________________
રહે છે એના માટે આહાર કરે છે તો નિહારની પણ જરૂર પડી શકે છે. એ નિહારની મર્યાદાઓને નિર્ધારિત કરવા માટે એ કહેવામાં આવ્યું છે કે જેટલી ભૂમિકાની હદ રાખી છે અર્થાત્ બહાર પૂરું કરવા માટે આટલે દૂર પૌષધમાં જઈ શકે છે. આ મર્યાદામાં રહેતાંરહેતાં જે નિર્જીવ આહાર-પાણી ગ્રહણ કરે છે તો એ આહાર-પાણીના દ્રવ્યની પણ મર્યાદા કરે છે. એ દ્રવ્યોના ભોગોપભોગ નિમિત્તથી મર્યાદા ઉપરાંત ભોગવાનો ત્યાગ છે. આ ત્યાગ એના એક કરણ ત્રણ યોગથી ઉલ્લેખિત છે. તેથી તે સ્વયં તો પોતાની મર્યાદામાં સ્થિર રહે, પણ અન્ય સજ્જનગણ પણ એ જ ખાતા-પીતા પૌષધમાં બેઠા છે, તો એમને ખવડાવવા વગેરેની પ્રક્રિયા ખુલ્લી રહે છે. તેથી ખાતાં-પીતાં પૌષધ કરનારને આ ઉપર્યુક્ત પાઠથી પચ્ચકખાણ કરવાનો પ્રસંગ રહે છે. આજ કાલ તે દયા દ્રત (છ કાયા) વગેરેના નામથી પ્રસિદ્ધ છે. પૌષધ વ્રત :
શ્રાવકનાં બાર વ્રતોમાંથી અગિયારમા તથા ચાર શિક્ષા વ્રતોમાંથી ત્રીજું શિક્ષાવ્રત પૌષધોપવાસ વ્રત છે. આ વ્રતને અંગીકાર કરવાથી આત્માને પ્રબળ પુષ્ટિ પ્રાપ્ત થાય છે, અનુપમ શાંતિની અનુભૂતિ થાય છે અને આત્માની બહિર્મુખતા મટીને અંતર્મુખતાનો વિકાસ થાય છે. આ વ્રતને અંગીકાર કરવાથી શ્રાવક આત્મરમણતાના શાંત સરોવરમાં અવગાહન કરીને સંસારના તાપથી મુક્ત થઈને પરમ શાંતિનું રસાસ્વાદન કરે છે. ગૃહસ્થ શ્રાવક માટે પૌષધોપવાસને વિશ્રાંતિ સ્થાન કહેવામાં આવ્યું છે. - “સ્થાનાંગ સૂત્ર'માં ગૃહસ્થ શ્રાવકને ભારવાહક શ્રમિકની ઉપમા આપી છે અને બતાવ્યું છે કે જેમ ભારવાહક શ્રમિક માટે થાક દૂર કરવા માટે ચાર વિશ્રાંતિ સ્થળ હોય છે, જ્યાં તે વિશ્રાંતિ લઈને તાજો-માજો થઈને પુનઃ પોતાના કાર્યમાં દ્વિગુણિત શક્તિથી પ્રવૃત્ત થાય છે, એમ જ ગૃહસ્થ શ્રમણોપાસકના માથા પર પણ ગૃહસ્થ કર્તવ્યોનો ખૂબ ભાર છે, જેને તે પણ ચાર વિશ્રાંતિ સ્થળો પર ઉતારીને વિશ્રામ મેળવે છે, થાક ઉતારે છે.
ભારવાહક માટે વિશ્રાંતિનાં ચાર સ્થાનો છે : (૧) ભારને એક ખભાથી બીજા ખભા પર રાખતા સમયે, ભાર ખસેડી શકાય છે, ત્યારે થોડી વાર માટે વિશ્રાંતિ મળે છે.
(૨) મળ-મૂત્ર ત્યાગવા કે ભોજન કરવા માટે, કંઈક વધુ સમય માટે પોતાના ખભાથી ભાર ઉતારીને નીચે રાખે છે, ત્યારે વિશ્રાંતિ મળે છે.
(૩) જ્યારે રાત થઈ જાય છે તો ભારવાહક કોઈ ધર્મશાળા, વિશ્રામગૃહ વગેરે સ્થાનમાં રાતભર માટે ભાર ઉતારીને રાખે છે, ત્યારે એને શાંતિ મળે છે.
(૪) ભારવાહક ચાલતાં-ચાલતાં જ્યારે પોતાના નિર્ધારિત સ્થાન ઉપર પહોંચી જાય છે અને ભાર ઉતારી દે છે, ત્યારે એને પૂરી વિશ્રાંતિ મળે છે.
ઉક્ત ભારવાહકની જેમ ગૃહસ્થ શ્રાવક પણ ગાઈથ્ય-જીવનનો ભાર વહન કરી રહ્યો છે - તે ચાર સ્થાનો ઉપર વિશ્રાંતિ મેળવે છે. તે ચાર સ્થાનો આ પ્રમાણે છે : [ દશાવકાશિક પૌષધ વ્રત એક સમીક્ષા છે, એ છે કે આમ છo)