SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ “વસિ મદમયં ભવ' - આચારાંગ, અ-૫, ઉદ્દે-૨ આ પરિગ્રહ સંસારવર્તી જીવો માટે મહાભય રૂપ હોય છે. કનક-કામિનીના મોહક પાશમાં બંધાયેલ પ્રાણી નરક વગેરે અધમ ગતિઓમાં જાય છે અને ત્યાં ભયંકર યાતનાઓને ભોગવે છે, તેથી પરિગ્રહને શાસ્ત્રકારોએ મહામય રૂપ કહ્યું છે. પરંતુ મોહની કેવી વિડંબના છે કે સંસારી જીવ ભય રૂપ વસ્તુને જ અભય અને શરણ રૂપ માની બેઠો છે. મોહના કારણે તે સંસારી જીવ દિવસ-રાત ધન એકઠું કરવામાં લાગ્યો રહે છે. યેનકેન પ્રકારેણ વધુમાં વધુ દ્રવ્ય સંચય કરવું જ એનું ધ્યેય થઈ જાય છે. તે ધર્મને ખૂટી પર રાખી દે છે, હિંસાજૂઠ-કપટ-ચોરી તથા માયાજાળ રચે છે, ભયંકરથી ભયંકર કર્મ કરવામાં ડરતો નથી. યુદ્ધ લડવું, ધાડ પાડવી, સટ્ટો-જુગાર ખેલવો, બેઇમાની કરવી એના માટે મામૂલી કામ છે. તે ધન માટે મોટા-મોટા દુસ્સાહસ કરે છે, દેશ-વિદેશોમાં ભ્રમણ કરે છે, સમુદ્રી અને હવાઈ યાત્રાઓ કરે છે અને પ્રાણોને હથેળીમાં લઈને પણ ધન માટે પ્રયત્ન કરે છે. તે પરિગ્રહના ચક્કરમાં પડીને હંમેશાં આકુળ-વ્યાકુળ રહે છે. છતાં લાખ પ્રયત્નો પછી પણ મળે તો એટલું જ છે, જેટલું લાભાંતરાયનો ક્ષયોપશમ હોય છે. છતાં તે સંતોષ તથા શાતાથી લાખો કોસ દૂર રહે છે. આશાઓનો ક્યાંય અંત નથી હોતો અને પ્રાપ્ત વસ્તુઓમાં એને સંતોષ નથી મળતો. પણ આ બધા બાહ્ય પદાર્થોનું અંતિમ પરિણામ શું છે? એ પદાર્થો શું છેવટ સુધી સુખ આપશે ? શું ઉપાર્જિત વિશાળ ધનરાશિમાંથી થોડો અંશ પણ એની સાથે જાય છે! આ વાત જાણવા છતાં મોહની પ્રબળતાના કારણે જીવને એના પર પ્રતીતિ નથી થતી. મોહનો મદિરા (દારૂ) સાચે જ અભુત છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર'માં પરિગ્રહને વૃક્ષનું રૂપક આપતાં કહ્યું છે કે – “પરિગ્રહ રૂપી વૃક્ષનું મૂળ (જડ) તૃષ્ણા છે. પ્રાપ્ત વસ્તુની રક્ષા ચાહવી અને અપ્રાપ્ત વસ્તુની કામના કરવી પરિગ્રહ વૃક્ષનું મૂળ છે. ક્રોધ-માન-માયા-લોભ એના સ્કન્ધ છે. પ્રાપ્તની રક્ષા અને અપ્રાપ્તની ઇચ્છાથી કરવામાં આવેલી અનેક પ્રકારની ચિંતાઓ એ વૃક્ષની ડાળીઓ છે. ઇન્દ્રિયોના કામ-ભોગ આ વૃક્ષનાં પત્તાં, ફૂલ તથા ફળ છે. અનેક પ્રકારના શારીરિક તથા માનસિક ક્લેશ આ વૃક્ષનું કંપન છે. આ રીતે પરિગ્રહ એક વૃક્ષ સમાન છે. અર્થ જ અનર્થનું મૂળ છે. સમસ્ત પાપકાર્ય અને ઘણા પરિગ્રહનાં કારણો હોય છે. આ બધાં પાપોનું મૂળ અને અનર્થોની ખાણ છે. સાચે જ કનક અને કામિનીની લોલુપતાએ સંસારને નરક બનાવી દીધો છે. ધનની લાલસા દુનિયામાં અશાંતિ ફેલાવી રહી છે. પૈસા માટે પરસ્પર લડાઈ-ઝઘડાઓ થાય છે, હજારો મનુષ્યોનું લોહી વહાવવામાં આવે છે. ઇતિહાસ સ્પષ્ટ બતાવી રહ્યો છે કે જ્યારથી માનવ સમાજમાં સંગ્રહ-પરાયણતા જાગી છે ત્યારથી સંસારની દયનીય દશાનો આરંભ થયો છે. ધન વ્યાવહારિક કાર્યોનું એક સાધન છે, પરંતુ પ્રાયઃ અધિસંખ્ય લોકોએ આ સાધનને સાધ્ય સમજી લીધું છે અને તેઓ આની પ્રાપ્તિમાં આખું જીવન ખર્ચી નાખે છે. તેઓ આ વાતનો વિચાર નથી કરતા કે ધન એમના માટે છે કે તેઓ ધનના માટે છે. તેઓ સમજે (અવિરતિ (અવ્રત) ૫૦૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy