SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) હિંસાનુબંધી : કોઈની હિંસા થતી જોઈને પ્રસન્ન થવું અને કોઈને મારવુંપીટવું, સતાવવું વગેરે હિંસારૂપ ઘોર પ્રવૃત્તિ માટે મનમાં કલ્પના કરવી હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. અમુક જીવને કેવી રીતે મારવામાં આવે, કેવી રીતે બાંધવામાં આવે, કેવી રીતે હેરાન-પરેશાન કરવામાં આવે, કોના દ્વારા આ કામ કરાવવામાં આવે વગેરે હિંસા સંબંધિત ભયંકર વિચારોમાં મન-મસ્તિષ્કને એકાગ્ર કરવું હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી : પોતાની ખોટી વાતને સાચી સિદ્ધ કરવા તથા બીજાની સાચી વાતને ખોટી સિદ્ધ કરવાનો ઉપાય વિચારવો, ખોટું પ્રપંચ રચવું, ખોટા શાસ્ત્રો વગેરે રચવાની યોજના વિચારવી, બીજાઓને ઠગવા માટે ખોટા આડંબરની જાળ બિછાવવાની યોજના કરવી વગેરેમાં મન-મસ્તિષ્કને એકાગ્ર કરવું મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. (૩) સ્તેયાનુબંધી : ચોરી કરવાની યોજના બનાવવી, ચોરી લૂંટ-અપહરણ વગેરેના ઉપાય વિચારવા, સભ્ય-અસભ્ય વગેરેના ઉપાય વિચારવા, તસ્કરી-ચોર બજારીની નવીનવી રીતો અપનાવવી, ચોરીની ગડમથલમાં ડૂબ્યા રહેવું સ્તેયાનુબંધી રૌદ્ર ધ્યાન છે. (૪) સંરક્ષણાનુબંધી : જે ભૂમિ, સંપત્તિ, મકાન, બાગ-બગીચા, સ્ત્રી વગેરે પરિવાર, પદ, પ્રતિષ્ઠા સત્તા કે વૈભવ જે પ્રાપ્ત છે, એને બીજાઓથી બચાવવા માટે અહર્નિશ ચિંતાતુર રહેવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે. કોઈ એમને છીનવી ન લે, અપહરણ ન કરી લે, પોતાના કબજામાં ન કરી લે, એ હંમેશાં મારા અધિકારમાં કેવી રીતે રહે ? હું જ એમનો સ્વામી કેવી રીતે બની રહું, એમાં કોઈ બીજો ભાગ ન માંગી લે વગેરે પ્રકારની અસંખ્ય ચિંતાઓમાં મન-મસ્તિષ્કને વ્યગ્ર રાખવું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. એ બંને આર્તધ્યાન-રૌદ્રધ્યાન શ્રાવક માટે ત્યાજ્ય છે. પ્રશ્ન થઈ શકે છે કે શ્રાવક ઉપર કુટુંબ વગેરેની જવાબદારી છે, તેથી તે સંપત્તિ વગેરેની રક્ષાના વિષયમાં ઉપાય વિચારશે જ, આ અનર્થદંડ કેવી રીતે થઈ શકે છે ? સમાધાન એ છે કે રક્ષા કરવી કે એના માટે ઉપાય વિચારવો એક વાત છે અને રાત-દિવસ મોહ-આસક્તિપૂર્વક ‘હાય ધન ! હાય સ્ત્રી ! હાય પરિવાર, હાય ધન-દોલત !' આ પ્રકારની ચિંતાથી વ્યગ્ર રહેવું બીજી વાત છે. રાત-દિવસ હિંસા સંબંધી કે સંરક્ષણ સંબંધી ચિંતાઓમાં ડૂબ્યા રહેવું રૌદ્રધ્યાન છે. આ જ કારણથી આચાર્ય હેમચંદ્રે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે - વરિયાતો, નરેન્દ્રત્વ પુરધાતા નવીપને । खेचरत्वाद्यपध्यानं मुहूर्तात्परतस्त्यजेत् ॥” યોગશાસ્ત્ર-૭૫ ‘વેરીની ઘાત કરું, રાજા થઈ જાઉં, નગરનો નાશ કરી દઉં, આગ લગાવી દઉં, આકાશમાં ઉડવાની વિદ્યા પ્રાપ્ત કરીને આકાશમાં ઊડું, વિદ્યાધર બની જાઉં’ વગેરે દુર્ધ્યાન કદાચ આવી જાય તો એને એક મુહૂર્તથી વધુ ન ટકવા દો. પહેલાં તો આ રીતનો વિચાર મનમાં પેદા જ ન થવા જોઈએ, કદાચ એવા વિચાર આવી જાય તો એમને વધુ સમય ટકવા ન દો. જિણધમ્મો ૪૮
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy