SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય સંસ્કૃતિની ભોગવાદી સભ્યતામાં માતા-પિતા વગેરે પરિવારનું મહત્ત્વ નગણ્ય છે. ત્યાં સ્વચ્છંદતાવાદી સભ્યતા છે. આજે ભારતમાં પણ એ જ ભોગવાદી સભ્યતાનું વધુ પ્રચલન રહ્યું છે અને જૂની મર્યાદાઓ તૂટતી જઈ રહી છે. એની સાથે જ આજની સંગતિમાં માતા-પિતા પ્રત્યે ભક્તિ ભાવનો અભાવ જોવા મળે છે. આ શોચનીય સ્થિતિ ભારતીય લોકો માટે સંકટનું કારણ બની રહે છે. કારણ કે આ ભોગવાદી સંસ્કૃતિને કારણે ધર્મ-કર્મ, નીતિરીતિ, રહેણી-કરણી, આચાર-વિચાર વગેરે બધા પ્રભાવિત થઈ રહ્યા છે. ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં પણ ઉત્કૃખલતાઓ વધતી જાય છે. માતા-પિતા-ગુરુ વગેરે શ્રેષ્ઠ જનો પ્રત્યે આદરભાવ ઘટતો જઈ રહ્યો છે. સદ્ગૃહસ્થનો આ આચાર છે કે તે માતા-પિતા-ગુરુ વગેરે શ્રેષ્ઠજનોનું સન્માન કરે એ પ્રકારની સન્માન-ભાવના થવાથી ધર્મ-શ્રવણની યોગ્યતા પ્રાપ્ત થાય છે. (૧૦) ઉપદ્રવ્યગ્રસ્ત સ્થાનનો ત્યાગી : જે સ્થાન સ્વચક્ર, પરચક્ર વગેરેના કારણે અશાંતિગ્રસ્ત હોય ત્યાં લડાઈ-ઝઘડા ભડકતા (થતાં) હોય, જ્યાં દુર્ભિક્ષ કે મહામારીનો પ્રકોપ હોય, જ્યાં પોતાના વિરોધમાં જન-આંદોલન થાય એ સ્થાનને, ગામ કે નગરને છોડી દેવું જોઈએ. નહિ છોડવાની સ્થિતિમાં પૂર્વાર્જિત ધર્માર્થકામનાં સાધનોનો વિનાશ થઈ શકે છે અને નવીન ઉપાર્જનની સંભાવના નથી રહેતી, માટે ઉભય દૃષ્ટિથી આ સ્થાનને છોડી દેવું સારું છે. સદ્ગૃહસ્થ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાની ઉપેક્ષા નથી કરી શકતો. તેથી સુરક્ષાની દૃષ્ટિથી સંકટગ્રસ્ત સ્થાનનો પરિત્યાગ કરી દેવો જોઈએ. (૧૧) નિંધ પ્રવૃત્તિનો ત્યાગ : વિચારવાન ગૃહસ્થ દેશ-જાતિ અને કુળની દૃષ્ટિથી જે કર્મ નિંદિત સમજવામાં આવે છે, એમાં પ્રવૃત્તિ નથી કરતો. જેમ બ્રાહ્મણ-જૈન વગેરે કુળોમાં મદિરાપાન વર્જનીય છે, તો કોઈપણ વિવેકવાન બ્રાહ્મણ કે જૈનના માટે મદિરાપાન ઉચિત નથી થઈ શકતું. દેશ-જાતિકુળના વિરુદ્ધ આચરણ કરનાર જો અન્ય ધર્મક્રિયાઓ કરે છે તો તે પણ ઉપહાસનો વિષય બની જાય છે. તેથી ધર્મારાધનને યોગ્ય બનવા હેતુ નિંદનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો આવશ્યક છે. (૧૨) આયોજિત વ્યય : ચતુર અને કુશળ સદ્ગૃહસ્થ પોતાના વ્યયની મર્યાદાને આવકના અનુપાતમાં સંતુલિત રાખે છે. જે ગૃહસ્થ આવકથી વધુ વ્યય કરે છે, તે શીઘ્ર જ દેવાળિયો થઈ જાય છે. પ્રાયઃ ગૃહસ્થ જૂઠી (ખોટી) પ્રશંસા મેળવવા માટે કે મિથ્યા આડંબર બતાવવા માટે આવકની ચિંતા ન કરતા મર્યાદાની બહાર ખર્ચ કરે છે. એવા ગૃહસ્થ થોડા સમય પછી પોતાની પ્રતિષ્ઠા ખોઈ બેસે છે. કારણ કે એમને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. બીજાઓથી ઋણ લેવું પડે છે, વ્યાજ ભરવું પડે છે અને સ્થિતિ એવી બની જાય છે જ્યારે એમને હાથ ઊંચા કરી દેવા પડે છે. જાય છે પ્રતિષ્ઠા મેળવવા અને પરિણામ આવે છે પ્રતિષ્ઠાની હાનિ. માટે પોતાની આવકના અનુપાતમાં ખર્ચની સીમા રાખવી જોઈએ. લૌકિક કહેવત છે - તે તે પાઁચ વસરિયે, ખેતી લાવી સૌર ' જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ ૫૯૯
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy