SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ભંગ થાય છે, પરંતુ હિંસા ન હોવાના કારણ બાહ્ય દૃષ્ટિથી વ્રતનું પાલન થાય છે. આ રીતે અંગથી વ્રતનું પાલન અને અંશથી વ્રતનો ભંગ થવાથી એ અતિચાર કહેવામાં આવે છે. જેમ કે પૂજ્યોએ કહ્યું છે - मृत्योरभावान्नियमो ऽस्ति तस्य, कोपादिदयाहीनतया तु भग्नः । देशस्य भंगादनुपालनाच्च पूज्या अतिचारमुदाहरन्ति ॥ શ્લોકનો ભાવ ઉપર આપવામાં આવી ગયો છે. જે એ કહે છે કે બંધ વગેરેનો પ્રત્યાખ્યાન માનવાથી વ્રતોની સંખ્યા નથી બની શકવાની, એ અયુક્ત છે, કારણ કે વિશુદ્ધ અહિંસાના સદ્ભાવમાં બંધ-વધ વગેરે થઈ જ નથી શકતા.' - અથવા વધ-બંધ વગેરે જ્યારે જાણી-જોઈને કરવામાં આવે છે ત્યારે વ્રતનો ભંગ સમજવો જોઈએ અને જ્યારે અજ્ઞાનથી, અજાણતા કે ઉપયોગ ન રહેવાથી થઈ જાય છે, ત્યાં અતિચાર સમજવું જોઈએ. અથવા અતિક્રમ, વ્યતિક્રમ વગેરેની તરતમતાની અપેક્ષાથી અતિચારતા સમજવી જોઈએ. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ વ્રતની ઉત્તરોત્તર દોષ-પૂર્ણ સ્થિતિઓ છે. એમને સમજવા માટે એક ઉદાહરણ લઈ લો. આધા કર્મ આહાર ગ્રહણ ન કરવો. વ્રત છે. આધાકર્મ આહાર ગ્રહણ કરવા માટે નિમંત્રિત કરવાથી એને સારો સમજવો, અતિક્રમ છે. એને ગ્રહણ કરવા માટે આગળ વધવું વ્યક્તિક્રમ છે. આધાકર્મ ગ્રહણ કરી લેવો અતિચાર છે અને એ આધાકર્મને ખાઈ લેવો અનાચાર છે. આ ઉદાહરણથી વ્રતની દોષપૂર્ણ સ્થિતિઓને સમજી શકાય છે. આમ, શ્રાવકની અહિંસાની મંજિલ અને એની તરફ ચાલવાના માર્ગમાં પડનારી વિધિપડાવોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેથી શ્રાવક વર્ગ પોતાના અહિંસા વ્રતની મર્યાદાને ખરા રૂપમાં સમજીને હૃદયંગમ કરી શકે. જે શ્રાવક નિરતિચાર પોતાના સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ વ્રતની આરાધના કરશે તે આત્મ કલ્યાણના માર્ગ ઉપર અગ્રેસર થઈ શકશે. ૬૯ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત અહિંસા-અણુવ્રતનો સ્વીકાર કર્યા પછી શ્રાવક સત્ય અણુવ્રતને અંગીકાર કરે છે, કારણ કે અહિંસાની આરાધના સત્ય વગર નથી થઈ શકતી. અહિંસા અને સત્ય આ રૂપમાં મળેલાં છે કે સત્ય વગર અહિંસા અધૂરી છે અને અહિંસા વગર સત્ય અપૂર્ણ છે. અહિંસાની ઉર્વર ભૂમિમાં જ સત્યનો છોડ ઊગી શકે છે - વિકસિત થઈ શકે છે, એ જ રીતે સત્યના પાયા પર જ અહિંસા વગેરે વ્રતોનો પ્રાસાદ (મહેલ) સુદૃઢ રૂપમાં ચિરસ્થાયી થઈ શકે છે. જેમ વિસ્તૃત નીલ ગગનમાં ઊડવા માટે પક્ષીની બંને પાંખોનું મજબૂત હોવું જરૂરી છે, એમ જ વિસ્તૃત આધ્યાત્મિક જીવન-ગગનમાં ઊડવા માટે મનુષ્ય પાસે અહિંસા અને સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત SSC
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy