________________
અપરિગ્રહ મહાવ્રતની પાંચ ભાવનાઓ :
અપરિગ્રહ મહાવ્રતની પુષ્ટિ અને સુરક્ષા માટે શાસ્ત્રકારે પાંચ ભાવનાઓનું પ્રતિપાદન કર્યું છે. તે પાંચ ભાવનાઓ આ પ્રકાર છે :
(૧) શ્રોત્રેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ શબ્દોમાં રાગદ્વેષ ન કરવો. (૨) ચક્ષુ ઇન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ રૂપમાં રાગદ્વેષ ન કરવો. (૩) ઘાણેન્દ્રિયની વિષયભૂત મનોજ્ઞ-અમનો ગંધોમાં રાગદ્વેષ ન કરવો. (૪) રસનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ રસોમાં રાગદ્વેષ ન કરવો. (૫) સ્પર્શનેન્દ્રિયના વિષયભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ સ્પર્શીમાં રાગદ્વેષ ન કરવો.
પરિગ્રહનો અર્થ મોટા ભાગે ગ્રહણ કરવાનો હોય છે. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી પાંચેય ઇન્દ્રિયો અને મનના વિષયોને ગ્રહણ કર્યા વગર સાધકનું કામ ચાલી શકતું નથી. કદાચ ઇન્દ્રિયોને તે નિશ્રેષ્ટ કરીને બેસી જશે, પરંતુ મને તો ક્ષણભર માટે પણ ચિંતનમનન કર્યા વગર નથી રહી શકતું. મન કોઈ ને કોઈ ઇન્દ્રિયના વિષયમાં ચિંતન કરશે જ. ત્યારે સવાલ ઊઠે છે કે અહીં ઇન્દ્રિયો અને મન દ્વારા ગ્રહણ કરેલા વિવિધ વિષય પરિગ્રહ કહેવાશે અને ત્યાં અપરિગ્રહ માટે કૃત પ્રતિજ્ઞા સાધકને પરિગ્રહનો ત્યાગ કરવો આવશ્યક છે. આ મૂંઝવણ કેવી રીતે ઉકલે? આ મૂંઝવણને ભગવાન મહાવીરે ખૂબ જ સુગમ રીતિથી ઉકેલી છે. એમણે માર્ગ બતાવ્યો છે કે – “સાધકે જીવનમાં અનિવાર્ય ઇન્દ્રિય વિષયોને તો ગ્રહણ કરવા જ પડશે, પરંતુ તે સ્થિતિમાં તેને બે પ્રકારનો વિવેક કરવો પડશે. પહેલો એક જ વિષયમાં અનિવાર્ય નથી, તેને ચલાવીને ગ્રહણ ન કરવો. બીજો એ કે સાધુના સામે જ્યારે મનોજ્ઞ, રમણીય, અનુકુળ લાગનાર, આકર્ષક અને મનોરમ વિષય આવી જાય તો તેમાં રાગ ભાવ ન કરવા. આ રીતે જ્યારે અમનોજ્ઞ, અરમણીય, પ્રતિકૂળ અને ખરાબ લાગનારા વિષય આવી જાય તો તેનામાં દ્વેષભાવ ન કરવો. બસ, આ જ વિષયોને ગ્રહણ કરતા હોવા છતાં અપરિગ્રહી રહેવાની કૂંચી છે. કહેવાયું છે કે -
जो सद्द-रूव-रस गंध मागए, फासे य संपप्प मणुण्ण पावए ।
गेही पओसं न करेज्ज पंडिए, स होइ दंते विरए अकिंचणे ॥ જે સાધુ અનાયાસ પ્રાપ્ત મનોજ્ઞ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને મેળવીને ગૃદ્ધિ (આસક્તિ) કરતા નથી અને અમનોજ્ઞ અશુભ શબ્દાદિ મેળવી પ્રદ્વેષ કરતો નથી તે વાસ્તવમાં વિરત છે, પંડિત છે, દાનત છે, અપરિગ્રહી છે.
આ છે પરિગ્રહ અને અપરિગ્રહની વિવેકની કૂંચી. જો સાધક મનોજ્ઞમાં રાગ અને અમનોજ્ઞમાં દ્વેષ કરે છે, તો તે અંતરંગ પરિગ્રહી થઈ જાય છે. વસ્તુતઃ વિષય પોતાનામાં સારા કે ખરાબ નથી. સાધકની દૃષ્ટિમાં જ્યારે રાગ અને દ્વેષનું ઝેર હોય છે, ત્યારે તે અંતરંગ પરિગ્રહ બની જાય છે. વિષયોમાં ત્યાં સુધી વિષ પેદા ન થાય ત્યાં સુધી તેમાં રાગ અથવા દ્વેષનો પુટ ન હોય. તેથી અપરિગ્રહી સાધકના માટે રાગ અને દ્વેષને છોડવા જરૂરી અને મહત્ત્વપૂર્ણ છે. અપરિગ્રહ મહાવ્રતની ઉક્ત પાંચ ભાવનાઓમાં આ જ વાત કહી છે.
[પરિગ્રહ વિરમણ મહાવ્રત આ
D D Do૮૦૧)