SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂખ્યો મનુષ્ય કયું પાપ નથી કરતો ! ભૂખથી અને બેકારીથી પીડિત વ્યક્તિ અપરાધમય વૃત્તિની તરફ વળી જાય છે. અનેક ભૂખ્યા અને બેકાર લોકો સાત્ત્વિક વૃત્તિના અભાવમાં ચોરી વગેરે અનૈતિક કાર્ય કરવામાં લાગી જાય છે. નકામો ખર્ચ અને દુર્વ્યસનોના ચક્કરમાં ફસાયેલી વ્યક્તિ પણ ચોરી કરવા લાગે .છે. જુગાર, સટ્ટો, દારૂ, ગાંજો, ભાંગ, વેશ્યાગમન વગેરે દુર્વ્યસનોમાં પડેલી વ્યક્તિને જ્યારે પૈસાની તંગીનો અનુભવ થાય છે ત્યારે પણ તે ચોરી કરવા લાગે છે. કેટલીક સામાજિક કૂપ્રથાઓ પણ ખોટો ખર્ચ અને અપવ્યયને પ્રોત્સાહિત કરે છે. એમના ચક્કરમાં પડીને વ્યક્તિ અનૈતિક ઉપાયોથી ધનાર્જન કરવા ઉત્સાહિત થઈ જાય છે. એમાં ચોરી પણ સામેલ છે. કેટલાક લોકો માન-પ્રતિષ્ઠા અને કીર્તિની લાલચમાં પડીને પણ ચોરી કરે છે. જેમ કે કેટલાક લેખક કે કવિઓ બીજાના લેખ કે કવિતાઔને ચોરીને પોતાના નામથી પ્રકાશિત કરાવે છે. આ કીર્તિની કામનાથી કરવામાં આવે છે. એ જ રીતે કેટલાક લોકો અનૈતિક રીતોથી ધન એકઠું કરીને એને વિવાહ-લગ્ન, મહેમાનગતિ, ભ્રમણ (ફરવા) વગેરેમાં ખર્ચ કરીને પોતાની મોટાઈ પ્રદર્શિત કરવા માંગે છે. કેટલાક લોકો કીર્તિની ચાહતમાં પોતાને એવું બતાવવા માંગે છે. જેમ કે વાસ્તવમાં તે નથી હોતા. કોઈ સાધુ આચારવાન ન હોવા છતાંય પણ સ્વયંને આચારવાન, વિદ્વાન ન હોવા છતાંય સ્વયંને વિદ્વાન, તપસ્વી ન હોવા છતાંય સ્વયંને તપસ્વી બતાવવા માટે આડંબર કે પ્રદર્શનનો સહારો લે છે. આ બધા ચોરીના જ રૂપ છે. ‘પ્રશ્ન વ્યાકરણ સૂત્ર’માં આ વિષયને લઈને સુંદર ચિત્રણ કરવામાં આવ્યું છે જે આ રીતે છે : બીજાનું ધન હરણ કરવામાં દક્ષ, એના માટે અવસરને જાણીને સાહસ કરનારા અને હાથની સફાઈવાળા લોકો ચોરી કરે છે. પોતાના સ્વરૂપને છુપાવીને, વાતોનું આડંબર બનાવીને, મીઠું-મીઠું બોલીને, બીજાને છેતરનાર ચોર હોય છે. જેનો આત્મા તુચ્છ છે, જેની ધન-લાલસા વધેલી છે, જે દેશ કે સમાજથી તિરસ્કૃત છે, જેને મર્યાદાભંગ કરવામાં સંકોચ નથી, જે જુગાર ૨મે છે, ચોરીમાં અડચણ દેનારને કે જેનાથી ધન મળવાની આશા છે, એની ઘાત કરવામાં જેને ભય કે સંકોચ નથી થતો, પોતાના સાથીઓનો ઘાત કરવામાં પણ જે નથી ડરતો, જે ગામ, નગર, જંગલ વગેરેને સળગાવી દે છે, તે ચોરી કરે છે. જે ઋણ લઈને પછી પાછું આપવાનું નથી જાણતો, જે સંધિભંગ કરે છે, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકામાં જે ભેદ નાખે છે ચોરી કરનારને એના કાર્યમાં કોઈપણ રૂપમાં સહાયતા કરે છે, તે ચોર છે. ચોર લોકો જબરદસ્તી અને ગુપ્ત રહીને વશીકરણ વગેરે મંત્રોનો પ્રયોગ કરીને ગાંઠ કાપીને તથા બીજા પણ ઉપાયોથી બીજાનું ધન, સ્ત્રી, પુરુષ, દાસ-દાસી, ગાય, ઘોડા વગેરે હરણ કરી લે છે. આમ, રાજ્ય ભંડાર તોડીને પણ ધન હરણ કરે છે. આ જ રીતે બીજાના ધનને હરણ કરવાના પ્રત્યાખ્યાન રહિત, વિપુલ બળ ૫૬૮ જિણધમ્મો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy