SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ તો પ્રશ્ન જ નથી ઊઠતો. અહીં ભિક્ષુને એ વિવેક આપવામાં આવ્યો છે કે તે દરેક સમયે, દરેક સ્થાનમાં, દરેક અવસ્થામાં કોઈપણ પૃથ્વીકાયિક જીવની હિંસા ન કરે. અપકાયિક જીવોની હિંસાનું પ્રત્યાખ્યાનઃ સંયત-વિરત-પ્રતિહત, પ્રત્યાખ્યાત પાપકર્મા, ભિક્ષુ અથવા ભિક્ષુણી, દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં - ઉદક, ઝાકળ, હિમ, ધુમાડો, કરા, ભૂમિને ભેદીને નીકળેલા જળબિંદુ, શુદ્ધ ઉદક (અંતરિક્ષનું જળ), જળથી ભીંજાયેલું શરીર અથવા જળથી ભીંજેલાં વસ્ત્ર, જળથી સ્નિગ્ધ શરીર અથવા જળથી સ્નિગ્ધ વસ્ત્રનો સ્પર્શ ન કરે, સંસ્પર્શ ન કરે, ન આપીડન કરે, ન પ્રપીડન કરે, ને આસ્ફોટન કરે, ન પ્રસ્ફોટન કરે, ન આતાપન કરે, ન પ્રતાપન કરે, બીજાઓથી ન સ્પર્શ કરાવે, ન સંસ્પર્શ કરાવે, ન આપીડન કરાવે, ન પ્રપીડન કરાવે, ન આસ્ફોટન કરાવે, ન પ્રસ્ફોટન કરાવે, ન આતાપન કરાવે, ન પ્રતાપન કરાવે. સ્પર્શ-સંસ્પર્શ, આપીડન-પ્રપીડન, આસ્ફોટન, પ્રસ્ફોટન, આતાપનપ્રતાપન, કરનારનું અનુમોદન ન કરે. યાવજીવન માટે, ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી, ઉક્ત કર્મ ન કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના જળ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. જળ બે પ્રકારનું હોય છે - ભૌમ અને અંતરિક્ષ. અંતરિક્ષ(આકાશ)ના જળને શુદ્ધોદક કહેવામાં આવે છે. એના ચાર પ્રકાર છે - ધારાજળ, કરકજળ, હિમજળ, તુષારજળ. ઝાંકળજળ આંતરિક્ષ જળ છે. ભૂમિન્ન સ્ત્રોતોમાં વહેનાર જળને “ભૌગજળ' કહે છે. આ ભોમજળના માટે “ઉદક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્થાત્ નદી, તળાવ, સ્ત્રોત વગેરેને જળ “ઉદક' કહેવામાં આવે છે. કોઈપણ પ્રકારના જળકાયના જીવોની હિંસાથી શ્રમણ-શ્રમણીને હંમેશાં દૂર રહેવું જોઈએ. તેજસ્કાયની હિંસાનો પરિહાર : સંયત-વિરત-પ્રતિકત-પ્રત્યાખ્યાત-પાપકર્મા ભિક્ષુ અથવા ભિક્ષુણી દિવસમાં કે રાતમાં, એકાંતમાં કે પરિષદમાં, ઊંઘતા કે જાગતાં અગ્નિ (લોખંડ પિંડ પ્રવિષ્ટ અગ્નિ), અંગારા, મુર્ખર (ભસ્મગત વિરલ અગ્નિ કણ), અર્ચિ (મૂળ અગ્નિથી વિચ્છિન્ન જ્વાળા કે દીપશિખાનો અગ્રભાગ), જ્વાળા (પ્રતિબદ્ધ અગ્નિશિખા), અલાત (અડધી સળગેલી લાકડી), શુદ્ધ (ઇંધણ રહિત), અગ્નિ અથવા ઉલ્કા (વિદ્યુત વગેરે)નો ન ઉત્સચન (પ્રદીપન) કરે, ન ઘર્ષણ કરે, ન ભેદન કરે, ન ઉજ્વલન કરે અને ન બુઝાવે, ન બીજાઓથી ઉત્સુચન કરાવે, ન ઘટ્ટન કરાવે, ન ઉવાલન કરાવે અને ન નિર્વાણ કરાવે, ઉભેચન, ઘટ્ટન, ઉજ્જવાલન કે નિર્વાણ કરનારનું અનુમોદન ન કરે. યાવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી, મનથી, વચનથી, કાયાથી નહિ કરીશ, ન કરાવીશ અને કરનારનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના અગ્નિ સમારંભથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. (૮૨) , , , , જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy