________________
" करेमि भंते ! सामाइयं, सावज्जं जोगं पच्चक्खामि जावनियमं पज्जुवासामि दुविहं तिविहेणं न करोमि, न कारवेमि मणसा, वयसा, कायसा तस्स भंते ! પડિમામિ, નિમ્નમિ, રિહામિ, અપ્પાનું વોસિમિ !''
“હે ભગવાન ! આપના સાક્ષીથી હું સામાયિક કરું છું. સાવધ વેપારોનો હું ત્યાગ કરું છું. જ્યાં સુધી હું નિયમની ઉપાસના કરું. બે કરણ અને ત્રણ યોગથી મન-વચન અને કાયાથી હું સાવધ વેપાર સ્વયં નહિ કરું કે બીંજાથી નહિ કરાવીશ. એટલું જ નહિ, અતીતમાં જે પણ સાવધ કાર્ય કર્યાં હોય એ બધાનું પ્રતિક્રમણ કરું છું, આત્મ સાક્ષીથી નિંદા કરું છું. આપની કે ગુરુદેવની સાક્ષીથી ગર્યા કરું છું તથા એ ભૂતપૂર્વ મલિન આત્માને હટાવું છું અને નવું જીવન ગ્રહણ કરું છું.”
ઉક્ત પ્રતિજ્ઞા પાઠથી પ્રતીત થાય છે કે સામાયિક એક પ્રત્યાખ્યાન રૂપ છે, સંવર રૂપ પણ છે અને સંકલ્પ રૂપ પણ. તેથી ઓછામાં ઓછા કે મુહૂર્ત માટે એ સમસ્ત પ્રવૃત્તિઓનો મન-વચન-કાયાથી ત્યાગ કરવામાં આવે છે, જેમના કરવાથી પાપકર્મનો બંધ થાય છે, આત્મામાં પાપકર્મનો સ્રોત આવે છે. અર્થાત્ હું મનથી દુચિંતન નહિ કરું, વચનથી અસત્ય કે દુષ્ટ વચન નહિ બોલું, કાયાથી દુષ્ટ આચરણ નહિ કરું.
કેટલી મહત્ત્વપૂર્ણ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞાને નિભાવવા માટે સામાયિકના સાધકને પ્રમાદ, રાગ-દ્વેષ કે સાંસારિક પ્રપંચોમાં ફસાવું ન જોઈએ. સામાયિક કરવું વિષમ મનની સાથે યુદ્ધ કરવા સમાન છે. વિષમ મનને સતત સમભાવમાં રાખવા માટે એને પ્રશસ્ત કાર્યોમાં લગાવવું જોઈએ. જેનાથી તે ઇન્દ્રિય વિષયોની તરફ ન દોડે, ન ઇન્દ્રિયો જ વિષયાસક્ત થાય. એના માટે ઉચિત એ છે કે સામાયિકના સમયે સિદ્ધાંતનું અધ્યયન, મનન, ચિંતન કરવું જોઈએ - અથવા જે મહાપુરુષોનું ધ્યાન કે સ્મરણ કરવાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે એમની ભક્તિ, ઉપાસના તથા ગુણગાનમાં મનને નિયોજિત કરી દેવું જોઈએ. એવું કરવાથી આત્મા સમત્વની ઉપાસના કરી શકશે. સામાયિકમાં ચિતની સ્થિરતા માટે શાસ્ત્રકારોએ પાંચ પ્રશસ્ત સાધન બતાવ્યાં છે - (૧) વાચના, (૨) પૃચ્છના, (૩) પર્યટના, (૪) અનુપ્રેક્ષા અને (૫) ધર્મ કથા.
સાધના અને ઉપાસના :
સામાયિકના પ્રતિજ્ઞા પાઠમાં ‘અંતે !’ કે ‘પન્નુવાસામિ' એ બે શબ્દો એવા છે, જે સામાયિકની પ્રગતિ અને સુદૃઢતા માટે પૂર્ણ સમભાવી વીતરાગ પ્રભુની સમીપતા કે સાંનિધ્યને સૂચિત કરે છે. આ જ રીતે “સાવજ્ન્મનોનું પથ્વસ્વામિ તથા તસ્ક મંતે ! પડિવમામિ, નિવામિ, રિહામિ, અપ્પાનું વોસરામિ' એ શબ્દો સામાયિકની શુદ્ધતા અને પૂર્ણતા માટે આત્મશુદ્ધિ રૂપ સાધનાને સૂચિત કરે છે. આ રીતે સામાયિક ઉપાસના અને સાધના ઉભય રૂપે હોવાથી આત્માની પ્રગતિનું સર્વોત્તમ સાધન છે.
ઉપાસનાનો અર્થ છે સમીપતા, પાસે બેસવું. આત્માનું પરમાત્માના સમીપ (નજીક) બેસવું જ ઉપાસના છે. સમીપતાનો લાભ અને આનંદ સર્વવિદિત છે. શ્રાવક માટે સમત્વના ચાર શિક્ષાવ્રત - સામાયિક વ્રત
૧