________________
ત્યાગ કર્યો છે. જો આને ઘરથી કાઢી મૂકવામાં આવે તો સંભવ છે કે તે વ્યભિચારિણી બની જાય અને વધુ હિંસક પણ બની જાય. ત્યારે તો બંને કુળોને બદનામ કરશે.” સંભવ છે, આ વિચારથી મહાશતકે રેવતીને ઘરથી કાઢી મૂકી નહિ હોય. એમણે સ્વયં જ વિરક્ત થઈને શ્રાવક પ્રતિમા ગ્રહણ કરી લીધી. પછી પણ તે ગૃહસ્થાશ્રમને ત્યાગી ન શક્યા, રેવતીના સાથે રહેવાથી સંવાસાનુમોદન પાપથી તે બચી શકતા નહોતા. તેથી બે કરણ, ત્રણ યોગથી જ એમણે વ્રત લીધું. ગૃહસ્થ શ્રાવક પોતાની જાતિથી સર્વથા સંબંધ-
વિચ્છેદ નથી કરી શકતો અને ન જાતિના યોગથી તે આ વાતની જવાબદારી લઈ શકે છે કે તે લોકો ન છૂળ હિંસા કરશે કે ન કરાવશે. જે હિંસા કરે - કરાવે છે, એમની સાથે સંબંધ રાખવાથી અનુમોદનનું પાપ લાગે જ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ગૃહસ્થ બે કરણ, ત્રણ યોગથી ત્યાગ કરે છે. આ પ્રકારનો ત્યાગ કરવાથી ગૃહસ્થના સંસાર-વ્યવહારમાં મુશ્કેલી નથી આવતી.
પ્રાથમિકતાની દૃષ્ટિથી શ્રાવક પહેલાં હિંસા વગેરે પાપ સ્વયં કરવાનો ત્યાગ કરે છે, પછી કરાવવાનો ત્યાગ કરે છે, અને અનુમોદન કરવાની છૂટ રાખે છે. પાપનું આચરણ સ્વયં કરવાની સ્થિતિમાં સંમ્પિષ્ટતાની સંભાવના વિશેષ થઈ શકે છે. બીજાઓ દ્વારા હિંસા વગેરે કાર્ય કરાવવામાં પરિણામોમાં એટલી વધુ તીવ્રતા કે સંક્લિષ્ટતાની સંભાવના પ્રાયઃ નથી રહેતી. અનુમોદનમાં આ તીવ્રતા વધુ - ઓછી થઈ જાય છે. આ દૃષ્ટિથી શાસ્ત્રકારોએ પ્રાથમિકતાનો ઉક્ત ક્રમ નિર્ધારિત કર્યો છે. પરંતુ આ કોઈ સાર્વત્રિક નિયમ નથી. અલ્પ પાપ કે મહાપાપનો આધાર કરવા - કરાવવા કે અનુમોદન ઉપર એટલો નિર્ભર નથી જેટલો વિવેક કે અવિવેક ઉપર નિર્ભર છે. જ્યાં વિવેક છે, ત્યાં અલ્પ પાપ છે અને જ્યાં વિવેક નથી ત્યાં વધુ પાપ છે. અલ્પ પાપ અને વધુ પાપ વિવેક-અવિવેક પર અવલંબિત છે.
જૈન જગતના મહાન જ્યોતિર્ધર સ્વર્ગીય શ્રી જવાહરાચાર્યના સમયમાં સમાજમાં આ પ્રશ્ન ઊઠ્યો હતો કે મીઠાઈવાળા ત્યાંથી સીધી વસ્તુઓ (મીઠાઈઓ) લાવીને ખાવામાં ઓછું પાપ છે કે ઘરમાં બનાવીને ખાવામાં ઓછું પાપ છે ? આરંભ કરવામાં વધુ પાપ છે કે કરાવવામાં વધુ પાપ છે કે – “અનુમોદનમાં વધુ પાપ છે ? સ્વર્ગીય આચાર્યશ્રીએ આ વિષયમાં પ્રતિપાદિત કર્યું કે આ વિષયમાં કોઈ એકાંત પક્ષ ન હોઈ શકે. ક્યારેક કરવામાં વધુ પાપ થઈ જાય છે, ક્યારેક કરાવવામાં વધુ પાપ થઈ જાય છે અને ક્યારેક અનુમોદનમાં વધુ પાપ થઈ જાય છે. અલ્પ પાપ કે મહાપાપનો આધાર વિવેક-અવિવેક અને ભાવનાઓ પર આધારિત છે.”
સ્વ. શ્રી જવાહરાચાર્યે આ વિશે સ્પષ્ટ કરતાં પ્રતિપાદિત કર્યું કે - “જે કામ મહારંભથી થાય છે, એ જ કામ વિવેક હોવાથી અલ્પારંભથી પણ થઈ શકે છે, અને જે કામ અલ્પારંભથી થઈ શકે છે એ જ અવિવેકીના કારણે મહારંભનો બની જાય છે. આ વિષયમાં સ્વ. આચાર્યશ્રીએ પોતાના ગૃહસ્થાવસ્થાના એક પ્રસંગનો ઉલ્લેખ આ પ્રકાર કર્યો.
“જ્યારે મારી ઉંમર લગભગ દસ-બાર વર્ષની હતી એ સમયની આ ઘટના છે. મારું ગામ મકાઈ પ્રધાન ક્ષેત્ર હતું. જ્યારે સારી મકાઈની ખેતી (પાક) થતી તો એ ક્ષેત્રના લોકો