________________
ગુણોમાં જ તે વધુ પડતો મગ્ન રહેવાનો પ્રયત્ન કરે. વૈરાગ્ય ભાવના વગર ત્યાગ વૃત્તિ ટકતી નથી, એમાં સ્થિરતા નથી આવતી. આ જ દૃષ્ટિકોણથી શાસ્ત્રકારોએ સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ તથા અતિથિ સંવિભાગ - આ ચાર શિક્ષાવ્રતોનું વિધાન કર્યું. આ ચારેય વ્રતોનો જેટલો વધુ અભ્યાસ કરવામાં આવશે, એટલું જ શ્રાવક જીવન વ્યાપક તથા પ્રશસ્ત બનશે, પૂર્વોક્ત આઠ વ્રતોમાં ઉત્તરોત્તર શુદ્ધતા આવશે. આત્મિક આનંદની અનુભૂતિ હેતુ જેમનો વધુમાં વધુ અભ્યાસ કરવો આવશ્યક છે, તે વ્રત શિક્ષાવ્રત કહેવાય છે. સમભાવની પુષ્ટિ માટે સામાયિક વ્રત, સાંસારિક પ્રવૃત્તિઓથી આંશિક અવકાશ લેવા માટે દેશાવકાશિક વ્રત, આત્મચિંતન, આત્મશોધન તથા આત્મનિર્માણ માટે પૌષધવ્રત તથા ઔદાર્ય ગુણના વિકાસ માટે અતિથિ સંવિભાગ રૂપ ચાર શિક્ષાવ્રતોનું શાસ્ત્રકારોએ વિધાન કર્યું છે. ચાર શિક્ષાવ્રતોમાં પ્રથમ શિક્ષાવ્રત છે - સામાયિકની સાધના :
સમતા-ભાવના વિકાસ અને અભ્યાસ માટે લીધેલાં વ્રતોની સ્મૃતિને તાજી રાખવા માટે અનાત્મભાવ પર આત્મભાવનો વિજય સિદ્ધિ માટે અને આત્મ-ચિંતન માટે પ્રતિદિન ૪૮ મિનિટ સુધી એકાંત-શાંત સ્થાનમાં બેસીને બધા પ્રકારના પાપમય વ્યાપારોનો પરિત્યાગ કરવો સામાયિક વ્રત છે.
સામાયિક ઈશ્વરોપાસના તથા આત્મોપાસનાનું સર્વોત્તમ સાધન છે. આત્માનો સાક્ષાત્કાર કરવા અને એની અનુપમ વિભૂતિના દર્શન કરવાનો આ ચમત્કારિક પ્રયોગ છે. આ બાહ્ય સંસારના અશાંત વાતાવરણથી દૂર હટીને અંતર્જગતના સુરમ્ય નંદનવનમાં વિહાર કરવાનું પ્રવેશદ્વાર છે. અશાંતિની જ્વાળાઓમાં સળગતા જીવોને શાંતિ પ્રદાન કરવા માટે આ શીતળ મંદાકિની છે. સંસારના દુઃખ-દાવાનળની શાંતિ માટે આ મહામેઘની ધારા છે. આ મોહ - મહારોગને નિર્મૂળ કરી આધ્યાત્મિક જીવન પ્રદાન કરનાર સંજીવની છે. | સામાયિકનો મહિમા અપાર છે. આ એ લોકોત્તર રત્ન છે, જેની કિંમત નથી આંકી શકાતી. આખી દુનિયાની સંપત્તિ એકત્રિત કરવાથી પણ આને મૂલવી શકાતો નથી. મગધનો સમ્રાટ શ્રેણિક પોતાની અપરિમિત ધનસંપત્તિથી પણ પૂણિયા શ્રાવકના એક સામાયિકનો (કિંમત) ભાવ કરવામાં અસમર્થ રહ્યો. જેણે આ વ્રતની સાધના દ્વારા આત્માના અનુપમ સૌંદર્ય અને અલૌકિક ઐશ્વર્યનો અનુભવ કરી લીધો તે સંસારની સમસ્ત સંપત્તિને તૃણતુલ્ય તુચ્છ સમજે છે. આત્માના અનંત ઐશ્વર્યની આગળ (સામે) જડ ઐશ્વર્યનું શું મૂલ્ય? હીરાના આગળ કાચની શું કિંમત ? મૌકિતકની સામે ગુંદાની શું વિસાત? સામાયિકનો અર્થ અને મહત્ત્વ :
જેમ સમસ્ત પદાર્થોનો આધાર આકાશ છે, એમ જ સમસ્ત સગુણોનો આધાર સામાયિક છે, કારણ કે સામાયિકથી રહિત ચારિત્રાદિ ગુણાંવિત નથી થઈ શકતા. જેમ કે કહ્યું છે(૦૫૪ મત જા જા જા જા જા જા જા જા જા જા જા જા જિણવો