SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આજના વિજ્ઞાપનબાજીના યુગમાં અહીં બેઠેલા જ દુનિયાભરનાં કામોની અને આરંભોની અનુમોદના કરી શકાય છે. ભલે તે વસ્તુ ઉપલબ્ધ ન હોય, છતાં એની પ્રશંસા કે અનુમોદના તો કરી શકાય છે. આ રીતે અનુમોદનનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કરવા-કરાવવાથી પણ વધી જાય છે. અનુમોદનનું પાપ એવું લાગે છે કે કંઈ કર્યા વગર જ મહારંભનું પાપ થઈ જાય છે. એના માટે “ભગવતી સૂત્ર'ના ૨૪મા શતકમાં અંગુલના અસંખ્યાતમાં ભાગ અવગાહનવાળા તંદુલમચ્છનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તંદુલમચ્છ સ્વયં માછલીઓની હિંસા નથી કરી, નથી કરાવી, પણ એણે માત્ર દુર્ભાવના કરી - “જો આ મસ્થની જગ્યાએ હું હોત તો બધી માછલીઓને ખાઈ જાત, એકને પણ બહાર નીકળવા ન દેત.” આવી દુષ્ટ ભાવનાના કારણે તે નાનો મત્સ્ય, માછલીઓની હિંસા ન કરવા, ન કરાવવા છતાંય હિંસાના અનુમોદનના કારણે સાતમા નરકમાં ગયો. આમ, કરવા-કરાવવાની અપેક્ષા અનુમોદનાનું ક્ષેત્ર મોટું છે. કર્મબંધનનો મુખ્ય આધાર મન હોય છે. ક્રિયા સમાન હોવા છતાંય મનોભાવનામાં અંતર રહે છે. એક વ્યક્તિ જે નેત્રોથી પોતાની બહેનને જુએ છે, એ જ નેત્રોથી પોતાની પત્નીને પણ જુએ છે, પરંતુ મનોભાવનાનું અંતર રહે છે. બિલાડી પોતાના મોંઢામાં પોતાના બચ્ચાને પણ પકડે છે અને ઉંદરને પણ પકડે છે, પરંતુ બંનેની પકડમાં મનોભાવનાનું અંતર રહે છે. તેથી કર્મબંધનો મુખ્ય આધાર મનોભાવના છે - અધ્યવસાય છે. કહી શકાય છે કે શાસ્ત્રકારોએ તો મન-વચન-કાયા ત્રણેયને કર્મબંધનું કારણ કહ્યું છે, છતાં મનને જ કેમ મુખ્ય આધાર માનવામાં આવે ? એનું સમાધાન એ છે કે – “વચન અને કાયા સાથે પણ મન રહે છે, તેથી મનની મુખ્યતા માનવામાં આવે છે.” સારાંશ એ છે કે – “કોઈ સમયે કરવામાં પાપ વધુ લાગે છે અને કરાવવામાં ઓછું લાગે છે. ક્યારેક કરાવવામાં વધુ થાય છે. આ વાત વિવેક-અવિવેક પર નિર્ભર છે.” હા, એ આવશ્યક છે કે કરવાની અપેક્ષા કરાવવાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વધુ છે અને કરાવવાની અપેક્ષા અનુમોદનાનું વધારે છે. એ જ વાત પુણ્ય અને ધર્મના માટે પણ છે. પ્રત્યેક કામમાં વિવેકની આવશ્યકતા છે. વિવેક ન હોવાથી અવિવેકના કારણે અલ્પારંભ પણ મહારંભ બની જાય છે. કોઈ એ પણ પ્રશ્ન કરી શકે છે કે જ્યારે પાપના કારણે અવિવેક રોકાયો ત્યારે જો કરનાર અને જેનાથી કરાવવામાં આવે તે બંને જ વિવેકી અને એ દશામાં સ્વયં ન કરીને એ બીજાથી જે વિવેકી છે, કરાવવામાં આવે તો શું આપત્તિ છે? એ દશામાં તો કરાવવામાં વધુ પાપ ન થાય? પછી ચાહે કરાવવામાં આવે કે કરવામાં આવે, તો સમાન જ હશે ? એનો જવાબ એ છે કે વિવેકની અપેક્ષા તો કરાવવામાં વધુ પાપ નહિ લાગે, પણ કરાવવામાં કરવાની અપેક્ષા જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વધુ ખુલ્યો છે, એનું પાપ તો વધુ લાગશે જ. આ વિષયમાં વિશેષતઃ વિવેક અને મનના ભાવો પર જ વધુ આશ્રિત રહેવું પડે છે. એક પ્રશ્ન એ થઈ શકે છે કે ગૃહસ્થ જ્યારે સામાયિકમાં બેસે છે ત્યારે તે કરવા - કરાવવાનું પાપ ત્યાગે છે. જ્યારે અનુમોદનાનું પાપ વધુ છે તો એનો ત્યાગ કેમ નથી કરતા? (૬૩૮ , , , , , , , , જિણામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy