________________
(૧) ભારવાહકના ખભા બદલવાની જેમ શ્રાવક માટે પહેલું વિશ્રાંતિ સ્થાન ત્યારે હોય છે, જ્યારે તે એ ભાવના કરે કે હું અણુવ્રત-ગુણવ્રત વગેરે વ્રત સ્વીકાર કરીને પૌષધોપવાસ કરતાં-કરતાં વિચરણ કરું.
(૨) ભારવાહક દ્વારા ખભા ઉપર રાખેલા ભારને થોડા સમય માટે ઉતારવાની જેમ શ્રાવક માટે બીજું વિશ્રાંતિ સ્થાન ત્યારે થાય છે, જ્યારે તે સાવધ યોગના ત્યાગ અને નિરવદ્ય યોગ સ્વીકાર રૂપ સામાયિક લઈને ચિત્તને સમાધિભાવમાં પ્રવૃત્ત કરે છે. અથવા દેશાવકાશિક વ્રત સ્વીકાર કરીને પોતાના ઉપર આવી પડેલા ભારને થોડા સમય માટે ઓછું કરે છે.
(૩) ભારવાહક દ્વારા કોઈ ધર્મશાળા વગેરેમાં ભાર ઉતારીને રાત્રિ વિશ્રામની જેમ શ્રાવક પણ ત્યારે વિશ્રાંતિ સ્થાન પામે છે, જ્યારે તે અષ્ટમી, ચતુર્દશી, પકખી વગેરે પર્વના દિવસે એક દિવસ-રાતના માટે પૌષધોપવાસ કરે છે.
(૪) ભારવાહક દ્વારા નિર્દિષ્ટ સ્થાનમાં પહોંચવાથી વિશ્રામ મેળવવા સમાન શ્રાવક જ્યારે અંત સમયમાં સમસ્ત સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈને સંલેખના-સંથારો વગેરે કરીને શેષ જીવનને સમાધિ પ્રાપ્ત કરવામાં લગાવી દે છે, ત્યારે ચોથું વિશ્રાંતિ સ્થાન પ્રાપ્ત કરે છે.
ઉક્ત ચારેય પ્રકારનાં વિશ્રાંતિ સ્થાનોમાંથી ભારવાહક માટે રાત્રિનિવાસ રૂપ ત્રીજા વિશ્રાંતિ સ્થાનની જેમ શ્રાવક માટે પૌષધોપવાસ ત્રીજા વિશ્રાંતિ સ્થાન રૂપ છે.
ખરેખર શ્રાવક માટે પૂરા એક દિવસ-રાત ભર ગાહ પ્રપંચ તથા શારીરિક ખટપટથી દૂર રહીને નિરાહાર-નિર્જળ રહીને ધર્મારાધન તથા આત્મ-ચિંતનના રૂપમાં પૌષધોપવાસ કરવું અદ્ભુત વિશ્રાંતિનું સ્થાન છે. આ વ્રત આત્મવિકાસની સર્વોત્તમ સાધના છે. આત્મામાં અનંત શક્તિઓ છુપાયેલી પડી છે. આત્મ-ચિંતન દ્વારા એ શક્તિઓનાં દ્વાર ખોલવાથી અંદર ઊંઘેલ મહાપુરુષત્વ જાગી પડે છે. પ્રકાર અને વિધિઃ
આવશ્યક સૂત્ર'ના વૃત્તિકારે પૌષધોપવાસનું લક્ષણ બતાવતાં લખ્યું છે - “पौषधे उपवसनं पौषधोपवासः नियमविशेषाभिधानं चेदं पौषधोपवासः"
અર્થાતુ ધર્મ તથા અધ્યાત્મને પુષ્ટ કરનાર વિશેષ નિયમ ધારણ કરીને ઉપવાસ સહિત પૌષધમાં રહેવું પૌષધોપવાસ વ્રત છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય આને વિશેષ સ્પષ્ટ કરતાં કહે છે -
"चतुष्पर्ध्या चतुर्थादि कुव्यापार निषेधनम् ।
બ્રહ્મવાિ નાનાહિત્ય: પૌષથ વ્રતમ્ ” અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાસ એ ચાર પર્વ દિવસ છે. એમાં ઉપવાસ વગેરે તપ કરવું, પાપમય કાર્યોનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું અને સ્નાન વગેરે શરીર શૃંગાર-પ્રસાધનનો ત્યાગ કરવો પૌષધ વ્રત કહેવાય છે. (૦૮)
200 OK જિણધો]