SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) કેસ વાણિજ્જ (કેશ વાણિજ્ય) : કેશવાળી દાસીઓ તથા અન્ય દ્વિપદ, ચતુષ્પદ પશુ-પક્ષી વેચવાનો વ્યવસાય કરવો. (૧૦) વિસ વાણિજ્જ (વિષ વાણિજ્ય): વિષ, શસ્ત્ર વગેરે પ્રાણઘાતક વસ્તુઓને વેચવાનો વેપાર કરવો. (૧૧) જંતપીલન કમે (યંત્ર પીડન કર્મ) : મોટાં-મોટાં યંત્રોથી તલ, શેરડી વગેરે પીલવાનો વ્યવસાય કરવો. (૧૨) ણિલંછણ કમે (નિલાંછન કર્ય) ઃ જાનવરોને બધિયા (ખસી) કરવી, ડામ દેવો, નાક વીંધવું વગેરે અંગછેદનનો વ્યવસાય કરવો. (૧૩) અસઇજણ પોસણયા કર્મો (અસતીપોષણ કર્મ) કુલટા સ્ત્રીઓને રાખીને એમના દ્વારા ધન કમાવું. (૧૪) દવગ્નિદાવણયા કમે (દવદાવ કર્મ) : જંગલમાં આગ લગાવીને એને સળગાવવાનો વ્યવસાય કરવો. (૧૫) સરદહતલાય સોસણયા કર્મો (સરઢંહતડાગ શોષણ કર્મ) : તળાવ, સરોવર, ઝરણું વગેરેને સૂકવવાનો ધંધો કરવો. ઉક્ત ૧૫ કર્માદાન (પાપ કર્મના સ્ત્રોત) વિશેષ હિંસાકારી તથા મહારંભી ધંધા છે, તેથી શ્રાવક માટે સર્વથા ત્યાજ્ય છે. વિવેકી શ્રાવકને કદીયે આ કર્માદાનોનું સેવન (વ્યવસાય) ન કરવું જોઈએ. જીવનમાં નાની-મોટી હિંસા તો અપરિહાર્ય છે, આજીવિકાના ક્ષેત્રમાં પણ એનાથી પૂરી રીતે બચી નથી શકાતું. છતાંય ઉદ્યોગ-ધંધાઓમાં વિવેક હોવો જોઈએ, અન્યથા અવિવેકના કારણે ઉદ્યોગિની હિંસા પણ મહારંભી બની શકે છે. શાસ્ત્રમાં મહારંભને નરકનું દ્વાર બતાવવામાં આવ્યું છે, તેથી શ્રાવકને પોતાની આજીવિકાના નિર્ધારણ તથા નિર્વાહ આ રીતે વિવેકના ત્રાજવામાં તોલીને કરવો જોઈએ, જેમાં મહારંભ ન હોય. જે વ્યવસાય અલ્પારંભવાળો હોય, જે સમાજ કે દેશ માટે અહિતકર ન હોય, જેમાં બીજાઓનું શોષણ ન થતું હોય, એવો સાત્ત્વિક વ્યવસાય જીવનનિર્વાહ હેતુ તથા સમાજ સેવાર્થ કરવો શ્રાવક માટે ઉચિત છે. મહારંભી ધંધા જેમાં ત્રસ વગેરે સ્થૂલ જીવોની પ્રચુર તથા પ્રત્યક્ષ હિંસા થતી હોય, જે દુર્વ્યસનોના પ્રેરક હોય, જે સમાજ કે દેશ માટે ઘાતક હોય, જે અનૈતિક હોય, એવા ધંધાઓથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. વ્યવસાયનો ઉદેશ્ય : - શ્રાવકના વ્યવસાયનો ઉદ્દેશ્ય જીવનનિર્વાહ માત્ર હોય છે. પોતાનું અને પોતાના આશ્રિત રહેલા પરિવાર વગેરેના ભરણ-પોષણ તથા યોગ-ક્ષેમ કરવો શ્રાવકનું દાયિત્વ હોય છે. આ દાયિત્વના નિર્વાહ-હેતુ તે વ્યવસાય કરે છે, ન કે ધનની લાલચના કારણે. જે વ્યવસાયમાંથી જીવનનિર્વાહનો ઉદ્દેશ્ય નીકળી જાય છે અને ધનોપાર્જનની લોલુપતા તથા સંગ્રહવૃત્તિનો [ અહિંસા-વિવેકી જે છે છે કે જે ૧૪૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy