SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અમૃતાચંદ્રાચાર્યે પુરુષાર્થસિદ્ધયુપાય'માં અપધ્યાનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે – “पापविजय-पराजय-समर-परदार गमन चौर्याधाः ।। न कदाचनापि चिन्त्यां पाप फल केवलं यस्मात् ॥" - પુરુષાર્થ સિદ્ધયુપાય પાપની, ઋદ્ધિની જય-પરાજય, યુદ્ધ કરવા, પરસ્ત્રીગમન કરવા, ચોરી વગેરે પાપકર્મ કરવાનું ચિંતન (અપધ્યાન) કદી ના કરવું જોઈએ, કારણ કે એમનું ફળ હંમેશાં પાપરૂપ હોય છે. શ્રી સમતભદ્રાચાર્યે અપધ્યાનની વ્યાખ્યા આ પ્રકારે કરી છે. તેઓ કહે છે - બન્થ-વથ-છેવા - દ્રાક્ષ્ય પરત્નત્રાઃ | आध्यानमपध्यानं शासति जिनशासने विशदाः ॥" - રત્નકરંડ શ્રાવકાચાર-૭૮ રાગ-દ્વેષ-વશ કોઈ પ્રાણીના વધ, બંધ, છેદન વગેરેના તથા પરસ્ત્રીને પોતાની બનાવવી વગેરેનું સર્વતોમુખી ધ્યાન કરવાનું જિનશાસનના શ્રતધર અપધ્યાન કહે છે. જો શ્રાવક વિચાર કરે તો તે અપધ્યાનથી બચી શકે છે. ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ સંયોગ, રોગ વગેરેની ચિંતા તથા નિદાનકરણ વગેરે પ્રસંગોમાં રાગ, દ્વેષ, મોહ, ક્રોધ વગેરે ઉત્પન્ન થાય ત્યારે નિમિત્તની અપેક્ષા ઉપાદાનનો વિચાર કરીએ તો મન એકાગ્ર તથા શાંત રહી શકે છે. નિમિન્સ તો નિમિત્ત માત્ર છે, આખો ખેલ તો ઉપાદાનનો છે. તેથી ઉપાદાનનો વિચાર કરીએ તો વ્યક્તિ દુર્ગાનથી બચીને સુધ્યાનમાં સ્થિત થઈ શકે છે. - અશુભ વિચાર જીવનમાં અશુભ સંસ્કારને વધારે છે. ખોટા વિચાર તો સિંહ અને વાઘથી પણ વધુ ભયંકર છે, તે આત્માનું ખૂબ જ અહિત કરનાર શત્રુ છે. તેથી અશુભ વિચારોના કેન્દ્રભૂત આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી શ્રાવકે બચવું જોઈએ. (૨) પ્રમાદાચરિત : અનર્થદંડનો બીજો આધાર સ્તંભ પ્રમાદાચરણ છે. પ્રમાદયુક્ત આચરણનું નામ પ્રમાદાચરણ છે. પ્રમાદ જીવન માટે જીવતું જાગતું મરણ છે. આ મનુષ્યને આળસ, વિષય, કષાય, નિદ્રા, વિકથા વગેરે દુર્ગુણોમાં લુપ્ત કરીને અધમરો બનાવી દે છે. તે જીવનનું સત્ત્વ ચૂસી લે છે. જ્યારે મનુષ્ય નકામો અને આળસુ બનીને બેસે છે, તો એનું ખાલી મગજ અનેક નકામા વિચારોથી ગ્રસ્ત થઈને શેતાનનું કારખાનું બની જાય છે. ભગવાન મહાવીરે ગૌતમસ્વામી જેવા શિષ્ય સમક્ષ અનેક વાર “સમર્થ રોય ! માં પમાયા' - ઉત્તરા. આ.-૧૦ ગાથા-૧નું સ્વર્ણ સૂત્ર દોહરાવ્યું છે. પ્રમાદ પતનનું મૂળ છે, જે સમયને નષ્ટ કરે છે. સમય એ મનુષ્યનો વિનાશ કરી દે છે. ભગવાન મહાવીર ફરમાવે છે . “ના ના વડું ચાલે, ન સા નિયત | ખે પામી| સપના નંતિ રાફડ્યો છે” - ઉત્તરા, અ-૧૪, ગાથા-૨૫ [ અનર્થદંડ વિરમણ વ્રત)TO DOOOOO TI૪૯)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy