SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મૌલિક ગુણ છે. એના રહેવાથી જ અન્ય ગુણો સ્વયં જ ચાલ્યા આવે છે. જેમ આકાશમાં એક ચંદ્રમા ઉદિત થવાથી બધું અંધારું દૂર થઈ જાય છે, એમ જ એકમાત્ર સત્યના ઉદિત થવાથી દુર્ગુણોનું અંધારું દૂર થઈ જાય છે, શરત છે સત્ય સાચા રૂપમાં જીવનના આકાશમાં ઉદિત થયો હોય. માનવજીવનમાં સત્યનું બળ સૌથી વધારે હોય છે. જેમાં સત્યનું બળ આવી જાય છે તે વ્યક્તિ નિર્ભય થઈ જાય છે. જે તોપો કે મશીનગનોના નામથી મનુષ્ય કાંપી ઊઠે છે, એમની સામે સત્યવાદી-સત્યાગ્રહી છાતી ખોલીને ઊભો થઈ જાય છે. હિરણ્યકશિપુના વિરુદ્ધ પ્રલાદની પાસે કઈ શક્તિ હતી ? રાવણની વિરુદ્ધ સીતાની પાસે શું તાકાત હતી ? દુર્યોધનની વિરુદ્ધ દ્રૌપદી પાસે શું બળ હતું ? ચંડકૌશિક અથવા સંગમ દેવની વિરુદ્ધ મહાવીર પાસે કર્યું અલૌકિક સામર્થ્ય હતું? સુદર્શન અને કામદેવ શ્રાવક કઈ શક્તિના બળે સંકટો પર વિજયી બની શક્યા? તે શક્તિ એક માત્ર સત્યની શક્તિ હતી. સાથે જ સત્ય મહાન છે અને પરમ શક્તિશાળી છે. શ્રાવકના સત્યની મર્યાદા: આત્મ કલ્યાણના પથ ઉપર ચાલનારા પ્રત્યેક સાધકે સત્યનું બળ લઈને ચાલવાનું હોય છે. સત્ય વગર આ પથ પર એક પગલું પણ ચાલી શકાતું નથી. સત્ય વગર કોઈપણ વ્રત, નિયમ, ત્યાગ, તપ, પ્રત્યાખ્યાન વગેરે સાર્થક નથી થતાં. સંસારના વ્યવહાર ત્યાં સુધી કે દૈનિક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં, ભલે તે સામાજિક હોય કે આર્થિક, નૈતિક હોય કે રાજનૈતિક, ધાર્મિક હોય કે આધ્યાત્મિક, સત્ય અનિવાર્ય છે. તેથી સત્યનું પાલન પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ. સત્યની સાધનાનો માર્ગ બધા માટે ખુલ્લો છે. સત્ય એક બાજુ અખંડ છે, પરંતુ એને સાધવાની ક્ષમતા બધી વ્યક્તિઓમાં સમાન નથી હોતી. સાધુ પણ સત્યની સાધનાના પથ પર ચાલે છે અને ગૃહસ્થ શ્રાવક પણ. પરંતુ વ્યક્તિની શક્તિ અને ક્ષમતા અનુસાર એની સાધનામાં અંતર હોય છે. મર્યાદાઓમાં ભિન્નતા હોય છે. આગમ'માં સાધુ માટે બતાવવામાં આવ્યું છે કે - “એ ત્રણ કરણ, ત્રણ યોગથી યાની કૃત, કારિત અને અનુમતિ રૂપમાં મન, વચન અને કાયાથી અસત્યનો સર્વથા ત્યાગ કરો.” તેથી તે સર્વ દ્રવ્ય-ક્ષેત્ર, કાળ, ભાવથી અસત્યને છોડે છે. તે ક્રોધ, લોભ, ભય અને હાસ્યવશ સાવદ્ય ભાષાનો પ્રયોગ નથી કરતો. તે કર્કશ, કઠોર, છેદનકારી, ભેદનકારી, હિંસાકારી, નિશ્ચયકારી ભાષા નથી બોલતો. તે ભાષા સમિતિ અને વાકગુપ્તિથી અનુપ્રાણિત હોય છે. પરંતુ આ પ્રકારની ત્રિકરણ, ત્રણ યોગની સત્ય સાધના ગૃહસ્થ શ્રાવક માટે દુઃશક્ય (અશક્ય) હોય છે. તેથી જેમ તે સર્વથા હિંસાથી નથી બચી શકતો, એતાવતા એના માટે માત્ર સ્કૂલ હિંસાથી બચવાનું વિધાન કરવામાં આવ્યું છે અને એને સ્થૂલ પ્રાણાતિપાત-વિરમણ વ્રત કહેવામાં આવ્યું છે, એ જ રીતે ગૃહસ્થ શ્રાવક માટે સૂક્ષ્મ અસત્યનો ત્યાગ કરવો મુશ્કેલ હોય છે, તેથી એના માટે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. [ સ્થૂલ મૃષાવાદ વિરમાણ વ્રત) છે જે આજે ૬૦૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy