SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ગીધ, કાગડા વગેરે પક્ષીઓ આના ઉપર તૂટી પડતાં અને કોતરી-કોતરીને એના ટુકડે-ટુકડા કરી નાખતા! કેટલું ખરાબ છે આ શરીર ! એના રોમ-રોમ ઉપર સેંકડો રોગોનો આવાસ છે. આ રોગોનું દ્વાર છે. આ રીતે શરીરની અશુચિનો વિચાર કરવાથી શરીરની આસક્તિ ઘટે છે અને આત્મ તત્ત્વ પ્રત્યે રુચિ પ્રગટ થાય છે. આ અશુચિ ભાવનાનું ચિંતન સનત્કુમાર ચક્રવર્તીએ કર્યું હતું. કોઈ સમયે ચક્રવર્તી સનત્કુમારનું રૂપ ખૂબ જ મનોહર અને આકર્ષક હતું, ત્યાં સુધી કે ઇન્દ્રએ પણ એમના રૂપની પ્રશંસા કરી હતી. પરંતુ કાલાંતરમાં એમના શરીરમાં ભયંકર રોગોની ઉત્પત્તિ થઈ ગઈ અને જોત જોતામાં શરીરની બધી શોભા નષ્ટ થઈ ગઈ. ચક્રવર્તી સનત્કુમારને વૈરાગ્ય પેદા થઈ ગયો. એમણે શરીરને અશુચિ અને રોગોની ખાણના રૂપમાં જોયું, એનાથી મમત્વ હટાવ્યું અને આત્મ-સાધનામાં લીન થઈ ગયા. અંતમાં તે મુક્ત થયા. () આસ્રવ અનપેક્ષા : આમ્રવનાં અનિષ્ટ પરિણામોનું ચિંતન કરવું આસ્રવ અનુપ્રેક્ષા છે. સંસાર રૂપી સમુદ્રમાં પડેલા આત્મરૂપી જહાજમાં યોગરૂપી છિદ્રોથી કર્મરૂપી જળ હંમેશાં આવતું રહે છે. અવ્રત, પ્રમાદ અને કષાય વગેરે આસ્ત્રવોના કારણે આત્માના જહાજમાં યોગરૂપી મુક્તિપુરીના તટ સુધી નથી જઈ શકતા. છિદ્ર હોવાના કારણે તે સંસાર સમુદ્રમાં ડૂબી જાય છે. જ્યાં સુધી આશ્રવ છે, ત્યાં સુધી સંસાર છે. જીવે પાપનો ત્યાગ તો કેટલીયે વાર કર્યો, પરંતુ આમ્રવનાં દ્વારોને બંધ કર્યા વિના ધર્મનું પૂર્ણ ફળ પ્રાપ્ત નથી થઈ શકતું. આમ્રવના કારણે જ જીવ સંસારમાં ફરે છે, રખડે છે. આરંભ અને પરિગ્રહ આમ્રવના પ્રમુખ કારણો છે. એનાથી વિરતિ કર્યા વિના આત્માનું કલ્યાણ નથી થઈ શકતું. આમ્રવના કારણે જીવ અનંત કાળ સુધી સંસારની વિડંબના ભોગવે છે. તેથી આમ્રવનો ત્યાગ કરવો જોઈએ. આ ચિંતન, આસ્રવ ભાવના છે. સમુદ્રપાલે ચોરને બંધનમાં પડેલો જોઈને આ ભાવના ભાવી હતી કે અશુભ કર્મના ઉદયથી આ ચોર બંધનમાં પડ્યો છે. અશુભ કર્મોનો ઉદય આવશે તો મને પણ કોણ છોડશે ! આ કર્મોદય આસ્રવ પર નિર્ભર છે. આમ્રવને રોકી દેવામાં આવે તો બંધ ન થાય અને કર્મ બંધન ન થાય તો કર્મનો ઉદય પણ ન થાય તેથી એ જ શ્રેયસ્કર છે કે કર્મનો ઉદય થયા, પહેલાં જ આમ્રવને રોકીને સુખી બનું. આ પ્રકારના ચિંતનથી સમુદ્રપાલ વિરકત થઈ ગયા અને તપ-સંયમની આરાધના કરીને મુક્તિને પ્રાપ્ત થયા. (૮) સંવર ભાવના : દુવૃત્તિનાં દ્વારોને બંધ કરવા માટે સવૃત્તિના ગુણોનું ચિંતન કરવું સંવર ભાવના છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના નિમિત્તથી કમનો આસ્રવ થાય છે. એને રોકવા માટે વિચારશીલ મુમુક્ષુ યથાયોગ્ય સંવરનો આશ્રય લે છે. મિથ્યાત્વને રોકવા માટે સમ્યગું દર્શન, અવિરતિને રોકવા માટે વ્રત, પ્રમાદને રોકવા માટે ઉત્સાહ, ક્રોધ માટે ક્ષમા, માન માટે માર્દવ, માયા માટે આર્જવ, લોભ માટે સંતોષ, રાગ ષ માટે સમતા, મનોયોગ માટે મનો ગુપ્તિ, વચનયોગ માટે વચન ગુપ્તિ, કાયયોગ માટે કાય ગુપ્તિનું આલંબન હોય છે. યોગોનો નિરોધ કરીને જ્યારે આત્મા શુદ્ધોપયોગમાં સ્થિર [ દ્વાદશાનુપ્રેક્ષા DOO SOO I૯૩૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy