SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાધનામાં ઉપલબ્ધ નથી. જિન કલ્પિક મુનિ પણ મુખવસ્ત્રિકા અને રજોહરણ તો રાખે છે જ, તેથી ત્યાં “અચેલ” શબ્દ અલ્પ વસ્ત્રના અર્થમાં વ્યવહત છે. તેથી જૈન મુનિને સચેલ હોવા છતાં તેને અચેલ કહેવાય છે. કારણ કે તેઓ ખૂબ જ અલ્પ પ્રમાણમાં, અલ્પ મૂલ્યના સાદા વસ્ત્ર ધારણ કરે છે. યદ્યપિ તીર્થકર મહાવીર અચેલ રૂપમાં પ્રવ્રજિત થયા હતા. ઉપરાંત ઇન્દ્ર દ્વારા નાખવામાં આવેલું દેવ-દુષ્ટને તેમણે હટાવ્યું નથી, જે આ વાતનું પ્રતીક છે કે સચેલ હોવા છતાં પણ તે પ્રકારે સાધના થઈ શકે છે, જેમ કે - અચેલ હોવા પર થાય છે. સંયમી સાધક સંયમમાં ઉપકારી હોવાના કારણે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ રાખે છે, તેથી તે મૂચ્છના અભાવમાં પરિગ્રહના પાપથી દૂષિત હોતા નથી. વસ્તુતઃ મૂચ્છ પરિગ્રહ છે, વસ્ત્ર-પાત્રાદિ નહિ. આ દૃષ્ટિથી જિન કલ્પી અને સ્થાવર કલ્પી માટે વસ્ત્ર-પાત્રાદિ રાખવાના અલગ-અલગ નિયમ અને વિધિ-વિધાન પ્રતિપાદિત કર્યા છે. આવાં નિયમો અને વિધિવિધાનોનું પાલન કરવું વઐષણા, પાત્રષણા વગેરે છે. વઐષણાની અંતર્ગત મુનિએ એ વાત ધ્યાનમાં રાખવાની છે કે એવું કોઈ વસ્ત્ર ન લઈ જઈ શકાય, જે એમને માટે બનાવ્યું હોય, ધોયું હોય, રંગ્યું હોય, સંસ્કારિત કર્યું હોય, સુવાસિત કર્યું હોય, ખરીધું હોય વગેરે. જેમ આહારના વિષયમાં કહ્યું છે એ બધું વસ્ત્ર માટે પણ યથાયોગ્ય સમજી લેવું જોઈએ. સાધુએ અધિક મૂલ્યવાળું, બારીક, કોમળ, ચટકીલા-ભડકીલા વસ્ત્ર ન લેવાં જોઈએ. તેણે લજ્જા-નિવારણાર્થ વસ્ત્ર ધારણ કરવાનું છે નહિ કે વિભૂષા માટે. સાધુએ (૧) જાંગિક (ઊનનું) (૨) રેશમનું (૩) શણનું (૪) તાડપત્રાદિના રેસાથી બનાવેલ (૫) કપાસમાંથી બનાવેલ અને આકના રૂથી બનાવેલ વસ્ત્ર લેવાનું કહ્યું છે. પ્રથમ અને અંતિમ તીર્થંકરના સાધુઓ માટે કેવળ શ્વેત વસ્ત્ર લેવું જ અનુજ્ઞાત છે. મધ્યવર્તી તીર્થકરોનાં સાધુ-સાધ્વી રંગીન વસ્ત્ર પણ ધારણ કરે છે. સંયમશીલ સાધુએ ચર્મથી અથવા રોમથી નિષ્પન્ન, સ્વર્ણ-રજતના તારોથી ખંચિત અથવા અન્ય પટ્ટ સૂત્ર (રેશમ) મલયસૂત્ર અને ચીનાંશુક વગેરે બહુમૂલ્ય વસ્ત્રોને કદાપિ ગ્રહણ કરવા ન જોઈએ. સાધુએ વિભૂષા નિમિત્ત વસ્ત્રોને ન ધોવાં જોઈએ અને ન રંગવાં જોઈએ. સ્વેદ-મલાદિથી જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય આ દૃષ્ટિથી વસ્ત્રોને પ્રાસુક અચિત્ત જળથી ધોઈ શકાય છે. પરંતુ વિભૂષાના નિમિત્તે નહિ. વસ્ત્રોને ધોવા સંબંધમાં જો વિવેકથી કામ ન લેવાય તો, સ્વેદ-મલાદિને કારણ જીવોત્પત્તિ થવાથી સંયમની વિરાધનાની સંભાવના રહે છે. તેથી સંયમના રક્ષાર્થ વિવેકપૂર્વક વસ્ત્રોને ધોવાં સંયમશીલ શ્રમણના કલ્પમાં છે. આવશ્યક પણ છે. વસ્ત્ર ધોયા પછી તેને પ્રાસુક અને નિર્દોષ ભૂમિ પર સૂકવવાં જોઈએ, જેથી કોઈપણ પ્રાણીની હિંસા ન થાય. કેટલાક વિશિષ્ટ આત્માર્થી સાધુ વસ્ત્ર ગ્રહણ સંબંધમાં વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞાઓ) કરે છે. “આચારાંગ સૂત્રમાં આવા ચાર પ્રકારના અભિગ્રહ બતાવ્યા છે : (૧) ઉદિષ્ટ : પોતાના મનમાં પહેલાથી સંકલ્પિત વસ્ત્રની યાચના કરવી, અથવા ગૃહસ્થ જ માંગ્યા વગર વસ્ત્ર આપે અને તે પ્રાસુક હોય તો લેવું. [ એષણા સમિતિ » 0 જ છે ૯૧૧)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy