________________
0908>
(અનભાગબંધ)
કર્મપ્રકૃતિના બંધકાળમાં એના કારણભૂત કાષાયિક અધ્યવસાયના તીવ્ર કે મંદ ભાવ અનુસાર પ્રત્યેક કર્મમાં તીવ્ર કે મંદ ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થાય છે. ફળ આપવાનું આ સામર્થ્ય જ અનુભાગ છે. આ પ્રકારના રસનું નિર્માણ જ અનુભાગબંધ છે.
લોકમાં કાર્મણવર્ગણાઓ વ્યાપ્ત છે. આ કર્મપરમાણુઓમાં જીવની સાથે બાંધ્યા પહેલાં કોઈ પ્રકારનો રસ (ફળ-જનનશક્તિ) નથી હોતો, પરંતુ જ્યારે તે જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે જીવના કષાય રૂપ પરિણામોનું નિમિત્ત પામીને એમાં રસ પડી જાય છે. પોતાના વિપાકોદયના સમયે ફળ આપીને જીવના ગુણોનો ઘાત કરે છે. જેમ સૂકું ઘાસ નીરસ હોય છે, પરંતુ સાંઢણી, ભેંસ, ગાય અને બકરીના પેટમાં પહોંચીને તે દૂધના રૂપમાં પરિણત થાય છે તથા એના રસમાં ચીકણાઈની હીનાધિક્તા જોવા મળે છે. એ જ સૂકા ઘાસને ખાઈને સાંઢણી ખૂબ ઘાટું દૂધ આપે છે, ભેંસના દૂધમાં એનાથી ઓછું ઘાટાપણું હોય છે, ગાયના દૂધમાં એનાથી પણ ઓછું અને બકરીના દૂધમાં એનાથી પણ ઓછી ચીકણાઈ હોય છે. એક જ પ્રકારનું ઘાસ અલગ-અલગ પશુઓના પેટમાં જઈને અલગ-અલગ રસરૂપ પરિણત થાય છે. આમ, એક જ પ્રકારના કર્મ-પરમાણુ અલગ-અલગ જીવોના અલગ-અલગ કષાય રૂપ પરિણમોનું નિમિત્ત પામીને અલગ-અલગ રસવાળા થઈ જાય છે. શુભ અને અશુભ પ્રકૃતિઓનો અનુભાગ સાંઢણીના દૂધની જેમ તીવ્ર રસવાળો પણ હોય છે અને બકરીના દૂધની જેમ મંદ રસવાળો પણ. સંક્લિષ્ટ પરિણામોથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગ હોય છે અને વિશુદ્ધ ભાવોથી શુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગ હોય છે. એ જ રીતે વિશુદ્ધ ભાવોથી અશુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગ હોય છે તથા સંક્લિષ્ટ ભાવોથી શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગ હોય છે.
અશુભ પ્રવૃતિઓના અનુભાગને લીમડો વગેરે કડવા રસની ઉપમા અને શુભ પ્રવૃતિઓના અનુભાગને ઈખ (મીઠા) રસની ઉપમા આપવામાં આવે છે. અશુભ અને શુભ બંને જ પ્રકારની પ્રવૃતિઓમાં તીવ્ર અને મંદરસની ચાર-ચાર અવસ્થાઓ હોય છે - તીવ્ર, તિવ્રતર, અત્યંત તીવ્ર, તીવ્રતમ અને મંદ, મંદતર, અત્યંત મંદ અને મંદતમ. જો કે આ અવસ્થાઓમાંથી પ્રત્યેકના અસંખ્ય પ્રકારો છે, છતાં એ બધાનો આ ચારમાં અંતર્ભાવ કરી લેવામાં આવે છે. ઉક્ત ચાર પ્રકારોને ક્રમશઃ એકસ્થાનક, ક્રિસ્થાનક, ત્રિસ્થાનક અને ચતુઃસ્થાનક કહેવામાં આવે છે. આને લીમડો અને ઈખરસનાં ઉદાહરણોથી નિરૂપિત કરવામાં આવી ગયો છે. અહીં એટલું સમજી લેવું આવશ્યક છે કે આ તીવ્રતા અને મંદતાનું કારણ કષાયની તીવ્રતા કે મંદતા છે. તીવ્ર કષાયથી અશુભ પ્રવૃતિઓમાં તીવ્ર અને શુભ પ્રવૃતિઓમાં મંદ અનુભાગબંધ હોય છે અને મંદ કષાયથી અશુભ પ્રવૃતિઓમાં મંદ અને શુભ પ્રવૃતિઓમાં તીવ્ર અનુભાગબંધ હોય (થાય) છે.
કષાયોની તીવ્રતા અને મંદતાને લઈને ક્રોધ વગેરે કષાયોના ચાર ભેદો થઈ જાય છેજે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાવારણ અને સંજ્વલન કષાયના રૂપમાં (૧૦૦૬ો જ
છે જો જિણધમો)