SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ કળશના સમાન નીચે પડી જાય છે, લાકડીના દંડની સમાન તૂટી જાય છે, કોઢ વગેરેથી સડેલા શરીરની સમાન સડી જાય છે અને અગ્નિમાં બળીને ભસ્મ થયેલી લાકડીની રાખના સમાન પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. આમ, પ્રશસ્ત લક્ષણોથી યુક્ત આ ભગવાન બ્રહ્મચર્ય ગ્રહગણો, નક્ષત્રો અને તારાઓના વચ્ચે જ ચંદ્રમાની સમાન બધા વ્રતોની વચ્ચે સુશોભિત છે. - એકલા બ્રહ્મચર્ય વ્રતના હોવાથી અનેક ગુણ આત્માને અધીન થઈ જાય છે. આ બ્રહ્મચર્યની આરાધના કરવાથી સંપૂર્ણ મુનિ વ્રતોનું આરાધન થઈ જાય છે. શીલ-તપ-વિનયસંયમ-ક્ષમા-ગુપ્તિ-મુક્તિ (નિલભતા) તથા ઈહલોક-પરલોક સંબંધી યશ, કીર્તિ અને પ્રતીતિનું પાલન આ એક વ્રતથી થઈ જાય છે. તેથી શ્રેયાથી સંયતી જીવન પર્યત સ્થિર ચિત્ત થઈને મન-વચન-કાયાથી સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું આચરણ કરે. ઉક્ત આગમિક વચનોથી બ્રહ્મચર્ય મહાવ્રતનો મહિમા અને ગરિમા સ્વયમેવ સ્પષ્ટ થઈ જાય છે. એવા મહામહિમામય મહાવ્રતની આરાધના હેતુ અણગાર પ્રવ્રજિત થતા સમયે આમ પ્રતિજ્ઞા અંગીકાર કરે છે - ____ "अहावरे चउत्थे भंते ! महव्वए मेहुणाओ वेरमणं । सव्वं भंते ! मेहुणं पच्चक्खामि से दिव्वं वा, माणुसं वा तिरिक्खजोणियं वा, नेव सयं मेहुणं सेवेज्जा, नेवन्नेहिं मेहुणं सेवावेज्जा, मेहुणं सेवंते वि अन्ने न समणुजाणेज्जा जावज्जीवाए तिविहं तिविहेणं भणेण, वायाए, काएणं, न करेमि न कारवेमि करतं पि अन्नं न समणुजाणामि । तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।" - દશવૈકાલિક, અ.-૪ ભંતે ! તદનંતર ચોથા મહાવ્રતમાં મૈથુનની વિરતિ થાય છે. અંતે ! આ બધા પ્રકારના મૈથુનનું પ્રત્યાખ્યાન કરું છું. દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચ સંબંધી મૈથુનનું હું સ્વયં સેવન નહિ કરું. બીજાઓથી સેવન નહિ કરું અને મૈથુન સેવન કરનારાઓનું અનુમોદન પણ નહિ કરું. માવજીવન માટે ત્રણ કરણ, ત્રણ યોગથી-મનથી, વચનથી, કાયાથી ન કરીશ, ન કરાવીશ અને કરનારાનું અનુમોદન પણ નહિ કરું. ભંતે ! હું અતીતના મૈથુન-સેવનથી નિવૃત્ત થાઉં છું, એની નિંદા કરું છું, ગહ કરું છું અને આત્માનો વ્યુત્સર્ગ કરું છું. બ્રહ્મચર્ય મહાવ્રતની આ મહાપ્રતિજ્ઞા સમસ્ત આધ્યાત્મિક સાધનાઓનું મૂળ છે. કારણ કે એના વિના અન્ય સાધનાઓની સાર્થકતા જ નથી રહેતી. તેથી ભારતીય ચિંતકોએ એક સ્વરથી બ્રહ્મચર્યની સાધના પર સર્વાધિક ભાર દીધો છે. વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરામાં બ્રહ્મચર્યને બધાં વ્રતોમાં વિશિષ્ટ અને મોટું માનવામાં આવ્યું છે. કહ્યું છે – व्रतानां ब्रह्मचर्य हि, विशिष्टं गुरुकं व्रतम । तज्जन्यपुण्यसम्भारसंयोगाद् गुरुरुच्यते ॥ બ્રહ્મચર્ય બધાં વ્રતોમાં વિશિષ્ટ અને મોટું છે, કારણ કે એના પાલનથી પુણ્યોનો વિપુલ ઢગલો એકઠો થઈ જાય છે અને બીજું પણ કહ્યું છે - [બ્રહ્મચર્ય મહાવ્રત . (૮૫૫)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy