ ધર્માધિકારી નથી હોઈ (થઈ) શકતી. છિદ્રાન્વેષી, લંપટ (લુચ્ચો), લુષિત ચિત્તવાળી વ્યક્તિ બાહ્ય ધર્મક્રિયા કરતા-કરતા પણ એનું ફળ પ્રાપ્ત કરી શકતી નથી. તેથી ક્રૂરતાને છોડીને કોમળ સ્વભાવને ધારણ કરનાર વ્યક્તિ જ ધર્મનું પાત્ર થાય (હોય) છે. (૬) ભીરુ : ઇહલૌકિક અને પારલૌકિક પાપોથી ડરનાર હોય. (૭) અશઠ : વંચકતા રહિત હોય. વંચક વ્યક્તિ પ્રપંચ કરવામાં ચતુર હોવાથી લોકોની અવિશ્વસનીય બની જાય છે. તેથી કપટથી રહિત થઈને પ્રામાણિકતાપૂર્વક સવ્યવહાર કરનાર અશઠ વ્યક્તિને ધર્માધિકારી બતાવવામાં આવી છે. (૮) દાક્ષિણ્યયુક્ત પોતાનું કામ છોડીને પણ બીજાનું કામ કરનાર ઉપકાર-પરાયણ વ્યક્તિ દાક્ષિણ્યયુક્ત હોય છે. એવી ઉપકારી વ્યકિત કોના માટે અનુકરણીય નથી હોતી? (૯) લજ્જાળુ જે પાપાચારથી લજ્જિત થતી હોય અર્થાત્ પાપાચાર કે દુરાચારથી શરમનો અનુભવ કરતી હોય. (૧૦) દયાળુ દુઃખીઓના દુ:ખને જોઈને જે દ્રવિત થઈ જતી હોય અને એમને દૂર કરવાનો પ્રયત્ન કરતી હોય. (૧૧) મધ્યસ્થ જે બધાના માટે સમાન રૂપથી વિશ્વસનીય હોય અર્થાત્ જે ન કોઈનો પક્ષપાતી હોય કે ન કોઈનો દ્વેષી હોય. તટસ્થ ભાવથી વ્યવહાર કરનાર વ્યક્તિ નિષ્પક્ષ થઈને વિચાર કરી શકે છે. [ જેનાચાર નિરૂપણ - આગાર ધર્મ છે . ઉ૧૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy