SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) દર્શનાવરણની ઉત્તર પ્રવૃતિઓ નવ છે : (૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવળદર્શન - આ ચારના આવરણ, (૫) નિદ્રા, (૬) નિદ્રા-નિદ્રા. (૭) પ્રચલા, (૮) પ્રચલા-પ્રચલા અને (૯) સ્વાનગૃદ્ધિ. ચાર દર્શનોનું વર્ણન પહેલાં કરવામાં આવ્યું છે. એમને આવૃત્ત કરનારાં કર્મોને ચક્ષુ દર્શનાવરણ વગેરે કહે છે. ઉક્ત ચારની સિવાય અન્ય પાંચ દર્શનાવરણનું સ્વરૂપ આ પ્રમાણે છે : નિદ્રા ઃ જે કર્મના ઉદયથી એવી નિદ્રા આવે કે સુખપૂર્વક જાગવામાં આવે. નિદ્રા-નિદ્રા ઃ જે કર્મના ઉદયથી એવી જોરદાર નિદ્રા આવે કે જાગવું મુશ્કેલ થાય. પ્રચલા ઃ જે કર્મના ઉદયથી ઊભા-ઊભા જ નિદ્રા આવી જાય. પ્રચલા-પ્રચલા ઃ જે કર્મના ઉદયથી ચાલતાં-ચાલતાં નિદ્રા આવી જાય. ત્યાનગૃદ્ધિ ઃ જે કર્મના ઉદયથી જાગૃત અવસ્થામાં વિચારેલા કામને નિદ્રાવસ્થામાં કરવા માટે સામર્થ્ય પ્રગટ થઈ જાય. આ નિદ્રામાં સહજ નિદ્રાથી અનેકગણું બળ પ્રગટ થાય છે. (૩) વેદનીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે : સાતાવેદનીય ઃ જે કર્મના ઉદયથી જીવને સુખનો અનુભવ થાય. અસાતાવેદનીય ? જે કર્મના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય, તે અસતાવેદનીય છે. (૪) મોહનીય કર્મની ઉત્તર પ્રવૃતિઓ બે છે ઃ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ ત્રણ છે : (૧) મિથ્યાત્વ મોહનીય, (૨) મિશ્ર મોહનીય, (૩) સમ્યકત્વ મોહનીય. આમનું વિશેષ વર્ણન સમ્યકત્વના પ્રકરણમાં કરી દેવામાં આવ્યું છે. ચારિત્ર મોહનીયની બે ઉત્તર પ્રવૃતિઓ છે - કષાય મોહનીય અને નોકષાય મોહનીય. કષાય મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ ૧૬ છે : (૧-૪) અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. (પ-૮) અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. (૯-૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, માન, માયા, લોભ. (૧૩-૧૬) સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભ. નોકષાય મોહનીયની ઉત્તર પ્રવૃતિઓ નવ છે : (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) ભય, (૫) શોક, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ અને (૯) નપુંસકવેદ. આમ, કષાય મોહનીય અને નોકષાય મોહનીયના મળીને પચીસ ભેદો ચારિત્ર મોહનીયના થઈ જાય છે. (૯૯૨ મી છે કે જિણધો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy