SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભાગ બંધનો આધાર કષાય છે. કારણ કે કષાયોની તીવ્રતા કે મંદતા પર જ સ્થિતિ અને અનુભાગ બંધની ન્યૂનાધિકતા અવલંબિત છે. કષાય વગેરે મંદ છે તો કર્મની સ્થિતિ અને અનુભાગ પણ મંદ હશે અને જો કષાય તીવ્ર હશે તો કર્મની સ્થિતિ દીર્ઘ અને અનુભાગ પણ તીવ્ર હશે. કર્મની આઠ મૂળપ્રકૃતિઓઃ કર્મની મૂળ પ્રકૃતિઓ આઠ છે : (૧) જ્ઞાનાવરણ, (૨) દર્શનાવરણ, (૩) વેદનીય, (૪) મોહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય. જીવો પર કર્મનો અસંખ્યવિધ પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. અધ્યવસાયોના ભેદથી જીવ દ્વારા ગૃહીત કર્મપુગલ-રાશિમાં અનેક સ્વભાવ નિર્મિત હોય છે - અને તે સ્વભાવ જો કે અદશ્ય હોય છે, છતાં એમનો કાર્ય પ્રભાવ વિવિધ રૂપોમાં જોવા મળે છે. અસંખ્યાવિધ કાર્યપ્રભાવોનું સંક્ષેપમાં વર્ગીકરણ કરી એમને આઠ ભાગોમાં વિભક્ત કરી દેવામાં આવ્યા છે, જે કર્મની મૂળ પ્રકૃતિઓના નામથી પ્રસિદ્ધ છે. એમનાં નામ ઉપર બતાવવામાં આવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ : જે આત્માના જ્ઞાનગુણને આચ્છાદિત કરે, તે જ્ઞાનાવરણીય કર્મ છે. જેમ મેઘ સૂર્યની પ્રભાને ઢાંકી લે છે, એ જ રીતે આ કર્મ જીવના જ્ઞાનગુણને આવૃત્ત કરી લે છે. આવરણ જેટલું ગાઢ હોય છે, એટલું જ જ્ઞાન ઓછું હોય છે. આવરણ જેટલું વિરલ હોય છે, એટલું વધુ જ્ઞાન હોય છે. આવરણની તરતમતા ઉપર જ્ઞાનની તરતમતા હોય છે. પ્રબળતમ જ્ઞાનાવરણીયનો ઉદય હોવા છતાંય જીવમાં એટલું જ્ઞાન તો અવશ્ય રહે છે, જેનાથી તે અજીવથી અલગ રહી શકે. જો સર્વથા જ્ઞાન નષ્ટ થઈ જાય તો જીવ, અજીવ બની જાય છે, પણ એવું કદી (ક્યારેય) સંભવ નથી. અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાન જીવમાં નિત્ય ઉદ્ઘાટિત રહે છે. જેમ કેટલાંય ઘનઘોર વાદળોનું આવરણ હોવા છતાંય સૂર્યની એટલી પ્રભા તો બની જ રહે છે, જેનાથી દિવસ-રાતનો ભેદ કરી શકાય. (૨) દર્શનાવરણીય કર્મ ઃ જે કર્મ આત્માના દર્શન સ્વભાવને આચ્છાદિત કરે, તે દર્શનાવરણીય કર્મ છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન (દષ્ટિ તથા સામાન્ય બોધ) ગુણને ઢાંકી દે છે. જેમ રાજાનો દ્વારપાળ રાજાને મળવા હેતુ આવનારાઓને દરવાજા ઉપર જ રોકી દે છે, એ રાજાનાં દર્શન કરવા નથી દેતો, એ જ રીતે આ દર્શનાવરણીય કર્મ આત્માને નિજસ્વરૂપનું દર્શન થવાથી રોકે છે. (૩) વેદનીય કર્મ જીવને સુખ-દુઃખનો અનુભવ કરાવનાર કર્મ વેદનીય છે. જીવનો સ્વભાવ અવ્યાબાધ છે, એને વેદનીય કર્મ ઘાત કરી દે છે, જેને કારણે જીવ પૌગલિક સુખ-દુઃખરૂપ વેદનાનો અનુભવ કરે છે. જેમ મધુ (મધ)થી લિપ્ત તલવારની ધારને ચાટવાથી સુખ-દુઃખની મિશ્રિત અનુભૂતિ થાય છે અર્થાત્ મધને ચાટવાથી સુખનું વેદના અને તલવારથી જિહ્વા (જીભ)ના છેદનથી દુઃખનું વેદના થાય છે. એ જ રીતે સાતવેદનીયના કારણે સુખનો અનુભવ અને અસતાવેદનીયના કારણે જીવ દુઃખનો અનુભવ કરે છે. સુખ-દુઃખની અનુભૂતિનું કારણ વેદનીય કર્મ છે. (૯૯૦) છે. જે છે જિણધમો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy