________________
આ છ પ્રકારનાં કાર્યો અવિરતિના કારણે સાવદ્ય કર્માર્ય છે. અર્થાત્ વતી શ્રાવકની ભૂમિકાના પહેલાં એ સાવદ્ય કર્માર્ય છે, પરંતુ વતી શ્રાવક હોવાથી જે મર્યાદાબદ્ધ ખેતી વગેરે કર્મ કરે છે, લખવા-વાંચવાનો ધંધો કરે છે, તો તે અલ્પારંભની ભૂમિકામાં છે. તાત્પર્ય એ છે કે શ્રાવકની ભૂમિકા અલ્પારંભની જ ભૂમિકા છે. શ્રાવકમાં વિવેક હોય છે. તે જે પણ કામ કરશે એમાં વિવેકની દૃષ્ટિ રાખશે. શ્રાવકની ભૂમિકા એ ભૂમિકા છે, જેમાં વિવેકનો જાદૂ છે. આ જ જાદૂ એના કાર્યને અલ્પારંભવાળો બનાવી દે છે.
શ્રાવક આનંદનું જીવન એક આદર્શ શ્રાવકના રૂપમાં “ઉપાસક દશાંગ સૂત્ર'માં વણિત છે. તે શ્રાવક હોવા છતાંય ખેતી કરતો હતો. એના ઘેર ચાલીસ હજાર ગાયો હતી. એણે ખેતરોથી ઘર સુધી લાવવા માટે પાંચસો ગાડાંઓની મર્યાદા કરી હતી. તે વ્રતધારી અને અલ્પારંભી હતો. જો ખેતીમાં મહારંભ હોત તો આનંદ શ્રાવકને અલ્પારંભી કેવી રીતે માની શકતા? પરંતુ આનંદ શ્રાવકનો અલ્પારંભત્વ પ્રસિદ્ધ છે. એનાથી ફલિત થાય છે કે કૃષિનું કામ મહારંભમાં પરિગણિત નથી.
જો કોઈ એ કહે કે - “આનંદ મહારંભી હતો અને એના પરિવારમાં પરંપરાથી ખેતીનો ધંધો ચાલ્યો આવતો હતો. શ્રાવક બન્યા પછી એણે ખેતીની જમીનની મર્યાદા કરીને બાકીનો ત્યાગ કરી દીધો હતો.” આ કથનનો અભિપ્રાય એ થયો કે ખેતી મહારંભ તો છે પણ એની મર્યાદા કરી શકાય છે. આ કથન અસંગત છે. કારણ કે મહારંભની મર્યાદા નથી કરવામાં આવતી, એનો ત્યાગ કરવામાં આવે છે. મહારંભની મર્યાદા કરનાર અણુવ્રતી શ્રાવકની કોટિમાં નથી આવતો. અણુવ્રતી શ્રાવકનું પદ પ્રાપ્ત કરવા માટે મહારંભનો સંપૂર્ણ ત્યાગ કરવો આવશ્યક હોય છે. જો કોઈ એવી મર્યાદા કરે કે - હું ચારથી વધુ કતલખાનાં, જુગારના અડ્ડા, વેશ્યાલય કે દારૂની ભઠ્ઠીઓ નહિ ચલાવું.' તો એવી મર્યાદા કરનાર શું અણુવ્રતી શ્રાવક થઈ શકે છે ? એવું કદી સંભવ નથી.
યુગાદિ દેવ ભગવાન ઋષભદેવે તત્કાલીન જનતાને જે કલાઓ શીખવાડી એમને મહારંભ કદીયે માનવામાં નથી આવતા. જો એમાં મહારંભ હોત તો, ભગવાન ઋષભદેવ કોઈપણ સ્થિતિમાં જનતાને એ માર્ગ ન બતાવતા. તે જનતાના પરમોપકારી મહાપુરુષ હતા. મહારંભનો માર્ગ બતાવીને તે જનતાને નરકના મહેમાન કેવી રીતે બનાવી શકતા હતા ? મહારંભથી નરક ગતિ જ મળે છે. ભગવાને પ્રજાના હિત માટે કૃષિ વગેરે કર્મનું શિક્ષણ આપ્યું. આ જ સ્વયંમાં એ વાતનું દઢ પ્રમાણ છે કે કૃષિ મહારંભ નથી. મહારંભને રોકનારી હોવાથી તે અહિંસાની સાધિકા છે અને અલ્પ આરંભવાળી ઔદ્યોગિક હિંસાના અંતર્ગત આવે છે.
ઉક્ત પ્રતિપાદનનો અભિપ્રાય એ નથી કે કૃષિમાં હિંસા નથી થતી. અન્ય વ્યવસાયોની જેમ એમાં પણ હિંસા થાય છે, પરંતુ એ હિંસા મહારંભ રૂપ નથી હોતી, પણ તે ઔદ્યોગિક હિંસા છે, જે શ્રાવકના માટે અનિવાર્ય રૂપથી વર્જનીય નથી. કારણ કે શ્રાવક ઉપર કુટુંબ વગેરેનું દાયિત્વ હોય છે, તેથી એને જીવનનિર્વાહ હેતુ કોઈ ને કોઈ ઉદ્યોગ કરવો જ પડે [ અહિંસા-વિવેક અને બીજી જ જો આ૫૩)