SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ન છતાંય આધ્યાત્મિક દૃષ્ટિથી હીન અને ક્ષીણ ન થઈ જાય. એના પ્રત્યેક કાર્યમાં એક સમાન સંગતિ હોય. એનું આત્મિક જીવન અને વ્યાવહારિક જીવન પરસ્પર અસંગત ન હોય. વાસ્તવિક સામાયિકનો પ્રભાવ એના જીવનના બધાં ક્ષેત્રોમાં થયા વિના નથી રહેતો. જો સામાયિક કરતા સમયે જ એની અસર થાય અને પછી એનો પ્રભાવ ન પડતો હોય, તો એ સમજી લેવું જોઈએ કે તે અંતઃકરણની શુદ્ધ સામાયિક નથી. એ નિઃસંદેહ છે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવી સાધારણ વાત નથી. છતાંય ઉદ્દેશ્ય અને લક્ષ્ય એ પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ. સમભાવની સાધના કરવી બાળકોનો ખેલ નથી, તેથી આને પ્રાપ્ત કરવા હેતુ પુનઃ પુનઃ પ્રયાસ કરવો જોઈએ. તેથી આ વ્રત શિક્ષા-વ્રત કહેવાય છે. શિક્ષાનો અર્થ છે અભ્યાસ. કોઈપણ વિષયમાં પ્રવીણતા કે નિપુણતા પ્રાપ્ત કરવા માટે એનો પુનઃ પુનઃ અભ્યાસ કરવો આવશ્યક હોય છે. ગણિતમાં નિપુણ હોવા માટે રોજ કેટલાય પ્રકારના પ્રશ્નો હલ કરવા પડે છે. સૈનિક કૃત્યોમાં દક્ષતા પ્રાપ્ત કરવા માટે કસરત(કવાયત) કરવી પડે છે. એ જ રીતે આત્મિક બળના વિકાસ માટે, સમભાવની સાધના માટે અને વિકારોની શાંતિ માટે પુનઃ પુનઃ અભ્યાસની આવશ્યકતા હોય છે. તેથી રોજ સામાયિક રૂપ આત્મિક અભ્યાસ કરવાનું વ્રત બતાવવામાં આવ્યું છે. આને શિક્ષા-વ્રત કહેવાનો આ જ અભિપ્રાય છે. આ સામાયિક વ્રતનો એટલો મહિમા છે કે આ વ્રતના સમયે ગૃહસ્થ સાધક પણ લગભગ ત્યાગી સાધકની કોટિમાં આવી જાય છે. માત્ર વ્યાપકતા અને પ્રમાણમાં અંતર રહી જાય છે. આચાર્ય જિનભદ્ર ગણિએ કહ્યું છે - सामाइयस्सिउकए समणो इव सावओ इवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥ વિશેષાવશ્યક ભાષ્ય - ૨૬૯૦ અર્થાત્ સામાયિક કરવાથી શ્રાવક શ્રમણ તુલ્ય થઈ જાય છે, તેથી શ્રાવકને પ્રતિદિન અનેક વાર સામાયિક કરવું જોઈએ. આ જ વાત ‘પુરુષાર્થસિદ્ધયુપાય’માં આ પ્રમાણે કહેવામાં આવી છે - सामायिकं श्रितानां समस्त सावद्य-योग परिहारात् । भवति महाव्रतमेषामुदयेऽपि चारित्र मोहस्य ॥ (૧૬) ગૃહસ્થ શ્રાવક સામાયિકની સાધના કરતાં-કરતાં એક દિવસ સાંસારિક ધરાતલથી ઉપર ઊઠીને અધ્યાત્મના ઉચ્ચ શિખર ઉપર પહોંચી જાય છે. જોઈએ દૈનિક તથા નિયમિત રૂપથી સામાયિકનો અભ્યાસ. સામાયિકની પ્રતિજ્ઞાનો પાઠ : સામાજિક વ્રત અંગીકાર કરવા માટે જે પ્રતિજ્ઞા પાઠ બોલવામાં આવે છે, તે આ પ્રમાણે છે ७५० જિણધો
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy