SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્મણબંધન, આહારક-તૈજસ-કાશ્મણબંધન) અને ઉચ્ચ ગોત્ર. એ ૨૮ પ્રકૃતિઓ અધુવસત્તાક છે. બાકી રહેલી ૧૩૦ પ્રકૃતિઓ ધ્રુવસત્તાક છે. અધુવસત્તાક : મિથ્યાત્વ દશામાં જે પ્રકૃતિની સત્તાનો નિયમ નથી, અર્થાત્ ક્યારેક હોય અને ક્યારેક ન હોય - તે અધુવસત્તાક છે. એવી પ્રવૃતિઓ ૨૮ છે, જેમનો નામનિર્દેશ ઉપર કરવામાં આવ્યો છે. પરાવર્તમાન પ્રવૃતિઓ : જે પ્રકૃતિઓ બીજી પ્રકૃતિઓના બંધ, ઉદય અથવા બંનેને રોકીને પોતાનો બંધ, ઉદય કે બંધોદય કરે છે - તે પરાવર્તમાન પ્રકૃતિઓ છે. એવી ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. એમનાં નામ આ પ્રમાણે છે : - દર્શનાવરણની ૫ - પાંચેય નિંદ્રાઓ. - વેદનીયની ૨ - સાતાવેદનીય, અસાતાવેદનીય. - મોહનીયની ૨૩ - સોળ કષાય અને ભય, જુગુપ્સાને છોડીને સાત નોકષાય. - આયુકર્મની ૪ - નરકાયુ વાવતું દેવાયુ. - નામકર્મની ૫૫ - શરીરાષ્ટકની ૩૩ પ્રકૃતિઓ (ત્રણ શરીર, ત્રણ અંગોપાંગ, છ સંસ્થાન, છ સંહનન, પાંચ જાતિ, ચાર ગતિ, શુભ-અશુભ વિહાયોગતિ, ચાર આનુપૂર્વી), આતપ, ઉદ્યોત, ત્રસદશક અને સ્થાવરદશક. - ગોત્ર કર્મની ૨ - ઉચ્ચગોત્ર અને નીચગોત્ર. આમ, ૯૧ પ્રકૃતિઓ પરાવર્તમાન છે. અપરાવર્તમાન - કોઈ બીજી પ્રકૃતિના બંધ, ઉદય અથવા બંધોદય બંનેને રોક્યા વિના જે પ્રકૃતિના બંધ, ઉદય કે બંને થાય છે, તે અપરાવર્તમાન છે. ઉપર પરાવર્તમાન પ્રકૃતિઓની સંખ્યા ૯૧ બતાવી છે, એમના સિવાય શેષ ૨૯ પ્રકૃતિઓ અપરાવર્તમાન છે. તે એ છે : જ્ઞાનાવરણની પ, દર્શનાવરણની ૪, મોહનીયની ૩ (ભય, જુગુપ્સા, મિથ્યાત્વ), નામ કર્મની ૧૨ (વર્ણચતુષ્ક, તૈજસશરીર, કાર્મણશરીર, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ અને તીર્થકર નામ) અંતરાયની ૫. ઉક્ત રીતિથી કર્મપ્રકૃતિઓની ૧૬ અવસ્થાઓનું સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. આઠ કરણ : જીવ પોતાના વીર્ય-વિશેષ દ્વારા કમોંમાં વિવિધ પ્રકારની સ્થિતિઓનું નિર્માણ કરે છે, જેમને કર્મ શાસ્ત્રમાં કરણ કહેવામાં આવે છે. તે કરણ આઠ છે : (૧) બંધનકરણ, (૨) સંક્રમણકરણ, (૩) ઉદ્ધતનાકરણ, (૪) અપવર્તનાકરણ, (૫) ઉદીરણાકરણ, (૬) ઉપશમનાકરણ, (૭) નિધત્તિકરણ અને (૮) નિકાચનાકરણ. (૧) બંધનકરણ : આત્મપ્રદેશોની સાથે કર્મોને ક્ષીર-નીરની જેમ મેળવનાર જીવનું વીર્ય વિશેષ બંધનકરણ છે. અનુભાગબંધો છે, ૧૦૧૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy