SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં દર્શન મોહનીયના ત્રણ ભેદ મિલાવવાથી મોહનીય કર્મની બધી ઉત્તર પ્રવૃતિઓ અઠ્ઠાવીસ થઈ જાય છે : આ બધી પ્રવૃતિઓનું વર્ણન કષાય પ્રકરણમાં કરવામાં આવ્યું છે. (૫) આયુષ્ય કર્મની ચાર ઉત્તર પ્રવૃતિઓ છે : (૧) નરક-આયુ, (૨) તિર્યંચ-આયુ, (૩) મનુષ્યાય અને (૪) દેવાયુ. નરકાયું ઃ જે કર્મના ઉદયથી જીવને નરકમાં રોકાવું પડે છે. તિર્યંચાયુ ઃ જે કર્મના ઉદયથી જીવને તિર્યંચ યોનિમાં રોકાવું પડે છે. મનુષ્ઠાયુ જે કર્મના ઉદયથી જીવને મનુષ્યભવમાં રોકાવું પડે છે. દેવાયું ઃ જે કર્મના ઉદયથી જીવને દેવભવમાં રોકાવું પડે છે. (૬) નામકર્મની ઉત્તર પ્રકૃતિઓઃ નામ કર્મની ઉત્તર પ્રવૃતિઓ અલગ-અલગ વિવેક્ષાઓથી (૪૨) બેતાલીસ, (૯૩) ત્રાંણું અને (૧૦૩) એક્સો ત્રણ છે. બેતાલીસ પ્રવૃતિઓ આ પ્રમાણે છે - ચૌદ પિંડ પ્રકૃતિઓ (કારણ કે એમના આવાંતર ભેદો પણ છે), આઠ પ્રત્યેક પ્રકૃતિઓ, ત્રસદશક તથા સ્થાવરદશક, એ ૪૨ પ્રકૃતિઓ છે. ચૌદ પિંડ પ્રકૃતિઓઃ (૧) ગતિ - નરક વગેરે ચાર ગતિઓને પ્રાપ્ત કરાવનાર કર્મ. (૨) જાતિ - એકેન્દ્રિય વગેરે પાંચ જાતિઓને પ્રાપ્ત કરાવનાર કર્મ. (૩) શરીર - દારિક વગેરે પાંચ શરીર પ્રાપ્ત કરનાર કર્મ (૪) અંગોપાંગ - શરીરગત અંગ-ઉપાંગોના નિમિત્તભૂત કર્મ. (૫) બંધન - નિર્મિત શરીરવયવોને પરસ્પર બાંધનાર કર્મ. (૬) સંઘાત - બંધન પ્રાપ્ત શરીરવયવોને વિશેષ રૂપથી સંગઠિત કરનાર કર્મ (૭) સંહનન - અસ્થિઓની વિશિષ્ટ રચનાનું કારણભૂત કર્મ. (૮) સંસ્થાન - શરીરની વિવિધ આકૃતિઓનું કારણભૂત કર્મ. (૯) વર્ણ - શરીરમાં કાળા, ગોરા વગેરે રંગનું કારણભૂત કર્મ. (૧૦) ગંધ - શરીરમાં સુગંધ કે દુર્ગધનું કારણભૂત કર્મ. (૧૧) રસ - શરીરમાં મધુર વગેરે પાંચ રસોનું કારણભૂત કર્મ. (૧૨) સ્પર્શ - શરીરગત શીત (ઠંડી) વગેરે આઠ સ્પશનું નિમિત્તભૂત કર્મ. (૧૩) આનુપૂર્વી - વિગ્રહગતિ દ્વારા જન્માર-ગમનના સમયે જીવને આકાશપ્રદેશની શ્રેણી અનુસાર ગમન કરનાર કર્મ, જેમ કે - નાથ દ્વારા બળદને ઇચ્છિત સ્થાને લઈ જઈ શકાય છે, એમ આ કર્મ જીવને ઉત્પત્તિસ્થાન પર ખેંચીને લઈ જવામાં આવે છે. (૧૪) વિહાયોગતિ - પ્રશસ્ત કે અપ્રશસ્ત ચાલનું નિયામક કર્મ વિહાયોગતિ છે. [ બંધ તત્વઃ એક અનુશીલન D છે તે છે તે આ ૯૯૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy