________________
ધર્મનો સાર અહિંસા છે. એ જ સમગ્ર પરમાગમનો પ્રાણ છે. આ અહિંસા ધર્મથી જ અવિનાશી સુખની પ્રાપ્તિ થાય છે. આગમની અન્ય બધી વિધિઓ અહિંસા ધર્મ માટે જ છે. રાગ વગેરેનું ઉત્પન્ન ન થવું અહિંસા છે અને એમનું ઉત્પન્ન થવું હિંસા છે. અહિંસાનું આ સ્વરૂપ ઊંચું છે. લોકમાં જે કોઈનો પ્રાણ લેવા કે દુખાવાને હિંસા અને એવું ન કરવાને અહિંસા કહેવામાં આવે છે, એ તો અહિંસાનું સ્થળ રૂપ છે. યથાર્થમાં તો જે વિકલ્પોથી આત્માના સ્વભાવનો ઘાત થાય છે, તે બધો વિકલ્પ હિંસા છે અને એ વિકલ્પોથી શૂન્ય નિર્વિકલ્પ અવસ્થા અહિંસા છે. એ અવસ્થા ઉપર પહોંચતા જ સાચું સ્થાયી આત્મિક સુખ મળે છે. જિનાગમનો સાર એ અહિંસા જ છે. આમ, અહિંસામૂલક ધર્મ સંબંધમાં ચિંતન કરવું ધર્મ ભાવના છે. એવું ચિંતન કરવાથી હંમેશાં ધર્મ ઉપર અનુરાગ રહે છે. આ ધર્મ ભાવનાનું આરાધન ધર્મરુચિ અણગારે કર્યું હતું. નાગશ્રી બ્રાહ્મણીએ ધર્મરુચિ અણગાર (મુનિ)ને કડવા તુંબડાનું શાક ખવડાવ્યું હતું. તે લઈને જ્યારે તે ગુરુજીની પાસે આવ્યા અને એમને તે આહાર બતાવ્યો તો ગુરુજીએ એને વિષાક્ત (ઝેરીલું) જાણીને નિરવદ્ય ભૂમિમાં પરઠાવવાની આજ્ઞા આપી. ધર્મચિ અણગારે ઈંટોને પકડવાની જગ્યાએ એ શાકનું એક બુંદ (ટીપું) પૃથ્વી પર નાખ્યું. એ જ સમયે અનેક કીડીઓ ત્યાં આવી ગઈ અને શાક ખાઈને મરી ગઈ. મુનિથી એ જોયું ન ગયું. એમણે પોતાના પેટને સર્વોત્તમ નિરવદ્ય જગ્યા માનીને તે આહાર કરી લીધો. એનાથી આખા શરીરમાં વેદના ઉત્પન્ન થઈ ગઈ. મુનિરાજ જીવરક્ષા માટે એ વેદનાને સમભાવથી સહન કરતા રહ્યા. આયુષ્ય પૂર્ણ કરીને તે સર્વાથ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. આગલા ભવમાં કર્મોનો અંત કરીને મોક્ષમાં જશે.
ઉક્ત રીતિથી બાર ભાવનાઓમાંથી એક-એક ભાવનાનું અવલંબન લેવાથી પણ અનેક આત્માઓનું કલ્યાણ થયું છે. જે જીવ બાર ભાવનાઓનું ચિંતન કરશે એના કલ્યાણમાં શું સંદેહ થઈ શકે છે ? અનુપ્રેક્ષાઓના ચિંતનથી મન એકાગ્ર થાય છે અને ઇન્દ્રિયો વશમાં થાય છે. મનના એકાગ્ર થવાથી સ્વસંવેદન દ્વારા આત્માની અનુભૂતિ થાય છે. એ જ આત્માનુભૂતિ દ્વારા જીવનમુક્ત દશા અને અંતમાં પરમ મુક્તિ પ્રાપ્ત થાય છે. ત્યારે જીવો કૃત-કૃત્ય થઈ જાય છે.
KGSS
( પરિષહ ઉપર વિજય)
દુઃખોનો અનુભવ કર્યા વિના પ્રાપ્ત કરેલું જ્ઞાન દુઃખ પડવાથી નષ્ટ થઈ જાય છે, તેથી મુનિને શક્તિ અનુસાર દુઃખોને સહન કરવાની આદત પણ પાડવી જોઈએ. આત્માનુભવની સાથે-સાથે દુઃખોને સહન કરવાની શક્તિ પણ મુનિએ પ્રાપ્ત કરવી જોઈએ. તેથી શાસ્ત્રકારોએ પરિષદોનું સ્વરૂપ બતાવીને એમના પર વિજય પ્રાપ્ત કરવા માટે સંકેત કર્યો છે. મોક્ષમાર્ગની સાધના કરતા સમયે અચાનક જે કષ્ટ ઉપસ્થિત થઈ જાય છે, એમને પરિષહ કહે છે. એમને જીતવું અર્થાત્ એ કષ્ટોથી ખેદ-ખિન્ન ન થઈને શાંત ભાવથી એમને સહન કરવું પરિષહજય છે. એમને એ જ મુનિ સહન કરી શકે છે, જેને કષ્ટોને સહન કરવાનો અભ્યાસ હોય. (૩૬) 000 0 0 0 0 0 0 0 0 0 | જિણધો]