SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ ઝૂકવામાં ગભરાય (અચકાય) છે. આ જ રીતે ચક્રવર્તી, ધનકુબેર કે વૈભવ સંપન્નની ઋદ્ધિ અને ઠાઠ-બાઠ જોઈને વિસ્મયમાં પડેલ વ્યકિત અચાનક પરિગ્રહની મર્યાદા કરવાથી ગભરાય છે. જેની લોભ વૃત્તિ વધેલી છે, તે પણ પરિગ્રહની સીમા કરવામાં અચકાય છે, તથા જે આદમી અનેક પ્રકારની જવાબદારીઓ ઓઢી લે છે કે કોઈ પ્રકારના અહેસાન (ઋણ)ના ભારથી દબાયેલો છે, તે પણ પરિગ્રહ પરિમાણ કરવામાં આનાકાની કરે છે અથવા જેનું જીવન અત્યંત ખર્ચાલું છે તે એ ખર્ચની પૂર્તિ-હેતુ પરિગ્રહમાં વૃદ્ધિ કરશે, ઘટાડશે નહિ. તેથી વ્રતધારીનું જીવન સરળતા, સાદગી અને મિતવ્યયિતાથી ઓતપ્રોત હોવું જોઈએ. આ પાંચ વિક્ષેપોથી સ્વયંને બચાવીને ચાલવું જોઈએ. સાચો ગૃહસ્થ અલ્પ આરંભી અને અલ્પ પરિગ્રહી હોય છે. એવી ધન લાલપુતા એટલી વધેલી નથી હોતી કે તે એની પાછળ ન્યાય-નીતિ અને ધર્મને હારી જાય. આ બધી વાતોનું ધ્યાન રાખતા-રાખતા શ્રાવકે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. કહ્યું છે - - “અમર વિંરાયને, સંતોષી યસ્ય ભૂષણમ્ ” સંતોષી માટે દેવ પણ કિંકર તુલ્ય છે. આ ગૃહસ્થનું પાંચમું અણુવ્રત છે. આનું નિરતિચાર પાલન કરવાથી અદ્ભુત શાંતિ, નિરાકુળતા અને આનંદની અનુભૂતિ સાથે આત્માનું પરમ કલ્યાણ થાય છે. (ત્રણ ગુપ્તવત) શ્રાવકજીવનમાં અપનાવવામાં આવતાં બાર વ્રતોમાંથી પાંચ અણુવ્રત તો મૂળ વ્રત છે અને બાકી સાત વ્રત ગુણવ્રત અને શિક્ષાવ્રત છે. ગુણવ્રત અણુવ્રતોમાં વિશેષતા પેદા કરનાર છે. અણુવ્રત સોનું છે, તો ગુણવ્રત એ સોનાની ચમક-દમક વધારવા માટે પૉલિશ સમાન છે. ત્રણ ગુણવ્રત પાંચ અણુવ્રતોમાં શક્તિનો સંચાર કરે છે, એમાં વિશેષતા પેદા કરે છે, એમને સ્વચ્છ રાખે છે. કહ્યું છે - "दिग्वतमनर्थदण्ड व्रतं च भोगोपभोग परिमाणं । अनुवृंहणाद् गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः ॥" - રત્નકરંડાવકાચાર ગાથા-૬૭ અર્થાત્ - “દિશા પરિમાણ વ્રત, ભોગપભોગ પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત - એ ત્રણ ગુણવ્રત છે. આ ગુણવ્રત અણુવ્રતોના ગુણોમાં વૃદ્ધિ કરે છે, તેથી શ્રેષ્ઠજનોએ એમને ગુણવ્રત કહ્યો છે. કેટલાક આચાર્યોએ આ સાત ઉપવ્રતોને શીલવ્રત કહ્યું છે. એમનું કહેવું છે કે - “જેમ પરકોટા નગરની રક્ષા કરે છે, એમ જ શીલવ્રત અણુવ્રતોની રક્ષા કરે છે.” કહેવાય છે કે [ ત્રણ ગુપ્તવ્રત ) 00 00 0 0 0 0 0 0 079(૨૩]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy