SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ દેશાવકાશિક તથા અગિયારમુ પ્રતિપૂર્ણ પૌષધ વ્રત એ ત્રણેય સંવર વૃત્તિમય શિક્ષા રૂપથી પ્રતિપાદિત છે. નવમામાં અડતાલીસ મિનિટની સામાયિકમાં સાવદ્ય યોગનો ત્યાગ છે. દસમામાં જાવ અહોરાં એક દિવસ અને રાતની સાવદ્ય પ્રવૃત્તિઓના ત્યાગની સાથે-સાથે બાળક, વૃદ્ધ, યુવાન બધાનો સંવર વૃત્તિમાં પ્રવેશ થાય એ દૃષ્ટિએ પ્રાસુક અસણં પાછું વગેરેના ઉપભોગપૂર્વક પણ તે સાવદ્ય યોગોનો શક્યતાનુસાર ત્યાગ કરી શકે એનો સમાવેશ દસમા વ્રતમાં કરવામાં આવ્યો છે. એના પ્રત્યાખ્યાનનો જે પાઠ છે તે પાઠમાં ખાતા-પીતા પૌષધનો ફલિતાર્થ નીકળે છે. તે પાઠ આ છે - દસમા દશાવકાશિક દિન પ્રતિ પ્રભાતથી આરંભ કરીને પૂર્વાદિક છએ દિશાની જેટલી ભૂમિકાની મર્યાદા રાખી હોય એની ઉપરાંત આગળ જઈને પાંચ આસ્રવ સેવવાનું પચ્ચકખાણ 'जाव अहोरत्तं दुविहं तिविहेणं न करेमि न कारवेमि, मणसा वायसा જાયસી ' જેટલી ભૂમિકાની હદ રાખી છે એમાં જે દ્રવ્યાદિકની મર્યાદા કરી છે. એ ઉપરાંત ઉપભોગ-પરિભોગ ભોગ નિમિત્તથી ભોગવવાનું “áવવા નાવ મદોન્ન વર્લ્ડ तिविहेणं न करेमि मणसा, वयसा कायसा, तस्स भंते ! पडिक्कमामि निन्दामि गरिहामि अप्पाणं वोसिरामि । એનાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે દસમું વ્રત દિશાઓના સંકોચનું નથી. છઠ્ઠી દિશા સંબંધિત મર્યાદાનું વ્રત છે, તે દિશિવ્રત છે અને અહીં દેશાવકાશિક વ્રત છે. જો છઠ્ઠા વ્રતમાં જે દિશાઓ રાખી છે એ જ દિશાઓનો માત્ર સંકોચ થતો તો અહીં પણ દિશિવતનો ઉલ્લેખ થતો, પણ એવું નથી. અહીં દેશ અવકાશ છે. દેશનો અર્થ છે શ્રાવકે જે દેશ-વ્રત અંગીકાર કરી રાખ્યા છે એમાં જેટલી પણ સૂક્ષ્મ હિંસા વગેરે ખુલ્લી છે તથા સંસારનું કાર્ય કરતાં કરતાં એ બધામાં રચ્યું-પચ્યું રહે છે, તેથી એ રચ્યા-પચ્યાથી અવકાશ લેવો અર્થાત્ “અહોરાં' ૨૪ કલાક સુધી સ્થળ તથા સૂક્ષ્મ હિંસા, અસત્ય વગેરેનો પરિત્યાગ કરવો. એમાં કોઈની શક્તિ હોય તો તે આહાર-પાણી વગેરે કંઈ પણ ન લઈને ચૌવિહાર કરીએ તો અગિયારમા પ્રતિપૂર્ણ પૌષધથી પચ્ચકખાણ ગ્રહણ કરીએ. જો કોઈ વૃદ્ધ છે અથવા કમજોર છે અથવા અનેક વ્યક્તિઓના સુધા વેદનીય કર્મનો પ્રબળ ઉદય હોવાથી ચારેય આહારોનો ત્યાગ ન કરી શકવા છતાંય આત્મ-સાધના તો શક્તિ અનુસાર કરવા જ ચાહે છે, એ લોકો માટે દસમું પૌષધ* વ્રતનું પ્રાવધાન છે. આ વ્રતમાં હિંસા વગેરે બધાનો ત્યાગ મર્યાદિત સીમાની સાથે કરવામાં આવે છે. અર્થાત્ જે સાધક પ્રાસુક નિર્જીવ અન્ન-જળ વગેરેને ગ્રહણ કરીને ચોવીસ કલાક માટે સ્થળ અને સૂક્ષ્મ હિંસા વગેરેનો પરિત્યાગ કરી સાધનામાં રત * અમોલક ઋષિજી કૃત મુક્તિ સોપાન'માં પણ આને સ્પષ્ટ કર્યું છે - પ્રતિપૂર્ણ પોષા કરવાની શક્તિ ન હોય તો દેશાવકાશિક વ્રત ઉપર ક્યાંય પોષની વિધિ માફક જ ધારણ કરે નિરારંભ, નિર્મમત્વ વૃત્તિથી પ્રવર્તે, આ વ્રતમાં જે વિહારના પચ્ચકખાણ પૂર્વક ઉપવાસ વ્રત ધારણ કરીએ તો પ્રાસુક - નિર્જીવ ઉષ્ણ વગેરે પાણી ગ્રહણ કરે છે. આ દિવસોમાં સાંસારિક સર્વ પ્રકારનાં કામોથી અલગ રહે છે. પૃષ્ટ - ૭૫-૭૬ (666) S SOON) 0 0 0 0 0 0 0X જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy