SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ માની લેવામાં આવે છે. જેમ કે સાપ, સિંહ, વીંછી, વાઘ વગેરે જાનવરોને જોતાં જ લોકો એમને અપરાધી સમજી લે છે અને પૂરી જાતિને નષ્ટ કરવાની દુર્ભાવના રાખે છે. એમણે ભૂતકાળમાં કોઈને માર્યો છે કે આ ભવિષ્યમાં મારી શકે છે, એટલા માત્રથી કોઈ જીવ અપરાધી નથી થઈ જતો. કહી શકાય છે કે સિંહ-સાપ વગેરે હિંસક પ્રાણી છે, એમને કેમ મારવામાં ન આવે ? આનો જવાબ એ છે કે જે સિંહ કે સાપ કોઈના પર આક્રમણ કરી રહ્યો હોય એની વાત તો અલગ છે, કારણ કે આત્મરક્ષાર્થ સાપરાધીની હિંસાનો ત્યાગ શ્રાવકને નથી થતો, પરંતુ સમગ્ર સિંહ કે સર્પ વગરેની જાતિને મારી નાખવાનો નિર્ણય કરી નાખવો અન્યાય છે, અત્યાચાર છે. વિચાર કરવા જેવો છે કે મનુષ્ય - મનુષ્યની હિંસા વધારે કરે છે કે સિંહ-સાપ વગે૨ે ? મનુષ્યને વધુ ભય કોનાથી છે ? મનુષ્યથી કે સિંહ - સાપ વગેરેથી? નિઃસંદેહ કહી શકાય છે કે મનુષ્ય, સિંહ-સાપ વગેરેની અપેક્ષાએ મનુષ્યની વધુ હિંસા કરે છે. મનુષ્યને મનુષ્ય જાતિથી વધુ ભય છે, તો શું સમગ્ર માનવ જાતિને નષ્ટ કરી નાખવાનો નિર્ણય કરી શકાય છે ? જવાબ હશે - ના. આ રીતે સિંહ, સાપ વગેરે પશુઓની જાતિના વિશે પણ સમજવું જોઈએ. સિંહ કે સાપ વગેરે એકાંત રૂપથી હિંસક જ હોય છે, એ સમજવું પણ ભૂલ છે. પ્રાયઃ જોવામાં આવે છે કે સિંહ-સાપ વગેરે પણ ત્યાં સુધી કોઈના પર આક્રમણ નથી કરતા, જ્યાં સુધી તે પોતાને સંકટમાં પડેલા નથી માનતા. જો મનુષ્યનું હૃદય નિર્દેર અને નિર્ભય છે તો સિંહના સામેથી નીકળી જવા છતાંય તે કંઈ નથી કરતો. સાપના વિષયમાં પણ કહેવાય છે કે તે અચાનક કોઈને નથી કરડતો. જ્યારે તે આઘાત જુએ છે ત્યારે જ કરડે છે. કોઈકોઈક પ્રસંગોમાં તો સાપે મનુષ્ય પર છત્રછાયા કરી છે, એવું કહેવાય છે. માધવજી સિંધિયા જ્યારે પેશવાના નોકર હતા ત્યારે સાપે એમના ઉપર આવીને છત્રછાયા કરી હતી, તેથી સિંધિયા રાજ્યની રાજમુદ્રા ઉપર સાપનું ચિહ્ન અંકિત છે. નિષ્કર્ષ એ છે કે ગમે તેવું પ્રાણી કેમ ન હોય બધાં પર દયાભાવ રાખવો જોઈએ. અગર જો આટલું ન થાય તો ઓછામાં ઓછું નિરપરાધ જીવોની હિંસાથી તો બચવું જ જોઈએ. આજના યુગમાં હિંસાનું ખૂબ જ વધુ પ્રચલન થઈ ગયું છે. આપણા દેશમાં પણ યાંત્રિક કતલખાનાં ખૂલી ગયાં છે, જેમાં લાખો ગાયો, ભેંસો, બકરાં વગેરે રોજ કપાય છે. શહેરોમાં નગરપાલિકાઓ કૂતરાંઓને ઝેરના લાડવાઓ ખવડાવીને મારી નાખે છે. પશુઓના પ્રત્યે નિર્દયતા વધી રહી છે, આ ખૂબ વિચારણીય છે. અનેક લોકો માંકડ-મચ્છરોને પણ મસળીને મારી નાખે છે. પહેલાં તો અવિવેકના કારણે એમની ઉત્પત્તિનાં કારણો પ્રત્યે બેદરકારી કરવામાં આવે છે અને જ્યારે એ પેદા થઈ જાય છે તો એમને સાપરાધી માનીને મારી નાખવામાં આવે છે. આ પણ અનુચિત છે. પોતાની બેદરકારીનો દંડ એ બિચારા નિર્દોષ - અબોધ જીવોને કેમ આપવો જોઈએ ? આ વિશે પણ શ્રાવક પૂરી સાવધાની રાખે છે. અહિંસા-વિવેક ૫૯
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy