SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી અનંતાનુબંધી ક્રોધાદિનો ક્ષયોપશમ અથવા ઉપશમ થતો નથી. તેના રહેતા સંસારનું પરિમિત થવું સંભવ નથી. સુમુખ ગાથાપતિનો સંસાર પરિમિત થયો છે, તેથી તેમાં અનંતાનુબંધીનો ક્ષયોપશમ અથવા ઉપશમ થવો માનવું પડશે અને એવી સ્થિતિમાં સુમુખ ગાથાપતિનો સમ્યકત્વી થવું સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. સુમુખ ગાથાપતિ મુનિને દાન આપતા સમયે સમ્યગ્દષ્ટિ હતા. આ વાત સુખવિપાક સૂત્ર'ના પાઠથી સિદ્ધ થાય છે. આ પાઠ આ પ્રકારે છે - "तएणं सुमुहे गाहावई सुदत्तं अणगारं एज्जमाणं पासइ, पासित्ता हट्टतुटे आसणाओ अब्भुढेइ, अब्भुट्ठिता पाय पीढाओ पच्चोरुति पाउयाओ मुयइ, एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता, सुदत्तं अणगारं सत्तट्ठपयाई अणुगच्छइ, अणुगच्छित्तातिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ वंदइ नमसइवंदित्ता नमंसित्तां जेणेव भत्तधरे तेणेव उवागच्छइ उवागच्छिता सयहत्थेण विउलेणं असणं-पाणं खाइमं साइमं पडिलाभेस्सामि त्ति तुद्वेइ । तऐणं तस्स सुमुहस्स तेणं दव्वसुद्धेणं तिविहेणं तिकरण सुद्धेणं सुद्धेणं सुदत्ते अणगारे पडिलाभिस्समाणे परित्त संसार આ પાઠમાં બતાવાયું છે કે – “સુમુખ ગાથાપતિએ સુદત્ત અણગારને પોતાના ઘરમાં પ્રવેશતા જોઈને પોતાનું આસન છોડી દીધું અને પાદપીઠથી ઊતરીને એક શાટિક વસ્ત્રનું ઉત્તરાસંગ કરીને મુનિના સન્મુખ સાત-આઠ પગલાં સુધી ગયા અને જમણી બાજુથી મુનિની ત્રણવાર પ્રદક્ષિણા કરી. આનાથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે સુમુખ ગાથાપતિ સમ્યગુદૃષ્ટિ હતા, મિથ્યાદેષ્ટિ નહિ. મિથ્યાષ્ટિ સાધુને સાધુ સમજતા નથી અને ભાવપૂર્વક આદર-સત્કાર પણ કરતા નથી. સુમુખ ગાથાપતિ દ્વારા મુનિનું ભાવપૂર્વક વંદન-સત્કાર કરવા તેમનું સમ્યગુદૃષ્ટિ હોવાનું પરિચાયક છે. મુનિનું સત્કાર-સન્માન કરતા સુમુખ ગાથાપતિ હૃષ્ટ-પુષ્ટ હતા, અર્થાત્ હૃદયમાં ખૂબ પ્રસન્ન હતા. આ હાર્દિક અંતઃકરણની પ્રસન્નતા મિથ્યાષ્ટિમાં કદાપિ સંભવ નથી. સુમુખ ગાથાપતિ દ્વારા આપેલું દાન દાતૃ-શુદ્ધિ, દ્રવ્ય-શુદ્ધિ અને પાત્ર-શુદ્ધિ આ ત્રણ વિશુદ્ધિઓથી યુક્ત હતા. આ વિશુદ્ધિઓ સમ્યગુદૃષ્ટિના દાનમાં જ હોય છે, મિથ્યાષ્ટિના દાનમાં નથી. મિથ્યાષ્ટિની સાધુ પ્રતિ શ્રદ્ધા ન હોવાથી તેમનું હૃદય શુદ્ધ હોતું નથી અને હાર્દિક શુદ્ધિના અભાવમાં તેના દાનમાં દ્રવ્ય અને પાત્ર શુદ્ધ હોવા છતાં પણ દાતૃ-શુદ્ધિ હોતી નથી. સુમુખ ગાથાપતિનું દાન ત્રિવિધ શુદ્ધિથી યુક્ત હતું, તેથી તે સમ્યગ્દષ્ટિ હતા, મિથ્યાષ્ટિ નહિ. ઉપરના પાઠમાં સુમુખ ગાથાપતિના દાનને માનસિક શુદ્ધિથી યુક્ત કહેવાયું છે. સમ્યગૃષ્ટિના સાધુ પ્રતિ મન શુદ્ધ થઈ શકે છે, મિથ્યાષ્ટિનું નહિ. આ બધી વાતોનો (મિથ્યાદેષ્ટિની અજ્ઞાનયુક્ત ક્રિયા આજ્ઞામાં નથી જો ન પ૨૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy