SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તેલને ગ્રહણ કરીને એને પ્રકાશના રૂપમાં પરિણત કરે છે, એમ જ જીવ કાષાયિક વિકારથી પુદ્ગલોને ગ્રહણ કરીને એમને કર્મરૂપમાં પરિણત કરી લે છે. યોગના નિમિત્તથી કર્મ પુદ્ગલોની ખેંચતાણ માત્ર થાય છે, એમાં ફળ આપવાની શક્તિ અને એમની સ્થિતિ કષાય પર અવલંબિત છે. કર્મોનો અનુભાગ અને એમની સ્થિતિ કષાય પર નિર્ભર છે. તેથી કષાયને જ કર્મોનું મૂળ અને અન્ય શબ્દોમાં સંસારનું મૂળ કહેવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ સંસારની વૃદ્ધિ થાય છે અને જે કર્મબંધનું પ્રધાન (મુખ્ય) કારણ છે, તે આત્માનું વિભાવ પરિણામ ‘કષાય’ કહેવાય છે. આ આત્માનો પ્રબળ વેરી છે. જેમ પિત્તળના પાત્રમાં રાખેલું દૂધ તૂરું (ખાટું) અને વિષાક્ત થઈ જાય છે, ફેંકવા લાયક થઈ જાય છે, એ જ રીતે કષાયરૂપી દુર્ગુણથી આત્માના સદ્ગુણો નષ્ટ થઈ જાય છે. આ જ કારણે એને ‘કષાય’ કહેવામાં આવે છે. કષ+આય = કષાય. ‘કષ’નો અર્થ છે સંસારનું પાપ. જેના દ્વારા સંસાર કે પાપની વૃદ્ધિ (આવક) થાય, પ્રાપ્તિ થાય તે કષાય છે. કષાયના ચાર ભેદ છે - ક્રોધ, માન, માયા અને લોભ. (૧) ક્રોધ : આ અત્યંત તીવ્ર આવેશનો હેતુ છે. આ પ્રકૃતિને ક્રૂર અને નિષ્ઠુર બનાવી દે છે. ક્રોધ એ આગ છે જે સ્વયં પણ સળગે છે અને બીજાઓને પણ સળગાવે છે. શ્રી ‘ઉત્તરાધ્યયન સૂત્ર'માં ક્રોધને સળગતી આગની ઉપમા આપવામાં આવી છે. 'संपज्जलियाघोरा अग्गी चिट्ठइ गोयमा ।' ઉત્તરા., અધ્ય.-૨૩, ગાથા-૫૦ શ્રી કેશી સ્વામીએ કહ્યું - “હે ગૌતમ ! સળગતી ભયંકર આગ હૃદયમાં પડેલી છે. આ આગ બીજું કોઈ નહિ, ક્રોધની જ આગ છે. જ્યારે આ આગ ભડકી ઊઠે છે તો ક્ષમા, દયા, શીલ, સંતોષ, તપ, સંયમ, જ્ઞાન વગેરે ઉત્તમોત્તમ ગુણોને સળગાવીને ભસ્મ કરી દે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ પાગલ, ક્રૂર, કૃતઘ્ન અને વિવેકહીન બની જાય છે. ક્રોધમાં ઉચિત-અનુચિતનો વિવેક નથી રહેતો. પ્રાણી ક્રોધના આવેશમાં પાગલ થઈ જાય છે. તે સ્વયંનું સારું-ખોટું પણ વિચારી શકતો નથી. જેમ પાગલ વ્યક્તિ યુદ્ધા-તદ્ધા બોલે છે, એ જ રીતે ક્રોધિત વ્યક્તિ અશોભનીય અને મર્મભેદી વચન બોલે છે. તે સ્વયં આગમાં સળગે છે અને બીજાઓને પણ સળગાવે છે. ક્રોધના આવેશમાં વ્યક્તિ ઘોરાતિઘોર અનિષ્ટ કરી બેસે છે. કોઈ પાણીમાં ડૂબીને આત્મહત્યા કરી લે છે. કોઈ તેલ રેડીને આગથી સળગી મરે છે, કોઈ ફાંસીનો ફંદો ગળામાં લગાવીને પ્રાણાંત કરી દે છે, કોઈ એવા મર્મભેદી વચન બોલે છે જેને કારણે પરિવારોના પરિવારો મોતના મુખમાં ચાલ્યા જાય છે. ક્રોધનું વિષ સાપના વિષથી વધુ ભયંકર હોય છે. શાસ્ત્રકારોએ ક્રોધની ખૂબ જ કઠોર શબ્દોમાં ભર્ત્યના (જાટકણી) કરી છે. એમણે ક્રોધને ચંડાળ કહ્યો છે. ક્રોધી વ્યક્તિનો લાલઘૂમ ચહેરો ખૂબ જ ભયંકર લાગે છે. એની લાલ-લાલ આંખો ડરામણી લાગે છે, એની ચડેલી ભ્રમરો, લલાટે પડેલી કરચલીઓ અને ફડફડતા હોઠ ખૂબ જ વિકરાળ લાગે છે. ક્રોધી વ્યક્તિ આખા ખુશનુમા વાતાવરણને ગમગીન બનાવી દે છે. પ્રીતિ, સ્નેહ, સદ્ભાવ, સૌમ્યતા વગેરે સાત્ત્વિક ગુણોને નષ્ટ કરનાર ૫૮૨ જિણધમ્મો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy