SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ થઈ જાય છે, ત્યાં વ્યવસાયની શુદ્ધિ નથી રહી શકતી. ધનની લોલુપતા વ્યવસાયને અપ્રામાણિક, અનૈતિક તથા પાપમય બનાવી દે છે. વ્યવસાયમાં ઘૂસેલી વધુ નફાખોરી, સંગ્રહખોરી, કાળાબજારી, બેઈમાની, વિશ્વાસઘાત, શોષણવૃત્તિ વગેરે ખરાબીઓ ધનલોલુપતાનું પરિણામ છે. આ ધારણા અત્યંત ભ્રમપૂર્ણ છે કે બેઈમાની કે જૂઠ વગર પેટ નથી ભરાતું કે વેપારમાં બધું ચાલે છે. સાત્ત્વિક વ્યવસાયથી આસાનીથી પેટ ભરી શકાય છે. હા, પેટી કે તિજોરી નથી ભરી શકાતી. શ્રાવકના વ્યવસાયનો ઉદ્દેશ્ય પેટ ભરવું (જીવનનિર્વાહ) થાય છે, પેટી ભરવી (ધનસંગ્રહ) નહિ. તેથી શ્રાવકને અલ્પારંભવાળો સાત્ત્વિક વ્યવસાય ઈમાનદારીપૂર્વક પ્રામાણિકતાથી, સમાજસેવાની ભાવનાથી કરવો જોઈએ. શું સટ્ટો, જુગાર કે વ્યાજ અહિંસક વ્યવસાય છે ? વ્યવસાયના વિષયમાં લોકોમાં અનેક પ્રકારના ભ્રમ અને ખોટી ધારણાઓ ઘર કરી ગઈ છે. સાધારણ લોકો સમજે છે કે ખેતી વગેરે ઉત્પાદક અને પરિશ્રમમૂલક વ્યવસાયોમાં તો જીવોની હિંસા થોડા-ઘણા અંશોમાં થાય જ છે, પણ સટ્ટામાં, જુગારમાં અને વ્યાજના ધંધામાં કોઈ પ્રકારની જીવહિંસા નથી થતી, તેથી એ ધંધા શ્રાવક માટે ઉચિત છે. સટ્ટામાં માત્ર જબાન(મોઢા)થી સોદો કરવાનો હોય છે, એમાં હાજર માલની કોઈ ઝંઝટ નથી રહેતી, માલ ઉઠાવવો-મૂકવો, તોલવો-સ્ટૉક કરવામાં પ્રપંચ નથી રહેતો. એમાં જીવોની પ્રત્યક્ષ હિંસા પણ નથી થતી. જુગારમાં બસ તાશનાં પત્તાંઓના બળે જ માલ-માલ થઈ જાય છે. ક્યાંય કોઈ ઝંઝટ કે જીવહિંસા નથી થતી. આ જ રીતે વ્યાજમાં પણ કોઈ આરંભ કે જીવહિંસા નથી થતી. તેથી જીવહિંસાથી બચવા માટે સટ્ટો, જુગાર કે વ્યાજનો વ્યવસાય કરવો, ખેતી, વેપાર વગેરે ધંધાઓની અપેક્ષા શું સારો નથી ? ઉપર-ઉપર જોવાથી તો એવું લાગે છે કે સટ્ટા, જુગાર કે વ્યાજના વ્યવસાયમાં પ્રત્યક્ષ જીવહિંસા નથી થતી, પરંતુ થોડા ઊંડાણમાં ઊતરીને વિચારવામાં આવે તો પ્રતીત થશે કે ઉક્ત કાર્યોમાં ભયંકર હિંસાના બીજ રહેલાં છે. સાધારણ લોકોની દૃષ્ટિ ઉપર-ઉપરની વસ્તુ જ જોઈ શકે છે, જ્યારે શાસ્ત્રકાર અને તત્ત્વદર્શી, મહોપકારી, મહાપુરુષ, સૂક્ષ્મદર્શી, દૂરદર્શી અને ઊંડાણમાં ઊતરીને મળેલા સત્યને પ્રગટ કરનાર હોય છે. એ બધા તત્ત્વચિંતકો અને મનીષીઓએ પોતાના સૂક્ષ્મ ચિંતનથી એ જાણ્યું અને પ્રતિપાદિત કર્યું છે કે જુગારસટ્ટો-વ્યાજમાં ભલે ઉપર-ઉપરથી જીવહિંસા થતી દેખાતી ન હોય, પરંતુ એમના અંદર ભયંકર અને ઘોર મહાહિંસાનાં બીજ રહેલાં છે, જે સમય જોઈને અત્યંત ઘાતક રૂપમાં સામે આવે છે. નાના વડના બીજને જોઈને એ કલ્પના નથી કરી શકાતી કે કાલાંતરમાં આ વિશાળ વટવૃક્ષનું રૂપ લેશે, પરંતુ આ એક સત્ય છે. આ જ રીતે સટ્ટા-જુગારમાં ભલે હિંસા, બીજ જેવી નાની દેખાતી હોય, પરંતુ એ નાની નથી. એ સમય જોઈને વટવૃક્ષની જેમ વિશાળ રૂપ ધારણ કરી લે છે અને અત્યંત વિકરાળ રૂપમાં સામે આવે છે. તેથી શાસ્ત્રકાર અને નીતિકારે આ વ્યવસાયોની નિંદા કરી છે. એ વ્યવસાય અલ્પારંભી નથી, મહારંભી છે. જો કે એમાં બહારથી કોઈ હિંસા દેખાતી નથી પણ અંદર હિંસાનો ઊંડો ડાઘ છે, જે દૂર-દૂર જિણધો ૪૨
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy