________________
પ્રસન્નતા પ્રગટ કરતા હતા. ગોઠ-ગુગરિયા (મેળાવડો) કરતા હતા. આ સંદર્ભમાં ગામમાં પ્રતિષ્ઠિત લોકોએ મળીને ગોઠનું આયોજન કર્યું. મકાઈના ભુજિયા બનાવવાનો વિચાર કર્યો. સાથે ભાંગના ભુજિયા પણ બનાવવાની વાત થઈ ગઈ. મારા મામાજીએ મને કહ્યું હતું કે - “વાડામાં ભાંગના છોડ ઊભા છે, એમાંથી ભાંગના પત્તા તોડી લાવ.” એ સમયે ભાંગના વિષયમાં આજ જેવો કાયદો ન હતો. તેથી દરેક જગ્યાએ એના છોડ રોપેલા મળતા. મારા મામા પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા, રાજ્યમાં પણ એમનું સન્માન હતું અને તે ધર્મનો પણ વિચાર રાખતા હતા. એમના કહેવાથી હું દોડી ગયો અને ખોળો ભરી લગભગ શેર ભાંગ તોડી લાવ્યો. તે મને કહેવા લાગ્યા કે - “આટલી ભાંગ કેમ તોડી લાવ્યો ? થોડાની જ જરૂર હતી?” આમ થોડીની જગ્યાએ વધુ ભાંગ લાવવાના કારણે તે મને બોલવા લાગ્યા. પરંતુ વાસ્તવમાં એમાં મારો જ ગુનો હતો કે એમનો પણ? તે વધુ પાપ મને જ થયું કે એમને પણ? હું બાળક હતો, જેથી મારામાં વિવેક નહોતો અને ન એમણે કહ્યું હતું કે આટલું લાવ? આમ ન તો એમણે વિવેક આપ્યો અને ન બાળક હોવાના કારણે મારામાં વિવેક હતો. આ રીતે વધુ પાપના કારણે અવિવેક રચ્યો. જો વિવેક હોત તો તે વધુ પાપ કેમ થાત ? તેથી પત્તાં તોડવાનું કાર્ય કરવાને બદલે કરાવવામાં વધુ પાપ થયું, કારણ કે તે પોતાના હાથથી પત્તાં તોડી લાવતા તો જેટલી જરૂર હતી એટલું જ લાવતા, વધુ નહિ.
વિવેકના અભાવમાં, અલ્પ પાપ થવાની જગ્યાએ મહાપાપ થવાનાં બીજાં પણ અનેક ઉદાહરણ આપી શકાય છે. કોઈ શેઠ શ્રાવક જંગલમાં ગયા. ત્યાં નોકરને પાણી ભરીને લાવવાનું કહ્યું. તે લીલી વનસ્પતિ, ફૂલો વગેરે કચડતો દોડ્યો એ લોટો માંજીને (ઘસીને) જળાશયમાં ધોઈને જેવુંતેવું ગાળેલું-ન ગાળેલું પાણી ભરી લાવ્યો. હવે આ વધુ પાપ કોને થયું ? શું આ પાપ કરનારને જ થયું, કરાવનારને નહિ ? જો શેઠ સ્વયં પાણી ભરી લાવ્યા હોત તો અને વિવેકથી કામ લીધું હોત તો કેટલું પાપ ટળી શકતું હતું ? તે નોકર શેઠનો મોકલેલો હતો, તેથી શું શેઠને એનું પાપ ન લાગ્યું ? આ રીતે કરવાની અપેક્ષા બીજાથી કરાવવામાં વધુ થઈ ગયું.
જૈન ધર્મના પ્રવર્તક ક્ષત્રિય હતા અને આ ધર્મ એટલો વ્યાપક છે કે પ્રત્યેક વર્ગની વ્યક્તિ એનું પાલન કરી શકે છે. આ ધર્મને રાજ્ય કરનાર શાસક પણ પાળી શકે છે. ઉદાયન રાજા સોળ દેશનું રાજ (શાસન) કરતા હતા, છતાંય તે અલ્પારંભી કહેવાયા છે. આટલું મોટું રાજ્ય સંભાળવા છતાં તે અલ્પારંભી રહ્યા, એનું કારણ શું છે ? એનું કારણ એ જ છે કે તે શ્રાવક હોવાના કારણે વિવેકથી કામ લેતા હતા. ભગવાને વિવેકમાં ધર્મ બતાવ્યો છે. જો એવું ન હોત તો ધર્મ માત્ર વાણિયાઓનો જ રહી જત, ક્ષત્રિયોના પાલન યોગ્ય ન રહેત. વિવેકપૂર્ણ કર્તવ્યપાલન કરતો રાજા પણ અલ્પારંભી થઈ શકે છે. આમ, ક્યારેક કરવામાં વધુ પાપ થઈ જાય છે, ક્યારેક કરાવવામાં વધુ પાપ થઈ જાય છે અને ક્યારેક અનુમોદનમાં વધુ પાપ થઈ જાય છે. વિવેક ન રાખવામાં, કરવા-કરાવવામાં પણ એટલું પાપ નથી લાગતું જેટલું અનુમોદનાથી થઈ જાય છે. આ વાત નીચે ઉદાહરણથી સ્પષ્ટ થઈ જાય છે. [ અહિંસા-વિવેક અ
૬૩૫