SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યરૂપી બે પાંખોનું સુદઢ તથા સુરક્ષિત હોવું જરૂરી છે. અહિંસા અને સત્ય જીવનની બે પાંખો છે. શું સાધુજીવન અને શું ગૃહસ્થજીવન, પ્રત્યેક જીવનમાં આ બંને પાંખોનું હોવું જરૂરી છે. લોકો અહિંસાના પાલનનું તો નાટક કરી લે છે, પરંતુ સત્યાચરણના દ્વાર પર આવતાં જ એમના પગ ધ્રૂજવા લાગે છે. ભગવાન મહાવીરનું કથન છે કે - “સાધકના પગ જેટલા અહિંસાની તરફ વધ્યા, એટલા જ સત્યની તરફ પણ વધવા જોઈએ.” સત્યને ઠોકર મારી કોરી (ખાલી) અહિંસાને અપનાવવું, પ્રકાશને છોડીને તેલથી ભરેલી દિવેટને અપનાવવા સમાન છે. એ જ રીતે કોરા સત્યના પ્રતિ આગ્રહશીલ હોવું જો એની પાછળ અહિંસા, કરુણા અને પ્રેમ ન હોય, તો જીવનમાં પ્રકાશ નથી આપી શકતો. સત્ય અને અહિંસા - એ બે જ જગતની સર્વાધિક મૂલ્યવાન વસ્તુઓ છે. સત્યનો મહિમા : સત્યનું મહત્ત્વ બતાવતાં “આચારાંગ'માં કહ્યું છે . àમિધિરૂં બૈદ સ્થિોવ મેઢાવી સબંપાવં મૅ સોસફ ” - આચારાંગ, પ્રથમ શ્રુત, અ. હે સાધકો ! સત્યમાં ધૃતિ અને સ્થિતિ કરો. સત્યમાં સંલગ્ન મેધાવી બધાં પાપકર્મોને સળગાવી નાખે છે. બીજું પણ કહ્યું છે - માઈIII સક્રિો મેદાવી મારે તર” સત્યની આજ્ઞામાં ઉપસ્થિત રહેનાર મેધાવી જન્મ-મરણને પાર કરી જાય છે. “મહાભારત'માં સત્યનો મહિમા બતાવનાર અનેક મુક્તાકણ છે - “નાસ્તિ સત્યાન પર થ:' - મહાભારત-શાંતિ પર્વ સત્યથી વધીને કોઈ ધર્મ નથી - ત્યેનોસ્પદ ઘ, રીવાનેન વર્ધતે' ધર્મની ઉત્પત્તિ સત્યથી થાય છે અને તે ધર્મ દયાદાનના દ્વારા વિકસિત થાય છે. “सत्यं स्वर्गस्य सोपानं, पारावरस्य नौरिव" - મહાભારત-ઉદ્યોગ પર્વ સત્ય સ્વર્ગની સીડી છે અને સંસાર-સાગરથી પાર કરનારી નાવ છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં સત્યની પ્રશંસામાં કહ્યું છે કે - “મંત્ર, ઔષધિ અને વિદ્યાઓનું સાધન સત્યથી થાય છે.” ચારણ (લબ્ધિસંપન્ન મુનિ વિશેષ) તથા શ્રમણોની આકાશ-ગમન વગેરે વિદ્યાઓ સત્યના પ્રભાવથી સિદ્ધ થાય છે. સત્ય, મનુષ્યોના વંદનીય, દેવતાઓના અર્ચનીય, અસુરગણોના પૂજનીય અને અનેક વ્રતધારીઓ દ્વારા સ્વીકાર કરાયેલું સારભૂત તત્ત્વ છે. ક્ષુબ્ધ ન હોવાના કારણે તે મહાસમૃદ્ધથી પણ વધુ ગંભીર વિચલિત ન થનાર મેરુ પર્વતથી વધુ સ્થિર, સંતાપને દૂર કરવાના કારણે ચંદ્રમંડળથી વધુ સૌમ્ય, વસ્તુ સ્વરૂપનો (૭૦) છે જે તે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy