SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્ણ આરાધક વિતરાગ પરમાત્માનું સાંનિધ્ય પરમ આવશ્યક છે. વીતરાગ પરમાત્માની સમીપતાથી સામાયિકના સાધકને એમની અનંત શક્તિમત્તાની ગરમી મળે છે, જેનાથી એના આત્માનો આશ્ચર્યજનક વિકાસ થાય છે. ઉપાસનાની જેમ સાધના પણ આત્મિક પ્રગતિનું અનિવાર્ય અંગ છે. ઉપાસનામાં ભગવાનનું સ્મરણ મુખ્ય છે, જ્યારે સાધનામાં જીવન-શોધની પ્રધાનતા છે. જે વ્યક્તિ પોતાના જીવનને શુદ્ધ બનાવીને વીતરાગ પરમાત્માના સામે ઉપસ્થિત થાય છે, તે જ પ્રભુની વાસ્તવિક અર્ચના અને ભક્તિ કરવામાં સમર્થ હોય છે. સાધના ઉપાસનાનો પથ પ્રશસ્ત કરે છે. સાધના ભૂમિનું નિર્માણ કરવાની જેમ છે, જ્યારે ઉપાસના એમાં બીજ વાવવું છે. જમીન શુદ્ધ હોય તો એમાં બીજને ઉગવામાં સરળતા રહે છે. સામાયિકની ઉપાસના થોડા સમય(૪૮ મિનિટ)માં થઈ જાય છે, પરંતુ સામાયિકની સાધનામાં તો ચોવીસે કલાક નિરત રહેવું પડે છે. આ રીતે સામાયિક વ્રતને સાધના તથા ઉપાસના દ્વારા નિરંતર પુષ્ટ અને સુદઢ બનાવવું જોઈએ. શુદ્ધિ ચતુષ્ટય : સામાયિક કર્યા પહેલાં ભૂમિની શુદ્ધિ* હોવી (થવી) આવશ્યક છે. ભૂમિ શુદ્ધ હોય છે ત્યારે જ એમાં વાવેલું બીજ સુંદર ફળદાયક થાય છે. તેથી સામાયિક માટે આ ચાર પ્રકારની શુદ્ધિ અનિવાર્ય છે - (૧) દ્રવ્ય શુદ્ધિ, (૨) ક્ષેત્ર શુદ્ધિ, (૩) કાળ શુદ્ધિ અને (૪) ભાવ શુદ્ધિ. આ શુદ્ધિ ચતુષ્ટયની સાથે સામાયિક કરવામાં આવે છે, તો તે પર્યાપ્ત ફળદાયિની હોય છે. (૧) દ્રવ્ય શુદ્ધિ : સામાયિક સમભાવને વધારવા માટે છે, તેથી જે દ્રવ્યોથી સમભાવને આંચ લાગતી હોય, વિષમતા વધતી હોય, જે પંચેન્દ્રિય જીવોની હિંસાથી નિષ્પન્ન હોય, વિકારોત્પાદક હોય, જે માત્ર ફેશન અને સૌંદર્યવર્ધક હોય, સંયમ-વિઘાતક હોય, એ ઉપકરણોનો ઉપયોગ સામાયિકમાં ન કરવો જોઈએ. જેમ કે કોમળ ગદગદતો રંગબિરંગી અથવા ગંદા આસન, રંગ-બેરંગી રેશમી પૂંજની, મલિન મુખવસ્ત્રિકા, અશુદ્ધ ગંદા વસ્ત્ર, ગંદી માળા, અશ્લીલ કે ષવર્ધક ગંદુ સાહિત્ય, વ્યર્થનાં આભૂષણો વગેરે ઉપકરણ સામાયિકમાં ત્યાજ્ય છે. આસન, વસ્ત્ર, રજોહરણ, પૂંજની, માળા, મુખવસ્ત્રિકા, પુસ્તક વગેરે સામાયિકના ઉપકરણ શુદ્ધ, અહિંસક (અલ્પારંભી) તથા ઉપયોગી હોવાં જોઈએ. * “કાર્તિકેયાનુપ્રેક્ષામાં કહ્યું છે - “सामाइयस्स करणे खेत्तं, कालं च आसणं विलओ । મન-વચન-વાય શુદ્ધિ પ્રાયવ્વા સુતિ સન્તવ ” સામાયિક કરતા સમયે ક્ષેત્ર, કાળ, આસન, સ્થાન, મન, વચન અને કાયા - આ સાતેયની શુદ્ધિ જાણી લેવી જોઈએ (૬૨) 0 0 0 0 0 0 0 0 0 0 0 જિણધમો )
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy