SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ મોટા પાપનો ત્યાગ કેમ નથી કરવામાં આવતો? આનો જવાબ એ છે કે અનુમોદનાનું પાપ ત્યાગવાની શક્તિ ન હોવાના કારણે જ આનો ત્યાગ નથી કરાવવામાં આવતો. પ્રત્યેક કામ પોતાની શક્તિ અનુસાર જ થાય છે. પરંતુ આનો એ અર્થ નથી કે કરવા-કરાવવાની અપેક્ષા અનુમોદનાનું પાપ નાનું છે. તેથી એકાંત આગ્રહને છોડીને તટસ્થ ભાવથી વસ્તુતત્ત્વનો વિચાર કરવો જોઈએ. શ્રાવક અને વ્યવસાયઃ ગૃહસ્થ અવસ્થામાં રહેતાં પ્રત્યેક શ્રાવકને પોતાનું, પોતાના પરિવાર તથા પોતાના આશ્રિતોનું પાલન-પોષણ કરવા તથા એમનો નિર્વાહ કરવા માટે કંઈક ને કંઈક ઉદ્યોગધંધા કે નોકરી અથવા કર્મ કરવું જ પડે છે. જીવિકોપાર્જન કરવું ગૃહસ્થનું મહત્ત્વપૂર્ણ દાયિત્વ છે. એના વગર એનું ગૃહસ્થજીવન ચાલી નથી શકતું. જીવનનિર્વાહની મૂળભૂત ચીજોની પૂર્તિ થયા પછી જ માનવને ધર્મ-કર્મ, ભકિત, કલા, સાહિત્ય કે સંસ્કૃતિ વગેરેના વિશે વિચાર કરવાનો અવસર મળે છે. ભૂખ્યા આદમી માટે ધર્મ-કર્મ વગેરે કોઈ મહત્ત્વના નથી. ભૂખની સમાન બીજી કોઈ વેદના નથી. સુધાનો પરિષહ પ્રથમ અને મુખ્ય પરિષહ માનવામાં આવ્યો છે. ભૂખથી પીડિત વ્યક્તિ કર્તવ્ય-અકર્તવ્યનો વિચાર નથી કરતી. ભૂખ્યો માણસ શું પાપ નથી કરતો ! ભૂખ્યાને પહેલાં ભોજન જોઈએ, ભજન નહિ કહ્યું છે - बुभुक्षितैर्व्याकरणं न भुज्यते, पिपाक्षितैः काव्यरसो न पीयते । એક માણસ ભૂખ્યો છે, એવી સ્થિતિમાં વ્યાકરણથી એનું પેટ નહિ ભરાય. તરસ્યો વ્યક્તિ કાવ્યરસથી પોતાની તરસ નથી બુઝાવી શકતો. એમને તો ભોજન અને પાણી જોઈએ. ભૂખથી વ્યાકુળ પર શું વીતે છે એ ભકતભોગી જ જાણી શકે છે. તેથી મનુષ્યોની સુધાને શાંત કરવા માટે વિવિધ પ્રકારના ઉપાયોનો આવિષ્કાર અને એમનો પરિષ્કાર કરવામાં આવ્યો છે. યુગલિક કાળમાં કલ્પવૃક્ષોથી બધા પ્રકારની જરૂરિયાતોની પૂર્તિ થઈ જતી હતી. તેથી મનુષ્ય સમાજની સામે જીવનનિર્વાહની કોઈ સમસ્યા નહોતી. પરંતુ જ્યારે કાળ સ્વભાવથી કલ્પવૃક્ષોએ ફળ આપવાં બંધ કરી દીધાં, તો માનવ-સમાજના સામે જીવનનિર્વાહની કઠિનતમ સમસ્યા ઉત્પન્ન થઈ ગઈ. માનવજાતિના મહાન સૌભાગ્યથી આદિ તીર્થકર ભગવાન ઋષભદેવે તત્કાલીન માનવ-સમાજને જીવનનિર્વાહની રીતિઓ, નીતિઓ અને વિધિઓ બતાવી. એમણે કરુણાથી આપ્લાવિત થઈને જન-સમુદાયને કૃષિ, મષિ અને અસિનું શિક્ષણ આપ્યું, કલાઓ શીખવાડી, સમાજ-વ્યવસ્થા સ્થાપિત કરી અને અંતમાં ધર્મ પ્રરૂપિત કરી મોક્ષમાર્ગની સ્થાપના કરી. અત્યંત ઋણી છે માનવજાતિ એ આદિનાથ ભગવાનની. જીવનની મૂળભૂત અન્ન-વસ્ત્ર વગેરે સંબંધિત આવશ્યકતાઓની પૂર્તિ-હેતુ ગૃહસ્થ શ્રાવકને જીવિકોપાર્જનનો કોઈ ઉપાય અપનાવવો પડે છે. વ્યવસાય કે નોકરીનું અવલંબન એને લેવું પડે છે. પરંતુ વિવેકવાન શ્રાવક પોતાના વ્યવસાય કે જીવિકોપાર્જનનાં સાધનોને અપનાવતાં પૂર્વ આ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે તે જીવિકોપાર્જનનું સાધન સાત્ત્વિક હોય, નીતિસંમત હોય, અલ્પારંભી હોય, કોઈ અન્યનું શોષણ કરનાર ન હોય. વિવેકી શ્રાવક [ અહિંસા-વિવેક છે. તે છે, જે સ૩૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy