SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ :: (૭) અરતિ પરિષહ ઃ સંયમનો માર્ગ ખૂબ કઠોર અને મુશ્કેલ છે. દરેક ક્ષણે અહીં મુશ્કેલીઓ છે. ઇન્દ્રિયોને જીતવી કોઈ આસાન વાત નથી. મહાવ્રતોનું પાલન કરવું તલવારની ધાર પર ચાલવા સમાન છે અને મેરુ પર્વતના ભારને ઉઠાવવા સમાન છે. તેથી એવા મુશ્કેલ માર્ગ ઉપર ચાલનાર સાધકને ક્યારેય સંયમ પ્રત્યે અરતિ (અરુચિ) ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ધીર-વીર મુનિએ ઉત્પન્ન અરતિને પોતાના વિવેકના બળથી દૂર કરી દે. વિવેકયુક્ત ચિંતનથી સંયમ વિષયક અતિને દૂર કરીને ધર્મરૂપી આરામ(ઉદ્યાન)માં મુનિએ શાંત ભાવથી આનંદપૂર્વક વિચરણ કરવું જોઈએ. અહીં એ પ્રશ્ન થઈ શકે છે કે ક્ષુધા-પિપાસા વગે૨ે બધા પરિષહ અરતિનાં કારણો છે, તો અતિને અલગ પરિષહ કેમ કહેવામાં આવ્યો છે ? સમાધાન એ છે કે ક્યારેક-ક્યારેક ક્ષુધા-પિપાસા (તરસ) વગેરે પરિષહોના અભાવમાં પણ અશુભ કાર્યના ઉદયથી સંયમમાં અરિત થઈ શકે છે. એને રોકવા માટે અતિ પરિષહને અલગ ગણાવી છે. (૮) સ્ત્રી પરિષહ : કોઈ યૌવનના ઉન્માદથી ઉન્મત્ત યુવતી એકાંતમાં મુનિને જોઈને ભોગની યાચના કરે, હાવ-ભાવ, વિલાસ-વિભ્રમ દ્વારા મુનિને પોતાની તરફ આકૃષ્ટ કરવા માગે કે અન્ય રીતિથી રતિની ચાહ કરે તો મુનિએ એ વિચારવું જોઈએ કે એ સ્ત્રીઓ પંકભૂત છે, કીચડ છે, ખાડા છે, જેમાં ફસાઈને મનુષ્ય દુઃખી બની જાય છે. એ સ્ત્રીઓ મનુષ્ય માટે બંધનરૂપ છે, જેમાં બંધાઈને તે પરવશ થઈ જાય છે. એવું સમજીને મુનિ પોતાના મનને અને ઇન્દ્રિયોને કાચબાની જેમ ગોપન (છુપાવીને) કરીને રાખે. જે આ સ્ત્રીઓને વશ નથી થતો એનો જ સંયમ સ્થિર રહે છે. આત્મગવૈષી સાધુ સ્ત્રીઓમાં આસક્ત ન થતાં, એમાં ન લલચાતાં, દઢતા સાથે સંયમમાં સ્થિર રહે છે. સ્ત્રી પરિષહના આવવાથી દૃઢતાની સાથે એની ઉપર વિજય પ્રાપ્ત કરે, સ્વયં એને વશવર્તી ન થઈ જાય. સ્ત્રી-પરિષહનો વિજેતા જ સંયમમાં સુસ્થિર રહી શકે છે. (૯) ચર્યા પરિષહ ઃ મુનિને વાયુની જેમ અપ્રતિબદ્ધ થઈને ગ્રામાનુગ્રામ વિચરણ કરવાનું હોય છે. એક જગ્યાએ રહેવાથી સ્નેહ-બંધનમાં પડી જવાની સંભાવના રહે છે, તેથી મુનિ માટે નૌકલ્પી (આઠ મહિનામાં આઠ અને એક ચોમાસા સંબંધી) વિહારનું વિધાન કરવામાં આવ્યું છે. આ વિધાન અનુસાર એક સ્થાનથી બીજા સ્થાન ઉપર ચાલતાં-ચાલતાં સાધુના પગમાં કાંકરા-પથ્થરો, કાંટાઓ વગેરે વાગે કે અન્ય રીતિથી વિહારમાં યાતનાઓ થાય, એમને મુનિએ સમભાવથી સહેવું જોઈએ. આ ચર્યા પરિષહ પર વિજય મેળવવો છે. (૧૦) નિષધા પરિષહ : સાધના-રત સાધુએ અનેક વાર એકાંતમાં, શૂન્યાગાર, સ્મશાન, વૃક્ષની નીચે, પહાડની ગુફાઓ વગેરેમાં પણ બેસીને ધ્યાન વગેરેની સાધના કરવાની હોય છે. એ સમયે સાધક પર જો કોઈ ભયનો પ્રસંગ આવી જાય તો એને અકંપિત ભાવથી જીતવો, આસનથી વ્યુત ન થવું, અન્ય પ્રાણીઓને સંત્રસ્ત ન કરવો, નિષદ્યા પરિષહ પર વિજય મેળવવો છે. બેસવા માટે ઉબડ-ખાબડ જમીન મળવાથી મનમાં ખેદ ન કરવો નિષઘાપરિષહ વિજય છે. પરિષહો ઉપર વિજય ૯૩૯
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy